હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં સોનું માત્ર એક ધાતુ કે શણગારની વસ્તુ નથી, પરંતુ તેને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. સોનું સમૃદ્ધિ, શક્તિ અને દેવી લક્ષ્મીનું પ્રતિક છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, સોનું સીધું સૂર્ય અને ગુરુ ગ્રહ સાથે જોડાયેલું છે. જોકે, ઘણીવાર સોનાના દાગીનામાં થતા ફેરફારો આપણને આવનારી મુશ્કેલીઓ કે ગ્રહોની નકારાત્મક સ્થિતિ વિશે અગાઉથી સંકેત આપે છે. જો તમે પણ સોનાના દાગીના પહેરો છો, તો આ 5 સંકેતોને ક્યારેય અવગણશો નહીં.
1. સોનાની ચમક ઓછી થવી કે કાળું પડવું
જો તમારા સોનાના દાગીના અચાનક પોતાની કુદરતી ચમક ગુમાવી દે, ઝાંખા પડી જાય કે કાળા ડાઘ દેખાવા લાગે, તો તે સૂર્યની ઉર્જામાં ઘટાડો સૂચવે છે. વાસ્તુ અને જ્યોતિષ મુજબ, આ સંકેત સ્વાસ્થ્ય બગડવાની, આવકમાં ઘટાડો થવાની કે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થવાની ચેતવણી હોઈ શકે છે.
2. દાગીનાનું વારંવાર તૂટવું
દાગીના જૂના થવાથી તૂટે તે સામાન્ય છે, પરંતુ જો તમારી બંગડી, ચેઈન, મંગળસૂત્ર કે વીંટી વારંવાર કોઈ કારણ વગર તૂટી જતી હોય, તો તે અત્યંત અશુભ માનવામાં આવે છે. જ્યોતિષીઓના મતે, આ કુંડળીમાં મંગળ કે રાહુના નકારાત્મક પ્રભાવનું પરિણામ હોઈ શકે છે. આ સંકેત સંબંધોમાં તણાવ કે મોટા આર્થિક નુકસાનની આગાહી કરે છે. તૂટેલા દાગીના ઘરમાં રાખવાને બદલે તેનું તુરંત સમારકામ કરાવવું જોઈએ.
3. સોનાનું ખોવાઈ જવું
સોનાના દાગીના વારંવાર ખોવાઈ જવા એ સૂર્ય અને ગુરુ ગ્રહ નબળા પડવાનો સ્પષ્ટ સંકેત છે. ગુરુ ધન અને જ્ઞાનનો ગ્રહ છે, તેથી સોનું ખોવાવું એ નાણાકીય મુશ્કેલીઓ અને માન-સન્માનમાં ઘટાડો થવાની સૂચના આપે છે.
4. અણધાર્યા ડાઘ કે નિશાન
દાગીના પર અચાનક કોઈ રેખાઓ કે વિચિત્ર ડાઘ દેખાય, તો તે પરિવારના સભ્યો પર ગ્રહોના દબાણ વધવાના સંકેત છે. ખાસ કરીને શનિ, રાહુ કે મંગળની ખરાબ દશા ચાલતી હોય ત્યારે ધાતુ પર આવા ફેરફારો જોવા મળે છે.
5. પહેર્યા બાદ શારીરિક અસ્વસ્થતા
સોનું દરેકને માફક આવે તે જરૂરી નથી. જો સોનું પહેર્યા બાદ તમને ગભરાટ, માથાનો દુખાવો કે શરીરમાં ભારેપણું લાગે, તો તેનો અર્થ એ છે કે સોનાની ઉર્જા તમારી 'આભા' (Aura) સાથે સુસંગત નથી. આ ઉર્જા અસંતુલન અથવા કોઈની ખરાબ નજર હોવાનો સંકેત પણ હોઈ શકે છે.
ડિસ્ક્લેમર: આ લેખમાં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લો.
આ પણ વાંચોઃ Blood Test For Cancer Detection: માત્ર એક જ બ્લડ ટેસ્ટથી જ ખ્યાલ આવશે અનેક કેન્સર, પહેલાં જ કરી શકાશે નિદાન!