ભારતીય સંસ્કૃતિમાં દાનને સર્વોત્તમ ધર્મ માનવામાં આવ્યો છે. એવું મનાય છે કે નિઃસ્વાર્થ ભાવે કરાયેલું દાન વ્યક્તિના પાપોનો નાશ કરે છે અને આધ્યાત્મિક શાંતિ આપે છે. પરંતુ, વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા મુજબ, દરેક વસ્તુ દાન કરવા યોગ્ય હોતી નથી. કેટલીક એવી ચીજો છે જેનું દાન કરવાથી તમારા ઘરની સકારાત્મક ઉર્જા ઘટી શકે છે અને નાણાકીય મુશ્કેલીઓ આવી શકે છે.

1. સાવરણી (ઝાડુ):

વાસ્તુશાસ્ત્રમાં સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. સાવરણી ઘરની ગંદકી દૂર કરી સમૃદ્ધિ લાવે છે. જો તમે તમારી વપરાશની સાવરણી અથવા નવી સાવરણી કોઈને દાનમાં આપો છો, તો તેનો અર્થ એ છે કે તમે તમારા ઘરની લક્ષ્મી અને આર્થિક સ્થિરતાનો ત્યાગ કરી રહ્યા છો. આનાથી ઘરમાં ધનની આવક ઘટી શકે છે.

2. વાસી કે બચેલો ખોરાક:

દાન હંમેશા શુદ્ધ હૃદય અને આદર સાથે કરવું જોઈએ. કોઈ ભૂખ્યાને તાજું ભોજન કરાવવું એ મહાપુણ્ય છે, પરંતુ વાસી, બગડેલો કે વધેલો એઠો ખોરાક દાનમાં આપવો એ અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી લેનાર વ્યક્તિનું અપમાન થાય છે અને દેનારના ઘરમાં ક્લેશ અને નકારાત્મકતા વધે છે.

3. તીક્ષ્ણ કે અણીદાર વસ્તુઓ:

છરી, કાતર, સોય કે બ્લેડ જેવી તીક્ષ્ણ વસ્તુઓનું દાન કરવાનું ટાળવું જોઈએ. વાસ્તુ મુજબ, આ વસ્તુઓ સંબંધોમાં વિચ્છેદ લાવવાનું કામ કરે છે. જો તમે આવી વસ્તુઓ કોઈને ભેટ કે દાનમાં આપો છો, તો તમારા અને તે વ્યક્તિ વચ્ચેના સંબંધોમાં તણાવ અને વિવાદ થવાની સંભાવ્યા વધી જાય છે.

4. ઘસાઈ ગયેલા જૂતા-ચપ્પલ:

શાસ્ત્રોમાં શનિદેવનો સંબંધ પગ અને જૂતા સાથે હોવાનું મનાય છે. જૂના, ફાટેલા કે ઘસાઈ ગયેલા જૂતાનું દાન કરવાથી જીવનમાં અવરોધો આવે છે અને પ્રગતિ અટકે છે. જો તમારે જૂતા દાન કરવા જ હોય, તો તે સારી હાલતમાં અથવા નવા હોવા જોઈએ, જેથી લેનાર વ્યક્તિને તે ખરેખર ઉપયોગી થાય.

5. તૂટેલા વાસણો અને ખામીયુક્ત ઇલેક્ટ્રોનિક્સ:

ઘણીવાર લોકો ઘરનો ભંગાર કે તૂટેલા વાસણો દાનમાં આપી દેતા હોય છે. વાસ્તુ અનુસાર, તૂટેલી વસ્તુઓ નકારાત્મક ઉર્જાનો સ્ત્રોત છે. ખામીયુક્ત ઇલેક્ટ્રોનિક ઉપકરણો દાન કરવાથી રાહુ અને શનિના અશુભ પ્રભાવનો સામનો કરવો પડી શકે છે, જે માનસિક અશાંતિ અને આર્થિક નુકસાનનું કારણ બને છે.

આ પણ વાંચોઃ Mushroom cultivation: ખાલી રૂમમાં ઉગાડો 'સફેદ સોનું', ખેતીથી ઘરે બેઠા કરો ₹1 લાખ સુધીની કમાણી!