રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આગામી આખુ અઠવાડિયુ કેવુ રહેશે.
મેષ (અ.લ.ઈ.)
અજંપિત મનોદશા અને અગમ્ય ચિંતા મનની કોરી ખાતી અનુભવાશે. આર્થિક બાબતો અંગેના આપના પ્રયત્નો ધાર્યું ફળ આપે નહીં, નાણાભીડ જોવાય, લેણદારોના તકની, બૅન્ક હપ્તાની ચિંતા, કોઈ ઑફિસના કામકાજો અંગે આપને ધીમે ધીમે સફળતા મળે, નોકરી-ધંધા-વેપારમાં આપની પ્રગતિનો માર્ગ સૂઝે, દાંપત્યજીવનમાં હજુ નિરાશા, સમજદારી, લાગણીથી કામ લેવું પડે, આરોગ્ય સામાન્ય નરમ, પ્રવાસ સાનુકૂળ.
વૃષભ (બ.વ.ઉ.)
આપની અંતરની વ્યથા વેદનાના કારણે મનનું ચેન જણાશે નહીં આવક કરતાં જાવકની ચિંતા વધે, ધારેલા લાભ અટકતા લાગે યા વિલંબથી મળે. જૂના લેણા, ઉઘરાણી કરજો, કાર્ય સફળતા અને નોકરી ધંધામાં પ્રગતિ અંગે આપનો સમય સાનુકૂળ બને, ઑફિશિયલ કામકાજો સફળ બને, ગૃહજીવનમાં સંવાદિતા સર્જાય, સગાં- સ્વજનની સહાયતા મેળવી શકો, આરોગ્ય સાચવજો, પ્રવાસ સફળ બને.
મિથુન (ક.છ.ઘ.)
અંતઃકરણમાં વેદના-વ્યથાને ભૂલીને કાર્યશીલ રહી વ્યસતતા ઉપયોગી બને, આર્થિક વ્યવહારોમાં સમાધાનપૂર્વક લોભ-લાલચથી દૂર રહી નિર્ણય ફળદાયી બને, વ્યવસાયના કાર્યો-સામાજિક કે અન્ય કામગીરીઓ અંગે પ્રયત્નો સફળ બને, નોકરિયાતને કાર્યભારણ, ધંધામાં સુધારો, સ્વજન-સગાં કે પતિ-પત્ની વચ્ચે સંવાદિતા સર્જવા અન્યના દૃષ્ટિ બિંદુને સમજી ચાલવાથી શાંતિ, આરોગ્ય સાચવી લેજો, પ્રવાસમાં સાવધાન.
કર્ક (ડ.હ.)
લાગણીઓ દુભાવી લાગે. ગેરસમજો તણાવ રખાવે. માફ કરી આગળ વધો, આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે કોઈ નવી દિશા કે ઉપાય દેખાય, ખર્ચા ટાળજો, કોઈ ઘરના કે બહારના કાર્યો અંગે સહાય-સહકાર મેળવી શકો, નોકરીમાં કોઈ કામ બને, ધંધામાં પ્રગતિ, જીવનસાથી કે કુટુંબીજન સાથે ચકમકનો પ્રસંગ આવીને સુખદ સમાધાન થાય, આરોગ્યનું ઘ્યાન જરૂરી સમજવું, પ્રવાસ અંગેનું આયોજન થાય.
સિંહ (મ.ટ.)
આપની સમસ્યાઓના કારણે વ્યથા-વિષાદ હોય તો તે દૂર કરવાની તક સંજોગો જણાય, આર્થિક બાબતો અંગે સમય સુધરતો લાગે, નવી આવક વધારવાની પણ આશા વધે છે. ધંધા-રોજગાર-મકાન-વાહન ઇત્યાદિ પ્રશ્નો કાર્યો કે વાતચીતો સફળ બનાવવા ધીરજ સમાધાનની જરૂર પડશે, કૌટુંબિક બાબતો કે સમસ્યાનો હલ મેળવી શકો, ચિંતા દૂર થાય, મિત્ર-સ્વજન સગાં કામ લાગે, આરોગ્ય ચિંતા દૂર થાય, પ્રવાસમાં વિઘ્ન.
કન્યા (પ.ઠ.ણ.)
આ સમયમાં આપના મનનો બેજ હળવો થાય કે ઉતરે તેવા સંજોગો સર્જાયા, નાણાભીડ અને ઉઘરાણી યા નવી આવક અંગે આપના કોઈ પ્રયત્નો કારગત નીવડતા જણાય, મહત્ત્વના હાથ પરના કામકાજો સફળ થાય, મિત્ર યા અનુભવી વડીલની મદદ લાભદાયી બને, પતિ-પત્ની વચ્ચેના માનસિક સંઘર્ષનો ઉકેલ મળી આવે. ઘર કુટુંબમાં શાંતિ જાળવી શકશો. આરોગ્યની કાળજી લેવી, પ્રવાસ વિઘ્ન દૂર થાય.
તુલા (ર.ત.)
સમસ્યાઓથી ઘેરાયેલા હો તો તેની ચિંતા હળવી થવાના સંજોગો થતાં રાહત. નાણાભીડ અને ચુકવણી કરજનો બોજ હજુ થોડો વખત રહેતો લાગે પણ તેનો હલ અવશ્ય મેળવી શકો, મિત્ર-સ્વજન ઉપયોગી બને, સફળતા માટેના આપના પ્રયત્નો વધારવા પડે, કાર્યફળ ધીમું યા ધાર્યું ન મળે, નોકરિયાતને સામાન્ય સ્થિતિ, ધંધામાં સાનુકૂળ તક, કૌટુંબિક કામકાજો થઈ શકે, ગૃહજીવનમાં શાંતિ જાળવી શકશો, આરોગ્ય મિશ્રા, પ્રવાસમાં પ્રસન્નતા.
વૃશ્ચિક (ન.ય. )
નિરાશા અને વ્યર્થતાની લાગણીમાંથી ધીમે ધીમે બહાર આવી શકશો, આર્થિક પ્રતિકૂળતા અને સંકડામણ હશે તો કોઈ આવકનો માર્ગ શોધી શકો, મિત્ર સંબંધીનો સહયોગ ઉપયોગી, નોકરિયાતવર્ગને સફળતા જણાય, ધંધામાં વિકાસ- વૃદ્ધિની તકો સર્જાય, અગત્યના કામકાજો સફળ બને, કૌટુંબિક સંવાદિતા,સુમેળ સર્જાય, અગત્યની મુલાકાતો ફળદાયી બને, સ્વજનની મદદ મળે, આરોગ્ય સાચવવું પડે, પ્રવાસમાં વિઘ્ન જણાય.
ધન (ભ.ફ.ઢ.ધ.)
આપના મનની મુરાદો અને અપેક્ષાઓ મનમાં રહેતા મન બેચેન- અને ઉદ્વેગમાં રહેતું લાગે, આર્થિક બાબતો ગૂંચવાતી લાગે, ધાર્યા નાણાં આવવામાં વિલંબ કે વાયદા ખોેટા પડતા જણાય, ખર્ચ અટકાવજો, આ સમયમાં નોકરી અંગેની કોઈ મુસીબત- મૂંઝવણ હશે તો તેને નિવારવાનો રસ્તો દેખાય, મદદ મળે, ધંધાકીય સાહસ નુકસાન કરી શકે, કુટુંબમાં મન શાંત રાખવું અને વિવાદ ટાળવો, સગાં સ્વજનથી મનદુઃખ, આરોગ્ય સુધરે, પ્રવાસ સફળ.
મકર (ખ.જ.)
આપના વિચારો અને દ્વિધાઓ તણાવ વધારશે, શાંતિ રાખજો, અપેક્ષા અપૂર્ણ રહેવાની શક્યતા. આવક સામે ખર્ચા વધી જવાથી તીવ્ર નાણાભીડ મૂંઝવશે અને ઉઘરાણી કે લેણી આવક વિલંબમાં પડે, નોકરિયાતને કાર્ય સફળતા મળશે, ધંધા-વેપારના કામકાજો ધીમી ગતિએ થશે, ગૃહજીવનમાં ચકમકનો પ્રસંગ, સ્વજનથી વાદવિવાદ ટાળજો, આરોગ્યની કાળજી લેજો, પ્રવાસમાં સરળતા.
કુંભ (ગ.શ.સ.)
તણાવગ્રસ્ત મનોદશામાંથી બહાર આવી શકશો, રાહતનો અનુભવ થાય,નાણાભીડ હોય કે આવકની ચિંતા સમય લાંબા ગાળે સુધરશે અને તેથી ખર્ચ-વ્યય મૂડી રોકાણમાં ધીરજથી વર્તવું, કામગીરીઓને આગળ વધારવા મહેનત અને મદદ જોઈશે. મકાન-વાહન અન્ય બાબતો સુધરશે, મુશ્કેલી હળવી બને, નોેકરી બાબત હજી સમય પ્રતિકૂળ લાગે, ધંધા-વેપારમાં લાભ અટકતો જણાય, ગૃહજીવનની ગેરસમજો નિવારી લેજો, મીઠી લાગણીનો સ્પર્શ ઘણી પ્રસન્નતા સર્જી આપે, મિત્ર-સ્નેહીથી મિલન, આરોગ્ય સચવાય, પ્રવાસમાં સાનુકૂળતા.
મીન (દ.ચ.ઝ.થ.)
આપની ચિંતા-વ્યથાને દૂર કરવા આધ્યાત્મિક ઉપાસના-ધર્મધ્યાન મદદગાર, આવક વૃદ્ધિની તક સર્જાય, સંજોગો બદલાતા જણાય, લાભદાયી આશા દેખાય, ખર્ચ ચુકવણા અંગે મદદ મળે, નોકરી અંગે કોઈ અણધાર્યો લાભ સર્જાય, આશા ફળે, ધંધા-વેપારમાં મહેનત લેખે લાગે, આગળ વધાય, પતિ-પત્ની વચ્ચે સંવાદિતા, મિત્ર-સગાં-સ્વજનથી મનમેળ, આરોગ્ય જળવાય, પ્રવાસમાં સાવધ રહેવું.










