રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આગામી આખુ અઠવાડિયુ કેવુ રહેશે.


મેષ (અ.લ.ઈ.)

આપના કાલ્પનિક ભય અને વહેમને દૂર રાખશો તો ઘણી રાહત અનુભવી શકશો, આવક સામે ખર્ચા ઘટાડજો અને ખોટા સાહસથી મૂડીરોકાણથી બચજો, નાણાકીય બાબતનો ભાર અનુભવાય, કામકાજોને સફળ બનાવી શકો, નવા અનુકૂળ સંજોગો વિકાસ કરાવે, નોકરી અંગેની આપની અપેક્ષા ફળશે, ધંધા-વ્યવસાયમાં કોઈ પ્રગતિનો યોગ, ગૃહજીવન સગા સ્નેહી અંગે આ સમયમાં મદદ લાગણી- હૂંફ પ્રાપ્ત થાય, મિત્ર સાથે મનમેળ, તબિયત સુધરશે, પ્રવાસમાં સફળતા.

વૃષભ (બ.વ.ઉ.)

આપની મૂંઝવતી સમસ્યાઓના હલ માટે સંજોગો અનુકૂળ બનશે. નાણાભીડનો ઉકેલ દેખાય, કામ અટકે નહીં, છતાં બહુ લાભ મળવો મુશ્કેલ જણાય, અગત્યની કામગીરી-સરકારી અને ખાનગી બાબતો માટે સમય સુધરે, ધીમે ધીમે સફળતા નોકરી યા વેપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે કોઈ આશાસ્પદ તક આવી મળે, કૌટુંબિક કાર્યો અંગે સાનુકૂળતા, માંગલિક સુખદ શુભ કાર્ય અંગે મદદ, મિત્ર સ્નેહી સ્વજનથી સંવાદિતા, આરોગ્ય નરમ-ગરમ પ્રવાસ અંગે સાવધ રહેવું.

મિથુન (ક.છ.ઘ.)

મૂંઝવણોમાંથી બહાર આવવાનું કઠિન લાગે, પણ આખરે પ્રયત્નો સાર્થક બનતાં રાહત, આર્થિક સંજોગો ધાર્યા પ્રમાણે જણાશે નહીં, હજી આવક સામે જાવકના પ્રવાહ વધે, ઉઘરાણા- ચુકવણા માટે તણાવ. મકાન-વાહનની કામગીરી હોય કે જમીન જાગીર સમય હજુ પાધરો જણાય નહીં. ધીરજના ફળ મીઠાં સમજવા, નોકરીમાં બોજો, ધંધા-વેપારમાં મહેનત વધુ લાભ ઓછો જણાય, સામાજિક-સગાં સ્નેહી વર્ગ કે સંતાન-ભ્રાતૃવર્ગ અંગે આપને શાંતિ કરતાં અશાંતિ વધુ જણાશે, આરોગ્ય જાળવજો, પ્રવાસમાં વિલંબ.

કર્ક (ડ.હ.)

આપના અંતરના ઉચાટ કે વિષાદને દૂર કરવા અન્ય શોખની પ્રવૃત્તિ વધારજો, આવક-જાવકમાં બે પલ્લાને સમતોલ રાખવા મુશ્કેલ જણાય, એક સાંધતા તેર તૂટે જેવી સ્થિતિ દેખાય, લેણદારો કે હપ્તા-વ્યાજનું ટેન્શન રહેતું જણાય, કાર્ય સફળતા મેળવવાના પ્રયત્નો વધારજો, ધ્યાન મહેનત- ધીરજ બાદ કોઈ કામ થવાની આશા રહે, નોેકરિયાતને હજી શાંતિ રાખવી પડે, ધંધા-વેપારની બાબતોમાં જેમનું તેમ લાગે, આપના દાંપત્યજીવનમાં વાદવિવાદ કે ગેરસમજ ના થવા દેશો. મિત્ર સ્વજનો અંગે સમય સામાન્ય તબિયત ચિંતા કરે, પ્રવાસમાં અંતરાય.

સિંહ (મ.ટ.)

આપનું મન શાંત રાખવાના આપના વ્યવહારિક ઉપાયો કારગત નીવડે, નાણાકીય પરિસ્થિતિ બગડી હશે તો સુધરતી જણાય, કોઈ લાભની તક મળે, મદદ ઉપયોગી બને, આપના હાથ પરના કામકાજોને સાકાર કરવા વધુ પ્રયત્નો જરૂરી બને, વિલંબ વિઘ્ન બાદ સફળતા, નોકરી-ધંધા વગેરે બાબતો માટે સાનુકૂળ કે કુટુંબીજનો, સગા-સ્વજનની મદદ ઉપયોગી રહે, જીવનસાથીથી મનમેળ રાખજો, વિવાદ ટાળજો, તબિયત નરમ જણાય, પ્રવાસમાં વિલંબ.

કન્યા (પ.ઠ.ણ.)

આપનું મનોબળ આત્મવિશ્વાસ વધારીને તણાવમુક્તિ મેળવી શકો, લાભની આશા ઠગારી નીવડતી જણાય, મહેનત વધુ આવક ઓછી લાગે, ખર્ચ વ્યયથી સંભાળવું, નોકરી-ધંધાના કાર્યોમાં પ્રગતિ થાય, જમીન-મકાન વાહન અથવા અન્ય કચેરીની કામગીરી ફળદાયી, દાંપત્યજીવનમાં પરસ્પર વચ્ચે સુમેળ અને સમાધાન રાખી શકો, મિત્ર, સ્વજનની સહાયતા મળે, આરોગ્ય સુધરે, પ્રવાસ મજાનો બને.

તુલા (ર.ત.)

અંગત માનસિક લાગણીજન્ય અજંપો જણાશે. આર્થિક પ્રશ્નોનો હલ મેળવવા વધુ પ્રયત્નો જરૂરી સમજવા, ખર્ચ-વ્યય માટે ધ્યાન રાખવું. જમીન-મિલકત વાહન કે નોકરી ધંધાની કામગીરીઓ અંગે સામાન્ય વિઘ્ન વિલંબ જણાશે, આખરે કોઈ સાનુકૂળ ફળ મળે, ગૃહજીવનમાં શાંતિ સંવાદિતા જાળવવા સમાધાન જરૂરી માનજો, આરોગ્ય સુધરે, પ્રવાસ સફળ.

વૃશ્ચિક (ન.ય. )

માનસિક પરિસ્થિતિ અસ્થિર ન બને, તે જોજો ખોટા વિચાર ત્યાગજો, આર્થિક બાબતોનો હલ મેળવી શકશો, કોઈ નવીન લાભની તક શોધી શકશો, જમીન-મકાન વાહન અંગે આપના પ્રશ્નો હજી અણ ઉકેલ્યા જણાય, નોકરી ધંધામાં તણાવ વધે, ગૃહજીવન, કુટુંબીજનો અંગે સાનુકૂળ સંજોગોનો ઉપયોગ કરવો, તબિયત મિશ્રા જણાય, પ્રવાસમાં ગાફેલ ન રહેવું.

ધન (ભ.ફ.ઢ.ધ.)

આપની આશા અરમાનોને સાકાર કરવા માટે વિધાયક રહી ચાલશો તો જરૂર ઈચ્છા પૂર્તિ થાય, અવરોધની ચિંતા દૂર થાય. આવક વધારવા માટે કેટલીક નવીન તક યોજના કે માર્ગ મળતો દેખાય, જે લાંબા ગાળે સફળ બને, ખર્ચ વ્યય, કાર્ય સફળતા-નોકરી અંગેની ચિંતા વ્યવસાયિક લાભ અને અન્ય કોઈ કામકાજ માટે સંજોગો સુધરતા દેખાય, ગૃહજીવનમાં મનદુઃખ નીવારી શકો, પત્ની-પતિમાં રસ લાગણી રાખવાથી આનંદ, પ્રિયજનની મદદ, મિલન થાય, આરોગ્ય સાચવી શકો, પ્રવાસ અનુકૂળ રહે.

મકર (ખ.જ.)

આપના માર્ગ આડેના અવરોધો અને કેટલીક મુશ્કેલીઓ ધીમે ધીમે ઓછા યા હળવા થતા જણાશે, આર્થિક સંજોગો હજી નકારાત્મક લાગે, પણ જો સમતોલન અને ધીરજ ધરીને ચાલશો તો સુધારાની આશા વધે, ધંધામાં પ્રગતિ ધીમી લાગે, નોકરિયાતને કાર્ય બોજો વધતો લાગે, અન્ય કામગીરી સફળ થાય, વાહન-મકાન બાબત સુખાકારી કૌટુંબિક ક્ષેત્રે ગેરસમજો ટાળવી પડે, લાગણી દુભાય નહીં તે જોવું પ્રિયજનથી સંવાદિતા, તબિયત સારી રાખી શકો. પ્રવાસ ફળદાયી.

કુંભ (ગ.શ.સ.)

મનની મુરાદ અધૂરી રહેતાં અને ધાર્યા સંજોગો ન થતાં નિરાશા જન્મે. આવકનો માર્ગ મેળવવાના પ્રયત્નો ફળશે, ધીરજનું મીઠું ફળ મળે, જાવક અટકાવજો, હાનીથી બચજો, આપની અગત્યની કામગીરી કે યોજના માટે સમય સુધરે અને સારી તક મળે, નોકરી ધંધાનો વિકાસની પણ તક ઊભી થાય, ગૃહજીવન-કૌટુંબિક કાર્ય સગાં-સ્વજન બાબતની ચિંતા દૂર થાય, આનંદ મંગલ કાર્ય થઈ શકે, તબિયત સુધરે, પ્રવાસ મજાનો બને.

મીન (દ.ચ.ઝ.થ.)

સંજોગો અને પરિસ્થિતિ બદલાતી જણાય. તણાવ હળવું બને, નાણાભીડનો ઉકેલ કે લાભનો માર્ગ, તક આવી મળે, મહત્ત્વની વ્યક્તિ ઉપયોગી થાય, ધાર્યા કામમાં અવરોધ અને ધીમો વિકાસ થાય, નોકરીમાં તણાવ બાદ રાહત-ધંધાકીય વિકાસ અંગે મહેનત વધે, દાંપત્યજીવનમાં પ્રસન્નતા, સગાં-સંબંધી સ્વજનથી ચિંતા દૂર થાય, તબિયત સચવાય, પ્રવાસ સફળ બને.


  • Follow us on: