રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આગામી આખુ અઠવાડિયુ કેવુ રહેશે.
મેષ (અ.લ.ઈ.)
લાગણીઓ પર સંયમ સમતોલન અને સ્થિરતા આપને પરમ શાંતિનો અનુભવ કરાવે, નાણાકીય સ્થિતિ ધીમે ધીમે સુધરશે અને કોઈ નવા માર્ગ ઉત્પન્ન થાય, જૂના લેણ-દેણના પણ હ્ય્.્રુ. પણ થઈ શકે, વ્યવસાયિક કે અન્ય કામકાજો અંગે સમય સાથ આપતા લાગે અને ધીરજ બાદ સફળતા દેખાય, ગૃહજીવનમાં મનદુઃખ, વ્યથા કે વિવાદના પ્રસંગોને ટાળવા જોઈશે, આરોગ્ય ચિંતા જણાશે. પ્રવાસમાં સફળતા.
વૃષભ (બ.વ.ઉ.)
તણાવ અને ચિંતાગ્રસ્ત માનસને બદલવા યોગ-સકારાત્મક વિચારો રાખવા, નાણાકીય કામગીરી અંગે કોઈની મદદ મળે, કોઈ લાભની આવકની તક ઊભી થાય, કરજ,વ્યાજથી સાચવવું, અન્ય કામકાજો, નોકરી-ધંધાના હોય કે માલ-મિલકત કે સાંસારિક સફળતાનો માર્ગ ખૂલતો લાગશે. ઉતાવળા નિર્ણય ન કરવા. દાંપત્યજીવનમાં સુખ-સંવાદિતા જાળવવા પ્રેમ સહકાર ઉપયોગી બને, સામાજિક, કૌટુંબિક સુખાકારી જળવાય, તબિયતની કાળજી લેવી પડે, પ્રવાસમાં વિઘ્ન દૂર થાય.
મિથુન (ક.છ.ઘ.)
મનોવૈજ્ઞાનિક અજંપો વ્યથાનો અનુભવ ચિંતા રખાવશે, કેળવ અધ્યાત્મિક દ્વારા રાહત મળે, નાણાભીડનો અનુભવ કરવો પડે, ધાર્યા કામમાં વિલંબ વધતો લાગે, અગત્યના લેણાં-દેણાં અંગે વધુ ધ્યાન આપજો, નોકરી અંગેના પ્રશ્નો હોય તો ઉકેલ મળે, ધંધા-વ્યવસાયમાં વેગ મળતો જણાય, અન્ય કાર્યો અંગે વિલંબનો અનુભવ થાય, ગૃહજીવનમાં ગેરસમજોને વધવા ન દેશો, સગાં-સંબંધના વ્યવહારોમાં સહકાર જરૂરી રહે. આરોગ્ય નરમ બને, પ્રવાસ ફળે.
કર્ક (ડ.હ.)
આપના મનની સ્થિતિને અસ્થિર તણાવપ્રદ કરનાર સંજોગો આવે, નાણાકીય બાબતો પર વધુ ધ્યાન આપવું પડે, ઉઘરાણી ફસાતી લાગે, લેણદારોના તકજાઓ જોવા પડે, સંપત્તિ યા કચેરી અંગેના કાર્યો, સામાજિક કામ- વ્યવસાયિક બાબતો અંગે સમય સુધરે અને અગત્યની તક મળે, કૌટુંબિક સ્થિતિ સાચવવી પડે, વાદ-વિવાદ, દલીલોથી દૂર રહેવું, પતિ-પત્ની વચ્ચે મનદુઃખ જણાય, આરોગ્ય સુધરે, પ્રવાસમાં વિલંબ જણાય.
સિંહ (મ.ટ.)
અંતઃકરણમાં ઉચાટ અને કોઈ વિષાદનો અનુભવમાં કેવળ મેડિટેશનથી રાહત મળે, આર્થિક સમસ્યાઓનું નિવારણ મળે, કોઈની મદદ ઉપયોગી બને, આવક સામે ખર્ચા વધે નહીં તે જોજો, કાર્ય સફળતા માટે અને નોકરી કે વ્યવસાયની પ્રગતિ માટેના કોઈ ઉપાય કે તકો મળતા જણાય, સંપત્તિ કે અન્ય ધાર્યા કામ અંગે સંજોગ સુધરે, કૌટુંબિક-સામાજિક-દાપત્ય-ગૃહજીવનની સમસ્યાઓ હલ મળે, આરોગ્ય સામાન્ય, પ્રવાસમાં વિલંબ થાય.
કન્યા (પ.ઠ.ણ.)
આપના મન પરનો બોજો કે તણાવ વધવા ન દેશો અને તે માટે ધર્મ આચરણ રાખવું, આર્થિક બાબતો ગૂંચવાતી લાગે, આવકમાં રૂકાવટ જણાય, ખોટા ખર્ચા ટાળજો, લેણદારોથી સમાધાન કરવું, અગત્યના કામકાજોમાં જણાતા વિઘ્ન દૂર થાય, સફળતાનો માર્ગ ખૂલે, નોકરી-વ્યવસાયમાં નવા સંબંધો સર્જાય, દાંપત્યજીવન-કૌટુંબિક પ્રસંગો માટે સાનુકૂળતાનું વાતાવરણ સર્જાય,આરોગ્ય પ્રત્યે ધ્યાન આપવું પડે, પ્રવાસમાં વિઘ્ન બાદ સફળતા.
તુલા (ર.ત.)
આપની કોઈ અકથ્ય વ્યથા કે વેદના હોય તો તેને દૂર કરવાનો ઉપાય મળે, નાણાભીડ અને મુશ્કેલીના સયમમાંથી ધીમે ધીમે બહાર અવાશે, ખર્ચ વ્યયને અટકાવી શકશો. મહત્ત્વનવા કામકાજો અંગે આપના પ્રયત્નો સફળ બને, નોકરી અંગેની મૂંઝવણનો હલ મળે, ધંધા-વેપાર અંગે સમય સુધરતો જણાય, આપના કૌટુંબિક જીવનમાં પ્રસન્નતા આનંદ જણાય, મિલન-મુલાકાત-હર્ષ વધે મનદુઃખ દૂર થઈ શકે, આરોગ્ય નરમ-ગરમ થાય, પ્રવાસ સફળ બને.
વૃશ્ચિક (ન.ય.)
અંતઃકરણમાં કોઈ અશાંતિ અનુભવાય, નિરાશા અને ચિંતા ક્ષણિક પૂરવાર થાય, નાણાકીય સંજોગો હજી કઠિન લાગે, હાથ ભીડમાં રહે, ઉઘરાણી અટકેથી ચિંતા, નાણાકીય કામમાં અવરોધ. મકાન-જમીન કે વાહન બાબતના પ્રયત્નો વધારવા પડે, ધાર્યું થાય નહીં, નોકરી અંગેની બાબતો કે પ્રશ્નો હલ થાય, ગૃહજીવનમાં ધીમે ધીમે સુખદ વાતાવરણ, સમજદારી, લાગણી અને સહકારથી સર્જી શકશો, આરોગ્યની કાળજી લેવી. યાત્રા સફળ બને.
ધન (ભ.ધ.ફ.ઢ.)
કેટલીક પ્રતિકૂળતાના કારણે કોઈ ચિંતા મનને કોરી ખાતી જણાય, નાણાકીય કામકાજોમાં કોઈ અવરોધ જણાય, ખોટા-વ્યય- ખર્ચનો પ્રસંગ સર્જાય, નાણાભીડ વધશે, મકાન-મિલકત વાહનની કોઈ બાબતો માટે આપના પ્રયત્નો ફળે, નોકરીમાં પ્રગતિની તક સર્જાય, ધંધા-વેપારમાં આપના યત્નો ફળે. કૌટુંબિક સંજોગો સારા બને,જીવનસાથીના સંબંધો સુધરશે, મિત્રનો સહયોગ, તબિયત નરમ-ગરમ રહે., પ્રવાસમાં વિઘ્ન બાદ ફળદાયી બને,
મકર (ખ.જ.)
આપનું હકારાત્મક વલણ અને વિચારોથી હળવાશ મળે, નાણાભીડમાંથી બહાર આવવાના આપના પ્રયત્નો ફળે, લાભની આશા અને પ્રગતિનો અનુભવ, ધંધા-વેપાર-નોકરી ક્ષેત્રે આપના પુરુષાર્થનું ફળ મળે, અગત્યના કાર્યોમાં પ્રગતિ વધે, ગૃહજીવનમાં ગેરસમજો દૂર થાય, મિલન-મુલાકાતથી આનંદ, આરોગ્ય સચવાશે, પ્રવાસમાં અવરોધ.
કુંભ (ગ.શ.સ.)
માનસિક સમસ્યાનો ભાર હળવો બને, આશાવાદી પ્રસંગ સર્જાય, નાણાકીય પ્રતિકૂળતા રહે, ખર્ચ-વ્યય-લેણ-દેણ અંગે ચિંતા જણાય, આપના મકાન-વાહન કે જમીન જાગીર-નોકરી ધંધા યા અન્ય કામકાજો અંગે કોઈ મદદરૂપ સંજોગો સર્જાય, કૌટુંબિક-સગાં-પ્રિયજન અંગે સમય મનદુઃખનો બને, દાંપત્યજીવનમાં ગેરસમજ ટાળજો, આરોગ્ય સાચવજો, પ્રવાસમાં સફળતા.
મીન (દ.ચ.ઝ.થ.)
આપના મનની વ્યગ્રતા અને ચિંતાગ્રસ્ત બેચેની જણાશે. આવક વધારવા પ્રયત્નો લાંબા ગાળે ફળતા જણાય, લેણ-દેણ, વ્યાજ, હપતા અંગે સમય કઠિન લાગે, મકાન-સંપત્તિ-નોકરી-વ્યવસાય અથવા અન્ય મહત્ત્વના કામકાજો ઉકેલી શકાય તેવી સ્થિતિ આવે, દાપત્યજીવનમાં સંવાદિતા રહે, સગાં-મિત્ર, સ્નેહીથી સહકાર જણાય, આરોગ્ય સચવાશે, પ્રવાસમાં અવરોધ દૂર થાય.
