દિવાળી નજીક આવે એટલે પહેલું જો કોઇ કામ હોય તો છે ઘરની સફાઇ. ત્યાર પછી સજાવટનો સામાન લાવવાનો. અત્યારે દિવાળીને લઇને બજારોમાં કંઇક અલગ જ રોનક જોવા મળી રહી છે. ત્યારે દિવાળીને લઇને વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષમાં દિવાળીની સફાઇ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવવામાં આવી છે.
સાફ સફાઇ દરમિયાન મળે આ વસ્તુઓ તો...
દિવાળીની સફાઇ દરમિયાન કોઇ ખાસ વસ્તુઓ મળવી તે એક ખાસ સંકેત આપે છે. આ સંકેતો જણાવે છે કે તમારા પર લક્ષ્મી મહેરબાન છે અને આવનારા સમયમાં તમને ધનલાભ થવાનો છે. ત્યારે આવો જાણીએ દિવાળીમાં સફાઇ દરમિયાન કઇ ચીદ મળવો શુભ સંકેત ગણાય છે.
આ વસ્તુઓ મળે તો શુભ
પૈસા મળવા - ઘણી વખત આપણે કપડાના ખિસ્સા કે પર્સમાં પૈસા રાખવાનું ભૂલી જઈએ છીએ. જો તમને દિવાળીની સફાઈ દરમિયાન આવા મૂકેલા પૈસા મળે તો, તમારા પર દેવી લક્ષ્મીની કૃપાનો સંકેત છે. તેનાથી જલ્દી જ ઘરમાં પૈસા આવશે.
શંખ અથવા કોડી - જો તમને દિવાળીની સફાઈ દરમિયાન શંખ અથવા કોડી મળી આવે તો આ એક અદ્ભુત શુભ સંકેત છે. કોડી મળવા પર તમને અપાર ધન-વૈભવની સાથે પદ પ્રતિષ્ઠા પણ મળશે.
મોરનું પીંછું – દિવાળીની સફાઈ દરમિયાન મોરનું પીંછું મળવું ખૂબ જ શુભ છે. આ જીવનની સમસ્યાઓ દૂર થવાની નિશાની છે. તમને આર્થિક લાભ પણ થશે અને તમારા જીવનમાં મધુરતા આવશે.
ચોખા - ચોખાનો સંબંધ દેવી લક્ષ્મી અને ધન વૈભાવ આપનારા શુક્ર ગ્રહ સાથે છે. હિન્દુ ધર્મમાં અક્ષત વિના પૂજા પૂર્ણ થતી નથી. દિવાળીની સફાઈ દરમિયાન કોઇ ડબ્બામાંથી ચોખા મળી આવે તો તે સૌભાગ્ય અને ધન આગમનની નિશાની છે.
લાલ રંગનું કપડું - ધનની દેવી લક્ષ્મીની પૂજામાં લાલ રંગનું કપડું કે ચુંદડી ઓઢાડવી શુભ માનવામાં આવે છે. કારણ કે લાલ રંગ દેવી લક્ષ્મીને પ્રિય છે. દિવાળીની સફાઈ દરમિયાન લાલ કપડું કે લાલ ચુંદડી મળી આવે તો તે શુભ દિવસનું સૂચન કરે છે.