રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આગામી આખુ અઠવાડિયુ કેવુ રહેશે.

મેષ (અ.લ.ઈ.)

નકારાત્મક વિચારો દૂર થતાં રાહત મળે, આશાવાદી સંજોગો નવી ઊર્જા પૂરશે. આપની આર્થિક બાબતો ગૂંચવાય નહીં તે જોજો. નવી આવકની દિશા ખૂલતી લાગે, જવાબદારીનો બોજ હળવો થાય. આપના જમીન-મકાન, વાહન અંગેના કાર્યો, કોલ કરારો અને નવી યોજનામાં સમય પ્રગતિજનક બને. નોેકરીમાં અશાંતિ, ધંધામાં લાભ ધીમો જણાય, કૌટુંબિક બાબતો સુધરે, સારા કામ બને, શુભ મંગલ સંજોગ, સગાં-સ્નેહીથી મિલન, આપની તબિયત સચવાય, પ્રવાસમાં વિલંબ.

વૃષભ (બ.વ.ઉ.)

આપની મનની મૂંઝવણ હોય કે કોઈ ચિંતા વ્યથા- સમય રાહત સૂચક છે. આવક વધારવા સામે ખર્ચા અટકાવવા પડે, સમસ્યાનો ઉકેલ ધીમો મળશે, ખોટા ખર્ચા ટાળજો, ઉઘરાી મળે, આ સમયમાં નવીન કામગીરી આગળ વધી શકશે, વાહન-સંપત્તિના કાર્ય થાય, નોકરીમાં રાહત, ધંધામાં પ્રગતિ. આ સમયમાં ગૃહજીવનના કાર્યો ગૂંચવણો અને સમસ્યાનું નિવારણ થાય, વ્યથા દૂર થાય, સ્વજન ઉપયોગી બને, તબિયત સાચવવી, પ્રવાસમાં મુશ્કેલી રહે.

મિથુન (ક.છ.ઘ.)

આપના કેટલાક નકારાત્મક કે નિરાશાવાદી વિચારો પર કાબુ રાખશો તો તણાવમુક્ત બનશો. આવક વધારવાની આપની ઉતાવળ ચાલશે નહીં તેથી સમજી વિચારી-ગણતરીપૂર્વક કામ ગોઠવીને સ્થિતિને ટકાવી શકશો, અગત્યની કામગીરીઓ, હાથ પરના કામ-કચેરી બાબતો કે અગત્યની વાતચીતો મંત્રણા અંગે સમય સુધરતો જણાય, નોકરિયાતને યથાવત્, ધંધા-વેપારમાં કોઈ સારા સમાચાર, દાંપત્યજીવનમાં ચકમક ન ઝરે તે જોવું, મિત્ર, સ્વજનો કરતાં પત્ની પર વધુ ધ્યાન આપવું, આરોગ્ય સાચવજો, પ્રવાસમાં સાવધાની વર્તવી.

કર્ક (ડ.હ.)

આપના મન પરની ચિંતાઓ કે અશાંતિને હળવી બનાવવા આપે ધ્યાન ભક્તિમાં પરોવવું, આર્થિક પ્રશ્નોથી ઘેરાયેલા હો તો તેને સમતોલ રાખવા ખર્ચા અટકાવજો, ખોટા સાહસ ન કરવા. બચત પર ધ્યાન આપજો, કાર્ય સફળતાના સંજોગોનો લાભ મળે, સંપત્તિ-વાહન- મકાન બાબતની આપની સમસ્યાનો હલ મળે, નોકરી કે ધંધાની ચિંતા હળવી બને, ગૃહજીવનમાં સુખ-શાંતિ- પ્રસન્નતા સર્જવા પરસ્પરની લાગણી અને વિચારોને સમજવાનું રાખજો. સગાં સ્વજનો અંગે ગેરસમજો દૂર થાય, આરોગ્યની કાળજી લેવી, પ્રવાસમાં સફળતા.

સિંહ (મ.ટ.)

વેદના-વ્યથાના કડવા ઘૂંટ હવે ગળવા નહીં પડે, અને કોઈ આનંદ આશાના સંકેતો જણાય, નાણાકીય કામગીરીમાં સફળતા મળે, મદદ યા અન્ય રીતે આવક વૃદ્ધિ થાય, અલબત ધાર્યો લાભ મળે નહીં, સંપત્તિ- યા મકાન અંગે સમય કઠીન હોવા છતાં થોડી પ્રગતિ થાય, અગત્યના કામો માટે પણ સમય સુધરશે, નોકરી અંગે પ્રગતિ જણાય, ધંધામાં ધીમો સુધારો, કૌટુંબિક દાંપત્યજીવનની બાબતોનો હલ મળે, સગાં સ્વજનથી મિલન થાય, આરોગ્ય સુધરે, પ્રવાસમાં પ્રસન્નતા.

કન્યા (પ.ઠ.ણ.)

પરેશાની હોય કે તણાવ સમય રાહત આપનાર થતો જોવાશે. નાણાકીય સંજોગો પણ ધીમે ધીમે બદલાશે, અને લાભ-આવકની અપેક્ષા વધશે, મહેનત ફળશે. અગત્યના કામકાજો, સરકારી ખાનગી કચેરીની કામગીરી, નોકરી-વ્યવસાય અંગેની સમસ્યાઓને સૂલઝાવવા સંજોગો મદદરૂપ બને, દાંપત્યજીવનમાં સુમેળ રાખજો, ખોટી દલીલો, અને ટીકા .ટિપ્પણી ન કરવી, સગાં-સ્નેહીથી વિવાદ ન કરવો, આરોગ્ય સાચવવું, પ્રવાસમાં વિલંબ.

તુલા (ર.ત.)

માનસિક સવસ્થતા, સ્થિરતા સંયમ જાળવીને શાંતિ પામી શકશો, નાણાકીય કામકાજો અંગે કટેલાક અવરોધ લાગે, વિલંબથી લાભ, ખર્ચ પર કાબુ રાખવો જરૂરી બને, ઉઘરાણી પર ધ્યાન આપજો મકાન-વાહન કે અન્ય કાર્યો બાબત આ સમય વધુ પ્રયત્નો માગી લેશે, અને આખરી સારી તક મળે, નોકરીમાં યથાવત્ સંજોગ લાગે, ધંધામાં ધીમી પ્રગતિ દેખાય, દામ્પત્ય સુખ માટે લાગણી અને સહકાર ઉપયોગી બને, સાંસારિક અને પારિવારિક બાબતો અંગે સાનુકૂળતા, આરોગ્ય સાચવજો, પ્રવાસમાં પ્રગતિ.

વૃશ્ચિક (ન.ય.)

અંતઃકરણમાં ખેદ-બેચેની અને વ્યથાનો અનુભવ થતા જણાય, આવક માટેના કોઈ નવા માર્ગ કે સાધન ઊભા કરવામાં કોઈ મદદ મળે, લેણ-દેણ, આવક-જાવક પર નજર રાખજો, નોકરી અંગેની કોઈ કામગીરી હોય કે વેપાર-ધંધાની બાબત આ સમયમાં મહેનત ફળતી લાગે, મકાન-વાહન કાર્ય માટે સાનુકૂળતા, ગૃહજીવનમાં સંવાદિતા, મનમેળ સાધી શકશો, સહકાર-ઉપયોગી બને, સંતાન-સ્નેહી અંગે ચિંતા જણાય, તબિયત અંગે સાવધ રહેવું, પ્રવાસમાં પ્રતિકૂળતા જણાય.

ધન (ભ.ફ.ઢ.ધ.)

આપની અંગત મૂંઝવણો અને ચિંતાને હળવી કરવા માટે આપે યોગ-આધ્યાત્મિકનો ઉપયોગ કરવો ઉત્તમ, નાણાભીડ અને આવક અંગે આપના પ્રશ્નનો યોગ્ય ઉકેલ મેળવી શકશો, ઉઘરાણી પર ધ્યાન આપજો, આ સમયમાં હાથ ધરેલા કાર્યોને આગળ વધારીને યોગ્ય લાભનો માર્ગ ઉભો થાય, જમીન-મકાન અંગે સાનુકૂળ તક, ગૃહજીવનમાં મતભેદો-ગેરસમજો સર્જાઈ શકે, દલીલથી દૂર રહેવું અને સમજાવવાની જિદ્દ રાખવી નહીં. આરોગ્યની ચિંતા જણાય, પ્રવાસમાં સાનુકૂળતા.

મકર (ખ.જ.)

આપના મનની અકળામણ યા ઉશ્કેરાટને કાબુમાં રાખજો, જિદ્દ છોડવી. સંયમ સમતોલ જરૂરી, આર્થિક બાબતો અંગે સાનુકૂળતા વધે, કોઈ લાભ યા આવકનો માર્ગ મળે, લેણ યા દેણી રકમોનો ઉકેલ મળે, નોકરી અંગે આપના કાર્યોમાં પ્રગતિ જણાય, ધંધા વ્યવસાય માટે પણ સાનુકૂળ સંજોગો ઊભા થાય, કૌટુંબિક કાર્યો પ્રસંગો અંગે શુભ, ધર્મ ધ્યાન દાનપુણ્યના કામથી આનંદ, સ્વજન, પ્રિયજન અંગે સુખદ પ્રસંગ, આરોગ્ય મિશ્રા રહે, પ્રવાસમાં વિઘ્ન જણાય.

કુંભ (ગ.શ.સ.)

પ્રતિકૂળ સંજોગો કે પ્રસંગના કારણે કોઈ તાણ અનુભવવું પડી શકે, નાણાભીડ વધે નહીં તે માટે ખોટા ખર્ચ, ખરીદી અંગે શોખ પર કાબુ રાખજો, નોકરીમાં વ્યવસ્થિત નિયમિત બનશો નહીં તો લાભ પ્રગતિ અટકતી લાગે, ધંધા-વ્યવસાય અંગે ઉતાવળા નિર્ણયો ટાળજો અને સમજી ગણતરીપૂર્વક કામ કરવાથી લાભ ઊભા થઈ શકે, સાંસારિક કે કૌટુંબિક બાબતોનો ભાર અને કામગીરીઓ વધશે તે સફળ બને, આરોગ્ય સુધરવાનો યોગ બને છે. પ્રવાસમાં ચિંતા જણાય.

મીન (દ.ચ.ઝ.થ.)

અજંપિત મન અને ચિંતા ભર્યા વિચારો સામે ધ્યાન-યોગનો માર્ગ ઘણો મહત્ત્વનો નિવડશે, આર્થિક બાબતોની ગૂંચવણો ઉકેલી શકશો, નવા માર્ગ ઉપાય શોધી શકશો, અણધારી મદદના કારણે કામ બને, નોકરી માટે સમય વધુ મહેનત અલ્પ લાભનો જણાશે છતાં હિંમત રાખીને સમય પસાર કરવો. ધંધા-વ્યવસાયના ક્ષેત્રે ઘણાં ખોટા પ્રલોભનો કે લાલચ રોકીને રહેજો તો નુકસાનથી બચી જશો, તબિયત અંગે વિશેષ કાળજી લેવી જરૂરી, પ્રવાસ- પર્યટન અંગે વિઘ્ન બાદ સફળતા.