રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આગામી આખુ અઠવાડિયુ કેવુ રહેશે.
મેષ (અ.લ.ઈ.)
શાંતિ અને ચિંતામુક્તિ પામવા માટે કેવળને કેવળ સારા વિચારો રાખો. આવક વધારવા માટે હજુ આપને ઘણી મહેનત કરવી પડે અને ધીરજ ધરવી પડશે. ખર્ચા અટકાવજો. કાર્ય સફળતા મળતી જણાય અને જૂના અટવાયેલા કામ પણ ઉકેલાતા જણાશે. નોકરીમાં ટેન્શન દૂર થાય, ધંધામાં આગળ વધવાના માર્ગ પર ચાલવું પડે, કૌટુંબિક સમસ્યાઓનો હલ મળતો જણાય. પતિ-પત્ની વચ્ચે સામાન્ય ચકમકનો પ્રસંગ સામાજિક કાર્ય થાય, તંદુરસ્તી સચવાય. પ્રવાસ સફળ બને.
વૃષભ (બ.વ.ઉ.)
ઇદ્વેગ અને અજંપાની લાગણીનો અનુભવ થતો જણાય, ધર્મ,ધ્યાન વધારજો, આર્થિક પ્રશ્નોથી ઘેરાતા જણાશો, સમતોલ રહી ગણતરીપૂર્વક ચાલીને વધુ બગડતી અટકાવશો. કોઈ મદદ કે આવકની તક સર્જાય, આપના મકાન-મિલકત અંગેની કામગીરીની મૂંઝવણોમાંથી બહાર અવાય. નોકરીની ચિંતા હળવી બને, વ્યવસાય-ધંધામાં પ્રગતિ થાય, ગૃહજીવનમાં પ્રસન્નતા સર્જી શકો, પરસ્પરની લાગણી અને હેતુને સમજી ચાલવાથી વધુ આનંદ, આરોગ્ય સુખાકારી જળવાય, પ્રવાસમાં વિલંબથી સફળતા.
મિથુન (ક.છ.ઘ.)
આપના તણાવ અને ક્રોધને કાબુમાં રાખવા યોગ્ય માર્ગ સહાયક રહે, આવક જાવકના બંને પલ્લાને સમતોલ રાખવા મુશ્કેલ જણાય, ધાર્યા લાભ દૂર જતા લાગે, ઉધાર-કરજ-લોન અંગે કોઈ મદદ મેળવી શકો, અગત્યના કાર્યોને આગળ ધપાવી શકો. મકાન-વાહન યા અન્ય કાર્યો માટે સમય સાનુકૂળ બનતોે જણાશે, આવનાર તક ફળે, નોકરી અંગે કોઈ કામ થતું જણાય, ધંધો ફળતો લાગે, જીવનસાથીનો સહકાર વધે અને સમજદારીથી કામ લેવાથી શાંતિ વધે, સગાં-સંબંધથી મનદુઃખ દૂર થાય, તબિયતમાં રાહત મળે, પ્રવાસમાં વિલંબ જણાય.
કર્ક (ડ.હ.)
અંગત ચિંતા-ભય અને અજંપાની લાગણીનો અનુભવ થાય. નાણાભીડનો કોઈ ઉકેલ યા આવક માટેનો કોઈ હલ દેખાશે. ધીરજ અને પ્રયત્નો કામ લાગશે, મકાન-વાહન યા અન્ય કામગીરીઓ અંગે સમય મદદરૂપ બને અને સંજોગ સુધરે, નોકરી અંગે કોઈ મદદની આશા ફળે, ધંધા-વેપાર અંગે લાભની તક મળે, દાંપત્યજીવન-કુટુંબી અંગે આ સમય મતભેદ ગેરસમજ નિવારવાનો સમજવો, આરોગ્ય જળવાશે. પ્રવાસમાં આનંદ જણાય.
સિંહ (મ.ટ.)
મનનો ઉચાટ કે ચિંતાનો ભાર હળવો થાય, આશા ફળશે, નાણાભીડ કે આવકમાં ઘટાડો છતાં અગત્યના કામ અટકશે નહીં, તેવી તક છે, ગણતરી આયોજન કરવા કાર્ય સફળતા અંગે આપના ઇરાદાઓ, મક્કમ હશે તો કામ્યાબી મળે, નોકરી અંગેની ચિંતા હટે. ધંધાકીય લાભ, સાંસાંરિક- કૌટુંબિક બાબતોની ગૂંચવણો કે પ્રશ્નો હલ થાય, જીવનસાથીને સમજીને રહેવું, આરોગ્ય બગડયું હોય તો સુધરે, પ્રવાસમાં વિઘ્ન બાદ સાનુકૂળતા.
કન્યા (પ.ઠ.ણ.)
આપની ચિંતા કે ભય શંકાનું નિવારણ આવતાં રાહત મળે, આવક કરતાં જાવક વધવા ન દેવી, ખર્ચા, વ્યય અટકાવજો, ઉછીના ન લેવા, હાથ ધરેલા કામકાજાને આગળ ધપાવી શકો, નવી કામગીરીમાં ફતેહ, નોકરીમાં આશા જણાય, ધંધાકીય પ્રગતિની તક આવે, ગૃહજીવન-ભાઇબહેન કે વડીલ વર્ગ અંગેના પ્રશ્નો કાર્યોમાં આપના પ્રયત્નો સફળ બને, તબિયત સુધરે, પ્રવાસ મજાનો.
તુલા (ર.ત.)
મનોરથ પૂર્ણ થવામાં થતો વિલંબ ઉત્પાત ઉદ્વેગ રખાવે. પણ ધીરજના ફળ મીઠા સમજીને શાંતિ મળે, આર્થિક કામગીરી અને જરૂરી નાણાંની વ્યવસ્થાઓે કે લોન-કરજના કામમાં પ્રગતિ જણાય, કોઈ ખર્ચનો પ્રસંગ આવે, નોકરિયાત વર્ગને નવી જવાબદારી કે બોજો- બદલી યા સ્થાન ફેર આવી શકે, ધંધા-વ્યવસાયમાં પ્રગતિ, લાભની તક આવતી જણાય, ગૃહજીવનમાં શાંતિ જાળવજો, સ્વજન-મિત્ર અંગે પણ મનદુઃખ જણાય, આરોગ્ય વધુ કાળજી માગી લેશે, પ્રવાસમાં અંતરાય દૂર થશે.
વૃશ્ચિક (ન.ય.)
પોતાના ઉતાવળા, નિર્ણયો અને ખોટા પગલાં ચક્રવ્યૂહમાં ફસાવી શકે. માટે સંયમથી વર્તવું. નાણાકીય વ્યવહારોમાં ગાફેલ ન રહેવું, વિશ્વાસઘાત કે છેતરાવવું ન પડે તે જોજો, નોેકરિયાત વર્ગને ઉપરી કે વગદારની મદદ લાભકારક બને. ધંધા-વ્યવસાયમાં સંજોગો સુધરતા જણાય કે જે લાભ કરાવે. પતિ-પત્ની કે કૌટુંબિક સંબંધો વણસે નહીં તે માટે ઘણી બાંધછોડ- જતું કરવું પડે, આરોગ્યની કાળજી ફળે, પ્રવાસ મજાનો રહે.
ધન (ભ.ધ.ફ.ઢ.)
કોઈ ન સમજાય તેવી વિષાદની લાગણી અનુભવવી પડે. દ્વિધાઉદ્વેગ રહે, નાણાભીડ અને સંકળામણના કારણે કોઈ કામ અટકતું લાગે યા વિલંબમાં પડે, ધારી ઉઘરાણી મળવામાં મુશ્કેલી જણાય, આપના સંપત્તિ યા અન્ય વાહન મકાન નોકરી કે ધંધાના કામકાજોને આગળ ધપાવી શકશો. સફળતાના વિલંબથી મળે, સામાજિક કાર્ય પ્રવૃત્તિ અંગે સાનુકૂળતા, ગૃહજીવનમાં આપના પ્રશ્નો અણઉકેલ્યા જણાતા હજી નિરાશા અનુભવાય, અન્ય કામકાજમાં ધીમી સફળતા મળે, તબિયત નરમ બને, પ્રવાસમાં વિફળ જણાય.
મકર (ખ.જ.)
આપની તણાવ અને હતાશામાંથી બહાર આવી શકશો મન હળવું બને, આર્થિક કામકાજો- સમસ્યા- પ્રશ્નો અંગે કોઈની મદદ - સલાહ ફળદાયી બને, ઉઘરાણી-ચુકવણી અંગે અર્ધ સફળતા, હાથ પરના કામ પ્રસંગો અને નોકરી અંગેની બાબતો હલ થાય, વેપાર-ધંધામાં લાભની આશા વધે, ગૃહજીવનમાં શાંતિ સંયમ રાખવા ગેરસમજો ટાળજો, મિત્રની મદદ, આરોગ્ય સુધરે, પ્રવાસ સાનુકૂળ રહે.
કુંભ (ગ.શ.સ.)
ટેન્શન અને બેચેની ચિંતાના કારણે મન ક્યાંય લાગે નહીં. ઉત્પાત જણાય, નાણાકીય કામકાજો અને આવક અંગે અથવા અન્ય લોન-કરજ ચૂકવવા માટે કોઈ તક સંજોગો ઉભા થતાં જણાય, મકાન-મિલકત અંગેના કાર્યોમાં વિલંબ જણાય, વાહન બાબત માટે સમય સુધરે, નોકરીમાં કાર્ય સફળતા, ધંધાકીય લાભની આશા ફળેસ્, કૌટુંબિક-ગૃહ મોરચે સંઘર્ષ અને વ્યથા વિષાદ અનુભવાય, મતભેદ ટાળવા, આરોગ્ય સાચવજો, પ્રવાસ ફળશે.
મીન (દ.ચ.ઝ.થ.)
આપના મન પરનો બોજો હવે હળવો થાય, ટેન્શન હળવું બને, નાણાકીય પરિસ્થિતિ બગડે નહીં તે જોજો, ખોટા મૂડીરોકાણ- ખર્ચા મુશ્કેલી સર્જે. સમય કઠિન લાગે, કાર્ય સફળતા માટે પ્રયત્નો વધારવા પડે, ધીરજ રાખવી પડે અને હિંમત, વિશ્વાસ રાખવા આપની નોકરી ધંધાની બાબતો પર ધ્યાન આપવું. ગૃહજીવનમાં દુઃખ, ગેરસમજ, ચકમકના પ્રસંગ ન સર્જાય તે જોજો, આરોગ્ય કથળી શકે. પ્રવાસમાં જણાતી મુશ્કેલી દૂર થાય.
