આગામી સપ્તાહ તા. 21-06-25 થી 27-06-25 સુધી કેવુ રહેશે આપના માટે થશે લાભ કે થશે નુકસાન જાણી લો. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આગામી આખુ અઠવાડિયુ કેવુ રહેશે.
મેષ (અ.લ.ઈ.)
બહુ સંવેદનશીલ બન્યા વિના વાસ્તવિકતા સ્વીકારીને શાંતિથી વિચારવાથી રાહત મળે, આવકના નવા સ્ત્રોત ઊભા કરવાના પ્રયત્નોે ફળતા જણાય, કોઈ નવી દિશા ઉઘડે, કરજ- લોનની ચિંતાનો હલ મુશ્કેલ છે પણ અશક્ય નથી. નોકરિયાત વર્ગને કામનું દબાણ તથા કેટલીક પ્રતિકૂળતા છતાં સફળતાની તક છે. ધંધામાં હજુ ધાર્યો લાભ મળતો નથી. પતિ-પત્ની સાથેના મનદુઃખ ન વધે તે માટે લાગણી દર્શાવવી પડે, સ્વજન મિત્રથી પણ સંવાદિતા રાખવી. તબિયત નરમ હોય તો સુધરે, પ્રવાસ મજાનો બને.
વૃષભ (બ.વ.ઉ.)
મનની મૂંઝવણ- વ્યથામાં રાહત મેળવી શકો, આધ્યાત્મિક ઉપાય ફળે, નિરાશા દૂર થાય, નાણાકીય સાધનો ઊભા કરવાના પ્રયત્નોે ફળદાયી બને, જૂની ઉઘરાણી મેળવી શકો, ખર્ચા રોકવા પડે, વ્યવસાય-સંપત્તિ કે કૌટુંબિક કાર્યો અંગે સમય સાનુકૂળ તક આપે અને સારો ઉપાય કે માર્ગ સર્જાય, ગૃહજીવનમાં કે કૌટુંબિક સંબંધો અંગેની સમસ્યાનો હલ મળતો જણાય, આરોગ્ય સાચવજો, પ્રવાસ ફળતો લાગે.
મિથુન (ક.છ.ઘ.)
આપના કાલ્પનિક ભય, ચિંતાને નિવારવાનો ઉપાય આધ્યાત્મિક વલણ અને કેવળ ઈશ્વરીય શ્રાદ્ધા છે. આવક વૃદ્ધિની તકો હજુ દૂર છે પણ ધીમે ધીમે નજીક લાવીને લાભ ઉઠાવી શકો. મદદથી કામ થાય. આપના અગત્યના કાર્યો અંગે સંજોગ હજી પ્રતિકૂળ જણાય છતાં ધીરજ રાખી ટકી રહેશો તો મીઠું ફળ મળે, નોકરી-ધંધામાં પ્રચંડ પુરુષાર્થ જરૂરી, ગૃહજીવન-પતિ-પત્ની સંબંધો અંગે સમજદારી-વિવેક બુદ્ધિ લાગણીથી જ પ્રશ્ન હલ કરી શકો, આરોગ્ય સાચવવું, પ્રવાસમાં આનંદ.
કર્ક (ડ.હ.)
અંગત મૂંઝવણો અને કોઈ વ્યગ્રતાને અંકુશમાં રાખવા હકારાત્મક બની ઘ્યેય તરફ જુઓ, નાણાકીય સંજોગો ઉજળા થવા આશા રાખી શકશો, તાત્કાલિક લાભની તક નથી દેખાતી. વ્યવસ્થા કરી શકો, ઑફિસ-સરકારી- કાનૂની બાબતો કે અન્ય કાર્યો ધીમે ધીમે સફળ થાય, મદદ મળતાં રાહત મળે, નોકરી-ધંધામાં પ્રગતિની તક સર્જાય, કૌટુંબિક બાબતો ગૂંચવાઈ હોય તો સાચોે ઉકેલ જડે- શાણા અનુભવીની સલાહથી લાભ, મતભેદો નિવારાય, તબિયત નબળી રહે, પ્રવાસમાં સફળતા.
સિંહ (મ.ટ.)
આપની મનની પરિસ્થિતિ ઘણી ડામાડોળ અને દ્વિધાભરી જણાશે. કોઈ માર્ગ સૂઝે નહીં તેમ લાગે, નાણાભીડનો ઉકેલ મળી આવે ખરો પણ પૈસા હાથમાં ટકે નહીં, આવે તેવા જતા જણાય. કરકસર જ ઉપાય. મહત્ત્વના કામકાજો આડેના વિઘ્નો પાર કરી સફળતા તથા લાભ મેળવી શકો, અપેક્ષા મુજબ નહીં પણ છતાં સારું ફળ આવે, નોેકરીમાં પરિવર્તનની તક, ધંધામાં વિકાસ, પતિ-પત્ની વચ્ચેના મનમુરાદને દૂર કરવા આપે ક્ષમાશીલ રહેવું પડે. સ્વભાવમાં સંયમ જરૂરી, સમજીને ચાલવું, તબિયતમાં સુધારો સૂચવે, પ્રવાસમાં આનંદદાયી.
કન્યા (પ.ઠ.ણ.)
અંગત સમસ્યા- હૃદયનો વિષાદ, અજંપો દૂર થાય, ધર્મધ્યાન કામ લાગે, આવકનો સ્ત્રોત ઊભો થઈ શકે, જૂના લેણાં-દેણાંનું કાર્ય થઈ શકે, સહાય મદદ મેળવી શકો, નોકરી-ધંધા, વેપારના પ્રશ્નો હોય કે ઑફિસ- સરકારી કામકાજે હોય તેમાં સફળતાની તકો વધશે. જીવનસાથીનો સહકાર વધે, સમાધાન અને સમજદારીથી આનંદ સંવાદિતા સર્જી શકશો, સગાં-સંબંધીથી સુમેળ રહે, આરોગ્ય ચિંતા દૂર થાય, પ્રવાસમાં વિલંબિત બને.
તુલા (ર.ત.)
નિરાશાના વાદળો હઠતા જણાય, સમસ્યાઓનું નિરાકરણ મેળવી શકો, આવક-જાવકના પલ્લાઓને સમતોલ રાખવા ખર્ચા ઘટાડવા પડે, ઉઘરાણી વધારજો, નોકરિયાતને કામ વધતું લાગે, કદર ફળ અલ્પ જણાય. ધંધાના લાભની આશા ફળતી જણાય, ગૃહજીવનમાં ગેરસમજો, અશાંતિ સર્જી શકે. ક્ષમાશીલતા કેવળજો, તબિયત સચવાય, પ્રવાસમાં વિલંબ.
વૃશ્ચિક (ન.ય. )
ચિંતા ઉદ્વેગ બેચેની કે અશાંતિમાંથી બહાર આવવા હકારાત્મક વિચારો અને કામકાજોમાં ચિત્ત રાખવા નાણાભીડમાંથી બહાર આવી શકો, યોગ્ય મદદ-ઉપાય ફળદાયી બને, સાહસ ટાળજો, નોકરી-ધંધાની પરિસ્થિતિ ઘણી ગૂંચવાતી લાગે, ધાર્યા લાભ અટકતા હશે તો આગળ જતા સુધારો જણાય, ગૃહજીવનની કામગીરીમાં સફળતા, મિત્ર- પ્રિયજનથી મિલન-મુલાકાતો, તબિયત મિશ્ર, પ્રવાસ સફળ રહે.
ધન (ભ.ફ.ઢ.ધ.)
વહેમ, શંકા, ચિંતા, ભય, દુઃખ, વ્યર્થતાથી મુક્તિ માટે ધર્મનું શરણ લેવું પડે, આવક વૃદ્ધિ માટેના પ્રયત્નો ધીમે ધીમે ફળતા જણાય, ઉઘરાણી આવે, લોન-કરજ વ્યાજની ચિંતાનો હલ મળે, મકાન-વાહનની કામગીરીમાં કોઈ સાનુકૂળ તક આવે, નોકરી-ધંધાના પ્રશ્નો હલ થાય, લાભની તક મળે, દાંપત્યજીવનની સંવાદિતા જાળવજો, પતિ-પત્નીનો સહકાર રહે, કુટુંબીજનોની મદદ મળે, આરોગ્ય જાળવજો, પ્રવાસ સુખદ.
મકર (ખ.જ.)
ચિંતાનો બોજ હળવો બને, અગમ્ય ભય દૂર થાય, આવક-જાવક વચ્ચે સમતોલન રાખવું. વધારાના ખર્ચા અટકાવજો, કામગીરીઓને આગળ વધારી શકશો, નોકરિયાતને સાનુકૂળતા વધે, ધંધા-વ્યવસાયમાં પ્રગતિકાર. ગૃહજીવનમાં પ્રસન્નતા સર્જાય, કુટુંબીજનથી સુખદ પ્રસંગ, આરોગ્ય સુખાકારી રહે, પ્રવાસમાં વિઘ્ન બાદ સફળતા.
કુંભ (ગ.શ.સ.)
સમય, સંજોગો ભલે કઠિન યા નિરાશાજનક લાગે, પરંતુ જો ધીરજ, શાંતિ જાળવશો તો રાહતનો માર્ગ મળે, નાણાકીય લાભની તક સર્જાય, છતાં ખર્ચના પ્રવાહમાં બચત ન થાય, જૂના લેણા મેળવી શકો, મકાન-સંપત્તિ-વાહન અથવા આપના હાથ પરના કામકાજોને સફળતા મળે, નોકરી-ધંધા અંગે સંજોગો સુધરતા જણાય, ગૃહજીવનમાં સંવાદિતા વધે અને સગાં-સ્વજનોની મદદ મળે. આ સમયમાં સારા સંબંધો વધે, તબિયતની ચિંતા દૂર થાય, પ્રવાસમાં પ્રસન્નતા.
મીન (દ.ચ.ઝ.થ.)
આપના મન પરનો બોજો ઉતરે, સંજોગો સુધરતાં ઘણી રાહત મળે, આર્થિક બાબતોની ચિંતા હળવી થાય, કોઇ અગત્નું કામ થાય, આર્થિક પ્રગતિનો માર્ગ ખૂલશે, નોકરી અંગે લાભદાયી તક મળે, ધંધામાં નવા પ્રોજેક્ટનું આયોજન ફળદાયી નીવડે, સંપત્તિ- વાહન ચિંતા દૂર થાય, જીવનસાથીનો સહકાર વધશે, મતભેદ નિવારી શકો, સગાં-સ્નેહીથી સુલેહ થાય, તબિયત સારી રાખવી પડે, પ્રવાસમાં મુશ્કેલી રહે.










