ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે વિધિ-વિધાનથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી જીવનના કષ્ટો દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ, વૈભવ તેમજ આધ્યાત્મિક ઉન્નતિના આશીર્વાદ મળે છે. ખાસ વાત એ છે કે પદ્મિની એકાદશી માત્ર અધિક માસમાં જ આવે છે, તેથી તેનું મહત્વ સામાન્ય એકાદશી કરતાં અનેક ગણું વધુ માનવામાં આવે છે.
આ વર્ષે પદ્મિની એકાદશીનું વ્રત 27 મેના રોજ રાખવામાં આવશે. આ દિવસે રવિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યા છે, જેના કારણે આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે.
પદ્મિની એકાદશી 2026 ક્યારે છે?
પંચાંગ અનુસાર જેઠ અધિક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ 26 મેના રોજ સવારે 5 વાગ્યાને 11 મિનિટે શરૂ થશે. આ તિથિનું સમાપન 27 મેના રોજ સવારે 6 વાગ્યાને 22 મિનિટે થશે. ઉદયાતિથિના આધારે પદ્મિની એકાદશીનું વ્રત 27 મે, બુધવારના રોજ રાખવામાં આવશે.
પદ્મિની એકાદશી 2026 શુભ મુહૂર્ત
પદ્મિની એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 4:03 થી 4:44 સુધી રહેશે. આ દરમિયાન સ્નાનાદિ કરીને વ્રત અને પૂજાનો સંકલ્પ લઈ શકાય છે.
લાભ મુહૂર્ત સવારે 5:26 થી 7:08 સુધી રહેશે.
અમૃત-સર્વોત્તમ મુહૂર્ત સવારે 7:08 થી 8:52 સુધી રહેશે.
શુભ-ઉત્તમ મુહૂર્ત સવારે 10:35 થી બપોરે 12:18 સુધી રહેશે.
આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે.
પદ્મિની એકાદશીનું ધાર્મિક મહત્વ
સનાતન ધર્મમાં પદ્મિની એકાદશીને પાપોનો નાશ કરનારી અને મોક્ષ પ્રદાન કરનારી તિથિ કહેવામાં આવી છે. માન્યતા છે કે આ દિવસે વ્રત રાખીને શ્રીહરી વિષ્ણુનું ધ્યાન કરવાથી અશ્વમેધ યજ્ઞ જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે.
પૌરાણિક કથાઓ અનુસાર પદ્મિની એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને ધન-ધાન્યમાં વધારો થાય છે. સાથે જ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો: Trigrahi Yog 2026: મિથુન રાશિમાં ગ્રહોનું મિલન, આ રાશિના પ્રગત્તિના દ્વાર ખુલશે
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)