સોનું પહેરવુ દરેકને ગમે છે પરંતુ હાલનો ભાવ સાંભળીને લોકો તેને ખરીદી નથી શકતુ. પરંતુ તમારી પાસે જે પણ સોનાના દાગીના છે. જો એમાં તમને કોઇ ફેરફાર દેખાય કે કઇ બદલાવ જોવા મળે તો સમજજો કે કઇક ખતરો મંડરાઇ રહ્યો છે. હવે એ કયા 5 સંકેત છે આવો જાણીએ....

સોનાના આભૂષણોમાં મળતા આ 5 સંકેતોને ન અવગણશો


1. સોનાના આભૂષણનો રંગ બદલાઇ જવો
જો તમારા સોનાના આભૂષણોનો રંગ અચાનક ફીકો પડે, કાળો થઈ જાય અથવા તેની ચમક ઘટી જાય, તો તેને સૂર્ય ગ્રહની ઊર્જા ઘટવાનો સંકેત માનવામાં આવે છે. વાસ્તુ અને જ્યોતિષ પ્રમાણે આ સ્વાસ્થ્યમાં અવરોધ, આવકમાં ઘટાડો અને નકારાત્મક ઊર્જાના સંકેત માનવામાં આવે છે.

2. દાગીનાનુ બટકાઇ જવુ
લાંબા સમયથી ઉપયોગમાં લેવાયેલા ઘરેણા નબળા થઈને તૂટે તે સામાન્ય છે. પરંતુ જો તમારાં ઘરમાં રાખેલા દાગીના વારંવાર તૂટી જાય, ખાસ કરીને બંગડી, ચેન, મંગળસૂત્ર અથવા વીંટી, તો તેને અશુભ માનવામાં આવે છે. જ્યારે કુંડળીમાં મંગળ અથવા રાહુનો દોષ વધે ત્યારે આવી ઘટના ઘટે છે આવી ઘટના સંબંધોમાં તણાવ, મોટા ખર્ચ અથવા અનિષ્ઠ સંકેત આપી શકે છે.

3. સોનું અચાનક ખોવાઇ જવુ
ઘણા લોકો સાથે એવું બને છે કે તેમના સોનાના આભૂષણો વારંવાર ગુમ થઈ જાય છે. જો સોનાના ઘરેણાં એકથી વધુ વખત ખોવાય, તો તે તમારા સૂર્ય અને ગુરુ ગ્રહ નબળા થઈ રહ્યા છે તેનો સીધો સંકેત છે. આવી સ્થિતિમાં સાવધાન થવું જરૂરી છે.

4. સોનાના આભૂષણ પર દાગ-ધબ્બા દેખાવા
જો સોનાના આભૂષણ પર અચાનક દાગ, રેખાઓ અથવા નિશાન દેખાય, તો તેને પરિવારના કોઈ સભ્ય પર ગ્રહોનો દબાણ વધવાનો સંકેત માનવામાં આવે છે. ખાસ કરીને મંગળ, શનિ અથવા રાહુના પ્રભાવ દરમિયાન આવા નિશાન વધુ જોવા મળે છે.

5. સોનું પહેરતાની સાથે કંઈક અજીબ અનુભવ થવો
જ્યાં સુધી સોનું શુભ માનવામાં આવે છે, ત્યાં સુધી તે દરેક માટે શુભ નથી. કેટલીક વ્યક્તિઓને સોનું પહેરતા જ ગભરાટ, ભારપણું કે માથાનો દુઃખાવો અનુભવાય છે. આ એનો સંકેત છે કે સોનાની ઊર્જા તમારી ઉર્જા સાથે મેળ નથી ખાઇ રહી. આવી પરિસ્થિતિ ત્યારે બને છે જ્યારે શત્રુ ગ્રહ પ્રભાવશાળી હોય અથવા કોઈની નજર લાગી હોય.

disclaimer-અહીં આપેલી માહિતી ફક્ત માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. સંદેશ ન્યુઝ કોઈપણ માન્યતાઓ અથવા માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાઓ પર કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.