વૃષભ (બ.વ.ઉ.)
આપની ધીરજ આપને શાંતિનો અહેસાસ કરાવી શકશે, આવક કરતાં જાવક વધવા ન દેશો. જૂનાં લેણાં મેળવી શકશો, લોન-કરજ અંગે હજુ પ્રતિકૂળતા જણાશે. કાર્ય સફળતા વિલંબથી મળતી જણાય, કેટલાક વિઘ્ન પાર કરવા પડે, નોકરીમાં બોજો હળવો બને, ધંધાકીય પુનરર્ચના થાય જે લાભકારક બને, જીવનસાથીનો સહકાર- લાગણી મળતા આનંદ હર્ષ થાય, મતભેદ દૂર થાય, મિત્ર સગાં-સ્નેહીની મદદ રહે, આરોગ્ય ચિંતા દૂર થશે, પ્રવાસમાં સામાન્ય તકલીફ જણાય.
મિથુન (ક.છ.ઘ.)
આપની અંતઃકરણની વ્યથા, વેદનાઓના કારણે બેચેની જણાય, આર્થિક સમસ્યા હોય કે કોઈ લેણ-દેણ ચુકવણીના કાર્યો સમયમાં કોઈની મદદ ઉપયોગી બને, સંપત્તિ-વ્યવસાય કે અન્ય કાર્યો બાબત સમય સુધરે પ્રયત્નો સાર્થક બને, ગૃહજીવનમાં શાંતિ જાળવવી, તબિયતની સાચવણી લઈ શકો, પ્રવાસ સફળ બને.
કર્ક (ડ.હ.)
અંગત મૂંઝવણો મનને અકળાવતી લાગે, આપની આવક-જાવકની સ્થિતિને ટૂંકાવવા વ્યય અટકાવવો, ઉધારીથી દૂર રહેવું, જમીન-જાગીર, વાહન ઇત્યાદિ કાર્યો માટે પ્રગતિકારક, કૌટુંબિક પરિવાર અંગેની બાબતો માટે સમય સાનુકૂળ બને, તબિયતની ચિંતા દૂર થાય, પ્રવાસ મજાનો.
સિંહ (મ.ટ.)
આપની અંગત ચિંતાઓ-વ્યગ્રતા વધતી જણાશે. ટેન્શન જણાશે, આર્થિક બાબતોનો ધીમે ધીમે હલ મળે, મિત્ર યા અન્ય મદદ મળે, ઉઘરાણી માટે સાનુકૂળ તક સર્જાય, નોકરી અંગે સંજોગો સુધરશે, ધંધા-વેપારમાં આગળ વધવાની તક, મકાન-વાહન અન્ય કાર્યો અંગે પ્રગતિકારક સમય બને, જીવનસાથી- સ્વજન-મિત્ર અંગે સમય આનંદપ્રદ બને, આરોગ્ય સચવાય, પ્રવાસ ફળદાયી.
કન્યા (પ.ઠ.ણ.)
આપના તણાવ અને ચિંતામાંથી બહાર આવવા કાલ્પનિકભય શંકા છોડજો, આર્થિક પરિસ્થિતિ ધીમે ધીમે વધુ બગડે નહીં તે માટે યોગ્ય આયોજન ગણતરી અને વ્યવસ્થા કરવા પડે, મકાન-વાહનના કાર્ય અંગે પ્રગતિ-નોકરી-ધંધાકીય બાબતો માટે કોઈ મદદ અને અગત્યની તક મળે, અન્ય કાર્યોમાં રૂકાવટો દૂર થાય, કૌટુંબિક ગૂંચવણો કે સમસ્યાનો ઉકેલ મેળવી શકો,. મનદુઃખ દૂર થાય, અહમ્ અને જિદ્દ છોડવા પડે, તબિયત સાચવવી, પ્રવાસમાં સંભાળવું.
તુલા (ર.ત.)
અશાંતિના વાદળો વિખેરાતા જણાય, નવીન આશાસ્પદ પ્રસંગ ઉત્સાહવર્ધક બને, આર્થિક આયોજન અને ગણતરીપૂર્વકના કાર્યથી લાભ મળે, પ્રગતિકારક નીવડે, સકારાત્મક નવા કાર્યો હાથ ધરી શકશો, નોકરીમાં પ્રશ્નો હલ થાય, ધંધામાં માનસિક તણાવ બાદ સાનુકૂળ સંજોગથી રાહત, ગૃહવિવાદ ટાળજો, સગાં સંબંધીથી મનદુઃખ છતાં જતુ કરવાની ભાવના રાહત અપાવે, કુટુંબમાં સુખાકારી તકો, તબિયતની ચિંતા દૂર થાય, પ્રવાસમાં આનંદ અનુભવશો.
વૃશ્ચિક (ન.ય. )
આપના મનની ચિંતા કે કોઈ અગમ્ય મૂંઝવણનો ઉકેલ દેખાતા હળવાશ અનુભવાય, આર્થિક વ્યવહારોમાં વધુ ધ્યાન રાખવું. ઉધાર-કરજ- લોનથી દૂર રહેવું, મદદની આશા ફળે નહીં, કાર્ય સફળતા-નોકરીના પ્રશ્નો અંગે રાહત- ધંધામાં નવા આયોજન અંગે પ્રગતિ, જીવનસાથીનો સહકાર જીતી લેવો, પ્રેમથી- જિદ્દ ન રાખવી. સગાં સ્વજનથી મનમેળ, આરોગ્ય જળવાય, પ્રવાસ સફળ.
ધન (ભ.ફ.ઢ.ધ.)
આપના મહત્ત્વની સમસ્યાના કારણે યા કોઈ અજ્ઞાત ભય શંકાના કારણે રહેતી અશાંતિ હળવી બને, આવકવૃદ્ધિનો યોગ બને છે પરંતુ અણધાર્યા ખર્ચના કારણે ભીંસ વધે, ઉઘરાણી- ચુકવણીમાં ધ્યાન આપવું, ખોટા-મોજશોખના ખર્ચા ટાળવા. મકાન-વાહન યા અન્ય કચેરીને લગતા કાર્યો- ધંધા નોકરીના કામોમાં સાનુકૂળ તક, લાભદાયી નીવડે, સામાજિક-સાંસારિક કૌટુંબિક શાંતિ સમાધાન અગત્યનું, સ્વજન, જીવનસાથીને સમજીને ચાલવું, તબિયત સચવાય, પ્રવાસ સુખરૂપ.
મકર (ખ.જ.)
માનસિક સંઘર્ષ અને ટેન્શન દૂર રાખવા ક્ષમાશીલ-દરગુજર કરવાનું રાખવું, શાંતિ મળે, નાણાભીડનો ઉપાય કારગત બને, કામ અટક્યું હોય તો કામ બની શકે, લેણદારોથી રાહત મળે, વ્યય અટકાવજો, આપના અગત્યના કાર્યો, વહીવટી બાબતો હલ કરવાનો માર્ગ ઉપાય, મદદ મળે, નોકરીમાં લાભ-ધંધામાં પ્રગતિ, કૌટુંબિક સ્વજનો સાથે ગેરસમજ ન સર્જાય તે જોવું, ક્રોધ ટાળવો, આવખ કાબૂમાં લેવો, આરોગ્ય સારું થાય, પ્રવાસમાં મુશ્કેલી હટે.
કુંભ (ગ.શ.સ.)
વિષમ પરિસ્થિતિ સંજોગોની મન પર અસર ન થવા દેશો, સકારાત્મક રહેવું, નાણાભીડનો અનુભવ થાય, કોઈ કામકાજ અટકતું લાગે, ઉઘરાણી-લેણાં વિલંબથી મળે, અગત્યના કાર્યો- જમીન-સંપત્તિ વાહન અને અન્ય નોકરી-વ્યવસાય બાબતે સમય હજી મુશ્કેલ, પ્રતિકૂળ જણાય, ધીરજની જરૂર પડે, કૌટુંબિક પરિવારના કામમાં આગળ વધાય, મનદુઃખ દૂર થાય, સગાં-મિત્રનો સહયોગ મળે, તબિયત નરમ બને, પ્રવાસમાં વિલંબ બાદ સફળતા.
મીન (દ.ચ.ઝ.થ.)
આપની ચિંતાગ્રસ્ત મનોદશામાંથી બહાર આવીને આશાવાદી થશો, નોકરી-ધંધા અને અન્ય સંપત્તિ મકાન-વાહનની કામગીરી માટે પ્રયત્નો વધારવા પડે, લાંબા ગાળે, કામ સફળ બને, દાંપત્યજીવનમાં મતભેદ જાગે, નહીં તે માટે ક્ષમાશીલ રહેવું, વિવાદમાં દલીલમાં ન ઉતરવું, સાચું-ખોટું ન કરવું, સગાં સંબંધીથી સાનુકૂળતા, તબિયત સુધરે, પ્રવાસ ફળે.