ભગવાન ભોલેનાથ તેમના ભક્તોને દુ: ખી થતા જોઇ નથી શકતા. શિવજીને સંહારક, સર્જનકર્તા અને કલ્યાણકારી દેવતા માનવામાં આવે છે. વૈદિક જ્યોતિષ અનુસાર કેટલીક રાશિઓ પર શિવજીના વિશેષ આશિષ રહે છે. શિવજીની કૃપા જેના પર રહે છે તેમના તમામ સંકટ દૂર થાય છે. જીવનમાં ક્યારેય કોઇ મુશ્કેલી નથી રહેતી.
ભગવાન શિવનો સંબંધ ચંદ્ર, ગુરૂ અને શનિ જેવા ગ્રહો પર સીધો પડે છે
જિયોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન શિવનો સંબંધ ચંદ્ર, ગુરૂ અને શનિ જેવા ગ્રહો પર સીધો પડે છે. ચંદ્રમાં મનનો કારક છે તે ભાવનાઓ પર સીધી અસર કરે છે. ભગવાન શિવે ચંદ્રમાંને ભાલ પર ધારણ કર્યો છે આથી જ તો શિવજીને ભાલચંદ્ર તરીકે ઓળખવામાં આવે છે. આથી શિવજી ચંદ્રમાં જેનો મજબુત હોચ તેના પર હંમેશા પ્રસન્ન રહે છે. ગુરૂને આઘ્યાત્મિક જ્ઞાન અને માર્ગદર્શનનું પ્રતિક માનવામાં આવે છે. શનિ કર્મ અનુસાર ફળ આપનાર દેવતા છે. શનિદેવ ભગવાન શિવજીના શિષ્ય છે આ રીતે આ ગ્રહોની સીધી અસરવાળા જાતકો પર શિવજીના વિશેષ આશિષ રહે છે.
વૃષભ રાશિ
આ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે. ભગવાન શિવજીએ નંદી પર સવારી કરી છે શિવજીનું વાહન નંદી છે. આથી આ રાશિ પર ભોલેનાથની વિશેષ કૃપા રહે છે. આ રાશિવાળા પર શિવજી હંમેશા પ્રસન્ન રહે છે. ભગવાન આ રાશિને માનસિક શાંતિ અને સુખના આશિષ આપે છે. આ રાશિએ શિવચાલીસાનો પાઠ કરવો જોઇએ.
કર્ક રાશિ
આ રાશિના ચંદ્રમાં દેવતા છે. શિવજીને ચંદ્રમાં ખુબજ પ્રિય છે. શિવજીએ ચંદ્રને મસ્તિષ્ક પર સ્થાન આપ્યુ છે. કર્ક રાશિવાળા જાતક એટલે જ ભાલનાશીલ, લાગણીશીલ અને આધ્યાત્મિક હોય છે. બીજાને મદદ કરવા તેઓ હંમેશા તૈયાર જ હોય છે. કર્ક રાશિએ હંમેશા ॐ નમ: શિવાયનો પંચાક્ષર જાપ કરવો જોઇએ. તેનાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ અને પ્રગત્તિના દ્વાર ખુલશે. પરિવારમાં ખુશી રહેશે. જીવનમાં રસ્તાઓ ખુલશે આ રાશિ પર શિવજી હંમેશા મહેરબાન હોય છે.
કન્યા રાશિ
કન્યારાશિનો સ્વામી ગ્રહ બુધ છે ભગવાન શિવજીની કૃપા આ રાશિ પર વિશેષ હોય છે. શિવજી તેમની સેવા અને ભાવનાથી પ્રસન્ન રહે ચે. કન્યારાશિ દરેક કામ ચીવટતાથી કરે છે કેમકે આ રાશિ પર શિવજીના વિશેષ આશિષ હોય છે.