રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ
વિક્રમ સંવત 2082 ચૈત્ર સુદ પાંચમ - સોમવાર, શ્રીપંચમી. રોહિણી અવલોકન.
મેષ રાશિ
સમજી વિચારીને ભરેલા ડગ ધ્યેય ભણી આગળ લઈ જશે, લોભ લાલચથી દૂર રહેવું.
વૃષભ રાશિ
અગત્યની પ્રવૃત્તિઓ અને કૌટુંબિક બાબતોને હલ કરી શકશો, નિરાશાના વાદળ વિખેરાય.
મિથુન રાશિ
જે ઈચ્છતા હો તે દૂર ઠેલાતું લાગે અને જે ન ધાર્યું તે આવી મળે, તેવો અનુભવ, સ્વજનનો સાથ.
કર્ક રાશિ
લાગણીઓ પર કાબુ જરૂરી નિરાશા ખંખેરીને કાર્ય શરૂ કરવાથી પ્રગતિનો માર્ગ જડે.
સિંહ રાશિ
આશા નિરાશા વચ્ચે ઝોલાં ખાતા હો તો ફળની કામના વિના કાર્ય કરવાનો વિકલ્પ સારો સમજવો.
કન્યા રાશિ
માનસિક તણાવ અને મૂંઝવણ દૂર થતા લાગે, ખર્ચ વધતું લાગે, સ્વજનોથી મિલન.
તુલા રાશિ
આપની અંગત ચિંતાઓના વાદળ વિખેરાતા લાગે, પ્રતિકૂળતા દૂર થાય, આર્થિક પ્રશ્નોનો ઉકેલ.
વૃશ્ચિક રાશિ
મનોવ્યથાનો અનુભવ વધુ ન સહેવો પડે, મિત્રની મદદ ઉપયોગી બને, નાણાભીડ જણાય.
ધન રાશિ
ધ્યાન અને એકાગ્રતા દ્વારા લક્ષ પ્રાપ્તિ સરળ બનશે, ચિંતા હળવી બને, ખર્ચનો પ્રસંગ.
મકર રાશિ
કુદરતી મહેરનો અનુભવ, વિવાદોને સમાવી શકશો, આશા ફળતી લાગે.
કુંભ રાશિ
અવરોધ કે મુશ્કેલીના સંજોગોમાંથી બહાર નીકળી શકશો, પ્રિયજનથી સંવાદિતા, ખર્ચ અટકાવજો.
મીન રાશિ
તણાવગ્રસ્ત અને વ્યગ્ર હશો તો હવે રાહતનો શ્વાસ લઈ શકશો, સુધરતા સંજોગ જણાય, પ્રવાસ અનુકૂળ.









