મધ્યપ્રદેશની ધરતી હંમેશા સંત, મહાત્મા અને આધ્યાત્મિક વિભૂતિઓની જનની માનવામાં આવે છે. આ પ્રદેશથી બાબા બાગેશ્વર ધામ પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી, કુબેરેશ્વર ધામના પ્રદીપ મિશ્રા અને સદગુરૂ અવધૂત દાદા ગુરૂ મહારાજના નામ દેશ-વિદેશમાં આધ્યાત્મિક ચેતના ફેલાવે છે. આ તમામ નામમાં એક નવુ નામ આવ્યુ છે જેણે પોતાની વાણી અને નાની ઉમરમાં સ્થાન પ્રાપ્ત કરવાનું ગૌરવ મેળવી ચુક્યા છે આઓ જાણીએ નાનકડા કથાવાચક જેઓ શ્રીમદભાગવત કથા સાંભળાવી હજારો શ્રદ્ધાળુઓને રસપાન કરાવે છે. જેમને સાંભળવા ભક્તો ઉમટી પડી છે.
યુવા પેઢી માટે બન્યા પ્રેરણા
આજના સમયમાં જ્યાં મોટા ભાગના બાળકો મોબાઇલ અને વીડિયો ગેમમાં વ્યસ્ત રહે છે, ત્યાં 9 વર્ષની બાળિકા વિષ્ણુપ્રિયા પોતાની મધુર વાણીથી શ્રીમદ ભાગવત કથા કહીને લાખો લોકોના દિલ જીતી રહી છે. એટલી નાની ઉંમરમાં ગહન શાસ્ત્રીય જ્ઞાન અને આત્મવિશ્વાસ સાથે કથા વાચન કરીને તે દેશના સૌથી નાની ભાગવત કથાવાચક તરીકે ઓળખ મેળવી ચૂક્યા છે.
વિષ્ણુપ્રિયાને પ્રેમથી લોકો “બાળ વ્યાસ” તરીકે ઓળખે છે.
વિષ્ણુપ્રિયાને પ્રેમથી લોકો “બાળ વ્યાસ” તરીકે ઓળખે છે. તેમણે ખૂબ નાની ઉંમરમાં જ સંસ્કૃત શ્લોકો, ભજનો અને ભાગવતના પ્રસંગો કંઠસ્થ કરી લીધા છે. તેમના કથા વાચનમાં માત્ર ભાવનાત્મક ઊંડાણ જ નથી, પરંતુ સરળ ભાષામાં જીવનના ગૂઢ સંદેશાઓ પણ સમાયેલા હોય છે, જે દરેક ઉંમરના શ્રોતાઓને પ્રભાવિત કરે છે.
આત્મવિશ્વાસ અને સ્પષ્ટ ઉચ્ચારણ
વિષ્ણુપ્રિયાની આ આધ્યાત્મિક યાત્રાની શરૂઆત પરિવારના ધાર્મિક વાતાવરણથી થઈ હોવાનું જણાવવામાં આવે છે. માતા-પિતા અને ગુરુજનોના માર્ગદર્શન હેઠળ તેમણે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને નિયમિત અભ્યાસથી પોતાની વાણીને નીખારી. મંચ પર બેસીને કથા કહેતી વખતે તેમનો આત્મવિશ્વાસ અને સ્પષ્ટ ઉચ્ચારણ સૌને આશ્ચર્યમાં મૂકી દે છે.
બાળકોને સંસ્કાર, વડીલોને ભક્તિ અને યુવાનોને જીવનની સાચી દિશાનો સંદેશ આપે
વિષ્ણુપ્રિયાની ભાગવત કથામાં ભગવાન કૃષ્ણની બાળ લીલાઓથી લઈને ભક્ત પ્રહલાદ, ધ્રુવ અને મીરા જેવા પ્રસંગોનું સુંદર વર્ણન થાય છે. તે બાળકોને સંસ્કાર, વડીલોને ભક્તિ અને યુવાનોને જીવનની સાચી દિશાનો સંદેશ આપે છે. આ કારણથી તેમની કથાઓમાં દરેક વર્ગના લોકો રસ લે છે.
સોશિયલ મીડિયા પર પણ બાળ વ્યાસ વિષ્ણુપ્રિયાના વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. તેમની ઉંમર અને આધ્યાત્મિક પરિપક્વતા જોઈને લોકો તેને ઈશ્વરની વિશેષ કૃપા માને છે. નાનકડા કંઠથી ગુંજતી ભાગવત આજે આ સાબિત કરી રહી છે કે ભક્તિ અને જ્ઞાન માટે કોઈ ઉંમરની સીમા નથી.
આ પણ વાંચો: Grah Gochar: સૂર્યના ટ્રિપલ ગોચરથી આ રાશિઓને મળશે ભાગ્યનો સાથ, સફળતા દોડતી આવે
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)