હિંદૂ ધર્મમાં જન્માષ્ટમી પર્વનું વિશેષ મહત્વ રહેલુ છે. દર વર્ષે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ખૂબ જ ધામધૂમ પૂર્વક મનાવવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણને 8માં અવતાર માનવામાં આવે છે. જેમનો જન્મ દ્વાપર યુગમાં થયો હતો. એટલે શ્રીકૃષ્ણના રૂપમાં ભગવાન વિષ્ણુએ જ પૃથ્વી પર જન્મ લીધો હતો.

દ્રિક પંચાંગ મુજબ આ વર્ષે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો પર્વ 15મી અને 16મી ઑગસ્ટ એમ બંને દિવસ ઉજવણી કરાશે. માનવામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ભાદરવો મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિને રોહિણી નક્ષત્રમાં થયો હતો. આ વખતે અષ્ટમી તિથી 15 ઑગસ્ટે રાત્રે 11:49 વાગ્યાથી શરૂ થઈ 16 ઑગસ્ટે રાત્રે 9:34 વાગ્યે સમાપ્ત થશે. સાથે સાથે રોહિણી નક્ષત્ર 17 ઑગસ્ટથી શરૂ થઈ 18 ઑગસ્ટ સુધી રહેશે, જેના કારણે આ ઉપવાસ બે દિવસ રાખવામાં આવશે.

સાધુ-સંતોની જન્માષ્ટમી કેવી રીતે ઉજવાય છે ?

હિન્દુ ધર્મમાં જન્માષ્ટમીનો પર્વ સૌ ઉજવે છે પરંતુ તેની તિથી અને ઉજવણીના રીતમાં થોડી વિવિધતાઓ હોય શકે છે. સાધુ-સંતો ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની પ્રેમ અને ભક્તિથી જન્માષ્ટમી ઉજવે છે. આ દિવસે સાધુ-સંતો પણ ઉપવાસ રાખે છે, પણ તેઓ નિરાહાર કોઇ પણ વસ્તુ ખાધા પીધા વિના ઉપવાસ કરે છે અને શ્રીકૃષ્ણની ભક્તિમાં લીન રહે છે. મધ્યરાત્રે 12 વાગ્યે શ્રીકૃષ્ણના જન્મ પછી પૂજા-અર્ચના કરીને ભગવાનને સ્નાન કરાવાય છે. નવા વસ્ત્રો પહેરાવવામાં આવે છે અને ઝુલા ઝુલાવવામાં આવે છે. ત્યાર બાદ તેઓ પોતાનું વ્રત પૂર્ણ કરે છે. સાધુ-સંતો સામાન્ય રીતે મધ્યરાત્રે શ્રીકૃષ્ણ જન્મ પછી જ અન્ન ગ્રહણ કરે છે. તેઓ એકબીજા સાથે સત્સંગ કરે છે, કૃષ્ણ કથાઓ કરે છે.

ગૃહસ્થોની જન્માષ્ટમી

ગૃહસ્થ જીવનમાં એટલે કે સામાન્ય રીતે વૈષ્ણવ સંપ્રદાયથી સંબંધિત હોય છે અને તેઓ અષ્ટમી તિથી તથા રોહિણી નક્ષત્રના સંયોગમાં જન્માષ્ટમી ઉજવે છે. રોહિણી નક્ષત્ર ક્યારેક અષ્ટમી સાથે આવે છે, અને ક્યારેક આગળના દિવસે પણ રહે છે. વર્ષ 2025માં અષ્ટમી અને રોહિણી નક્ષત્રનો સંયોગ બનતો નથી. ગૃહસ્થ લોકો જન્માષ્ટમીના બીજા દિવસે દહીં હાંડીનો પર્વ પણ ઉજવે છે.

1. વર્ષ 2025માં જન્માષ્ટમીનું વ્રત ક્યારે છે?

જન્માષ્ટમીનું વ્રત 16 ઑગસ્ટ, 2025ના રોજ રાખવામાં આવશે.

2. ઇસ્કોનમાં 2025માં જન્માષ્ટમી ક્યારે છે?

ઇસ્કોનમાં જન્માષ્ટમી 16 ઑગસ્ટ, 2025ના રોજ છે.