હિંદુ ધર્મમાં જન્માષ્ટમીનું વ્રત અત્યંત પવિત્ર માનવામાં આવે છે.કહેવામાં આવે છે કે જન્માષ્ટમીનું વ્રત રાખવાથી એકાદશી વ્રત જેટલું ફળ મળે છે. કૃષ્ણ ભક્તો જન્માષ્ટમીના દિવસે વ્રત રાખે છે. પરંતુ વ્રત દરમિયાન કેટલીક ભૂલોના કારણે વ્રત તૂટવાનું જોખમ રહે છે. આવો જાણીએ કે એવી કઈ ભૂલો છે જેના કારણે જન્માષ્ટમીનું વ્રત તૂટી શકે છે.
તામસિક વર્તનથી તૂટી શકે છે વ્રત
વ્રત ફક્ત ભૂખ્યા રહેવા માટે નહીં, પણ ભગવાનની ઉપાસના માટે રાખવામાં આવે છે. આ દિવસે ફક્ત તામસિક ખોરાકથી નહીં પણ તામસિક વિચારોથી પણ દૂર રહેવું જોઈએ. વ્રત દરમિયાન ગુસ્સો, લાલચ, લોભ, કપટ અને બીજાની નિંદા કરવી નહીં જોઈએ.તેવું કરો છો તો વ્રત પૂર્ણ થતું નથી.
હરતા ફરતા કઇકને કઇક ખાતા રહેવું
આજકાલ લોકો વ્રત તો રાખે છે, પણ વ્રત દરમિયાન ક્યારેક બટાકાની ચીપ્સ ખાય છે, ક્યારેક કંઈક બીજું ખાય છે. વ્રત દરમિયાન સતત કંઈક ને કંઈક ખાવું પણ વ્રત તૂટી જાય એવુ કારણ બની શકે છે. વ્રત દરમિયાન ફક્ત એક વખત જ ફળાહાર લેવો જોઈએ. આ દિવસે ભગવાનની ભક્તિમાં મન લગાવવું જોઈએ.
દિવસના સમયે ઊંઘવાથી વ્રત તૂટી શકે છે
વ્રતના દિવસે દિવસ દરમિયાન ઊંઘવાથી પણ વ્રત તૂટી શકે છે. જો તમે વ્રત રાખો છો તો દિવસે ઊંઘવું નહીં. માનવામાં આવે છે કે દિવસે ઊંઘવાથી ભજન-કીર્તનમાં અવરોધ આવે છે, જેના કારણે વ્રતની પવિત્રતા ભંગ પામે છે.
બ્રહ્મચર્યનું પાલન કરો
વ્રત દરમ્યાન બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. બ્રહ્મચર્ય ન પાળવાથી પણ વ્રત તૂટી શકે છે. વ્રતની શુદ્ધતા જળવાય તે માટે બ્રહ્મચર્યનું પાલન આવશ્યક છે.