રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આગામી આખુ અઠવાડિયુ કેવુ રહેશે.


મેષ (અ.લ.ઈ.)

ધીમે ધીમે સમય સુધરતો જણાતા આનંદ ઉત્સાહ અનુભવાય. નાણાકીય સંજોગો બગડયા હોય તો સુધારી શકો, ઉઘરાણીની આવક ઊભી થાય, કચેરી- વહીવટી કે અન્ય કાર્યો, નોકરી-વ્યવસાયની બાબતો અંગે ગ્રહો સાનુકૂળ બને, જીવનસાથીનો પ્રેમ સહકાર મળે, કૌટુંબિક સગા-સંબંધીઓથી મિલન, આરોગ્ય સમસ્યા હલ થાય, પ્રવાસ યોજાય.

વૃષભ (બ.વ.ઉ.)

અંગત મૂંઝવણો અને હૃદયવ્યથાનો અનુભવ થતો જણાય, આર્થિક ભીંસ અને અલ્પ આવક સામે અણધાર્યો ખર્ચનો પ્રસંગ આવી શકે, આયોજન રાખવું પડે, હાનીથી બચવું, મહત્ત્વની કામગીરીઓ, યોજના કે નોકરી-ધંધાના પ્રશ્નો ઉકેલાય, દાંપત્યજીવનમાં અશાંતિ, મતભેદ ટાળવા, સગાં-સંબંધી, સ્નેહીથી સમાધાન, તબિયત સાચવી લેજો, મુસાફરીમાં સાનુકૂળતા.

મિથુન (ક.છ.ઘ.)

મનની વ્યથા-મૂંઝવણોમાંથી બહાર આવવા પ્રવૃત્તિશીલ અને ક્ષમાશીલ બનવું પડશે, આવકનો માર્ગ મળી આવે. કોઈ જૂના લેણાં મળે, તકલીફનો ઉકેલ. જાવક પર અંકુશ જરૂરી માનજો, કામકાજોને આગળ ધપાવીને ઘણી ગૂંચવણો ઉકેલીને સફળતા પ્રાપ્ત કરી શકશો, નોકરી-ધંધાની સ્થિતિ સુધરતી જજણાય, ગૃહજીવનમાં સંવાદિતા મનમેળ સર્જાય, ધાર્મિક-માંગલિક શુભ કાર્ય અંગે સાનુકૂળતા, સ્વજનથી સહકાર, આરોગ્ય ચિંતા દૂર થાય, પ્રવાસ મજાનો.

કર્ક (ડ.હ.)

અશાંતિ અને ચિંતાના વાદળો ધીમે ધીમે વિખરાઈને આશા સર્જે, નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થાય, કરજ-લોન અંગે પણ રાહત મળે, વ્યય અટકાવજો, વિશ્વાસઘાતથી સાવધાન, મહત્ત્વની કાર્ય રચના- સરકારી ખાનગી ઑફિસના કામકાજમાં પ્રગતિ-મદદ મળે, નોકરી અંગેનું તાણ ઘટે, વ્યવસાયમાં સફળતા. કૌટુંબિક જીવન અંગે સમય સાર્થક ફળદાયી, મંગલકારી બને, આરોગ્ય સચવાય, પ્રવાસ વિલંબથી સફળ.

સિંહ (મ.ટ.)

મનની મૂંઝવણો હળવી થાય, કોઈ હકારાત્મક સંજોગો રાહત અપાવે, આર્થિક પરિસ્થિતિ ધીમે ધીમે સુવ્યવસ્થિત કરી શકશો, લેણદેણના કામો હલ થાય, ખોટા ખર્ચ-વ્યય અટકાવવા પડે, કાર્ય સફળતા આડે થોડા ઘણાં વિઘ્ન આવે તેથી વિલંબ વધતો લાગે, નોકરિયાતને અગત્યનું કામ થાય, વેપાર-ધંધા અંગે સંજોગ બદલાશે, સામાજિક, સાંસારિક કાર્ય અંગે શુભ ફળ, મિત્ર-સ્વજનથી સહકાર રહે, આરોગ્ય ચિંતા દૂર થાય, પ્રવાસ પ્રસન્ન રહે.

કન્યા (પ.ઠ.ણ.)

આનંદ અને ઉત્સાહ પ્રેરક સંજોગો સર્જાતા દેખાય, આધ્યાત્મિક માર્ગ લેવો, નાણાભીડ હશે તો કોઈ આવકની શક્યતા રાહત અપાવશે, જૂના લેણા મેળવી શકશો, ખર્ચ અટકાવજો, કામગીરી સફળ બને, નોકરીયાતની સમસ્યાનો કોઈ હલ મળે-વેપાર-ધંધા અંગે વિઘ્ન દૂર થાય, ગૃહજીવન અને કુટુંબના કામકાજ, સમસ્યા- ઉકેલાય, મિત્ર મદદરૂપ રહે. તબિયત સચવાય, પ્રવાસ અંગે સામાન્ય સંજોગ.

તુલા (ર.ત.)

આપના મનની શક્તિ વધારવા અને ટેન્શનમાંથી મુક્તિ માટે આપ મેડિટેશન-ધ્યાન અજમાવી જોજો, લાભદાયી તક અને આવક વધારવાના સંજોગોનો ઉપયોગ ધીરજ અને ગણતરીપૂર્વક કરવો જરૂ.રી માનજો, ખોટા સાહસ ન કરવા, મકાન-મિલકતના કાર્યો અંગે સાનુકૂળ તક મળે, વાહનનું કામ થાય, નોકરીમાં તણાવ હોય તો દૂર થાય, ધંધામાં પ્રગતિનો માર્ગ ખૂલે, કુટુંબના પ્રશ્નો હલ થાય, સગાં સ્વજનની મદદ મળે, મિત્રનો સહકાર, જીવનસાથીનો સંબંધ સંવાદિત, આરોગ્ય સાચવજો, પ્રવાસમાં આનંદ.

વૃશ્ચિક (ન.ય. )

આત્મબળ વધારીને ઘણું ટેન્શન હળવું થશે, આશાસ્પદ સંજોગ નાણાકીય પ્રતિકૂળતા અને કટોકટી, મુશ્કેલીના સંજોગો સુધરતા જોવાય, આર્થિક કામકાજોમાં ધીમી પ્રગતિ, સંપત્તિ- મકાન બાબત આપના પ્રયત્નો ફળે, વાહનની તકલીફ દૂર થાય, સુખદ અનુભવ, નોકરીમાં સાનુકૂળ તક મળે, વેપાર-ધંધામાં વૃદ્ધિનો યોગ, દાંપત્યજીવનમાં સુખાકારી પ્રસન્નતા સર્જી શકો, કૌટુંબિક કાર્ય અંગે સંજોગો સાનુકૂળ, આરોગ્ય સાચવવું, પ્રવાસ મજાનો બને.

ધન (ભ.ફ.ઢ.ધ.)

વેદના વ્યથાના કડવા ઘૂંટડા હવે ગળવા ન પડે તેવી સ્થિતિ સર્જાતી જોવા મળે, આવક અને જાવકના બંને પલ્લાને સમતોલ રાખીને યોગ્ય વ્યવસ્થા- ગણતરી દ્વારા સમસ્યા ઉકેલાય, મકાન વાહન કે અન્ય ઑફિસ કચેરીના કાર્યો, અન્ય ધંધાની બાબતો નોકરીમાં ઇન્ટરવ્યૂ કે રજૂઆત માટે સાનુકૂળતા. પતિ-પત્ની સાથેની સંવાદિતા સર્જવા પરસ્પરમાં રસ-રુચિ વધારવા પડે, સ્વજનોથી વિવાદગ ટાળજો, સંતાન સમસ્યા જણાય, આરોગ્ય સાચવી શકો, પ્રવાસ ફળદાયી.

મકર (ખ.જ.)

અકારણ ટેન્શનનો પ્રસંગ સર્જાય ત્યારે અન્ય માર્ગ દ્વારા તણાવ હળવો કરી શકો, આર્થિક સ્થિતિને મજબૂત રાખવી મુશ્કેલ, લોન-કરજનો આશરો લેવો પડે, ખર્ચા અટકાવજો, મકાન-નોકરી-ધંધાના અગત્યના કાર્યોને આગળ વધારી લાભનું આયોજન કરી શકો, પત્ની-પતિ સંવાદિતા પ્રસન્નતા સર્જાય, કૌટુંબિક કામ પ્રસંગ થાય, આરોગ્ય સુધરશે, પ્રવાસ સાનુકૂળ રહે.

કુંભ (ગ.શ.સ.)

આપની મનની મૂંઝવણો અને અશાંતિના સંજોગો બદલાશે અને આશાવાદી બને, આર્થિક સમસ્યાઓ કામકાજો, ઉઘરાણી કાર્યો અંગે સહાયતા મળે, નોકરીમાં સાવધાની રાખવી, કાર્ય બોજ જણાય, ધંધા-વ્યવસાયમાં લાભ-ઉન્નતિના સંજોગો આવશે, કૌટુંબિક સગાં-સ્વજન બાબતો અંગે સમય સંજોગો શુભ બનશે અને સફળતા સૂચવે છે. આરોગ્ય કાળજી લેવી, પ્રવાસ વિલંબિત બને.

મીન (દ.ચ.ઝ.થ.)

માનસિક સંવાદિતા- સમતોલન જણાય, અંગત મૂંઝવણનો હલ મળતાં શાંતિ, નાણાકીય બાબતો, આવક- ઉઘરાણી, લોન-હપ્તા અંગેનું ટેન્શન દૂર થાય, નવી તક મળે અને રાહત વધે, નોકરિયાતને સંજોગો ધીમે ધીમે સારા થતાં લાગે, બદલી-પરિવર્તનની તક સર્જાય, ધંધા-વ્યવસાયના ક્ષેત્રે લાભ વધે, પતિ-પત્ની સગાં-સ્વજનની બાબતો અંગે સમસ્યાઓનો હલ મળે, સુખદ પરિણા મળે, આરોગ્ય ચિંતા દૂર થાય, પ્રવાસમાં સફળતા રહે.


  • Follow us on: