જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જાણતા અજાણતા આપણી કેટલીક ખોટી આદતો ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે. અને તેના કારણે માણસને દુખ-દરિદ્રતાનો સામનો કરવો પડે છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ખરાબ આદતો દ્વારા ઉત્પન્ન થતો વાસ્તુ દોષ આર્થિગ તંગી અને પરેશાનીઓને લઇ આવે છે. આ આદતોને તરત જ બદલવી જોઇએ.

1. ઘરમાં થૂંકવુ

 ઘરમાં થૂંકવાથી અશુદ્ધતા ફેલાય છે અને સકારાત્ક ઉર્જા સમાપ્ત થાય છે. જેનાથી આળસ, બિમારીઓ અને આર્થિક રૂકાવટો આવે છે.

2. ગંદા બેડ પર સૂવુ

ગંદા બેડ પર સૂવાથી નેગિટીવિટી આવે છે. ગંદકી બેડ પર બેક્ટેરિયા વધારીને ઉંઘ અને સ્વાસ્થ્ય અને મનની શાંતિને બગાડે છે અને વાસ્તુ દોષને પ્રાધાન્ય આપે છે.

3. ઘરમાં ગંદકી રાખવી

જ્યોતિષ શાસ્ત્રના જણાવ્યા અનુસાર જે લોકો ઘરમાં ગંદકી રાખે છે. તેમના ઘરમાં માં લક્ષ્મી ક્યારેય વાસ નથી કરતી. ખાસ કરીને ઘરના પ્રવેશ દ્વાર અને દિશા એકદમ સાફ-સુથરી હોવી જોઇએ.

4.મહિલાઓનુ અપમાન

જે ઘરમાં મહિલાઓનુ અપમાન થાય છે. ત્યાં લક્ષ્મીની કૃપા ક્યારેય નથી થતી. એટલા માટે ઘર અથવા બહાર ક્યારેય કોઇ મહિલાનુ અપમાન ન કરો.

5. માતા-પિતાનું દિલ દુભાવવુ

માતા પિતાનુ દિલ દુભાવવુ સકારાત્મક ઉર્જા ઘટાડીને ઘરની સુખ સમૃદ્ધિ ખતમ કરે છે. એટલે આ ભૂલ ક્યારેય ન કરો.

6. તૂટેલો કાચ

ઘરમાં તૂટેલો અથવા બટકાયેલો કાચ, અરીસે રાખવા પર તમારી પર દુખોનો પહાડ પડવા જેવુ થઇ શકે છે. એટલા માટે આવી કોઇ પણ વસ્તુ ઘરમાં ન રાખો.

ડિસ્ક્લેમરઃ આ લેખ માત્ર તમારી જાણ માટે છે. સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ નથી કરતુ.