ઉત્તર ભારતમાં હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, લોકો આખો મહિનો ભગવાન શિવની લોકો પૂજા અર્ચના કરે છે. ત્યારે 29 જુલાઇએ નાગ પંચમી ઉજવવામાં આવશે. નાગ દેવતાની પૂજા માચે આ દિવસ વધુ ઉત્તમ છે. પરંતુ તમને ખ્યાલ છે કે એ દિવસે લોખંડનો ઉપયોગ નથી કરાતો...
શિવ અને નાગદેવતાની થાય છે પૂજા
શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની પાંચમે નાગ પંચમીનો તહેવાર ઉજવાય છે. આ વર્ષે 29 જુલાઇએ નાગ પંચમીનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શિવ અને નાગ દેવતાની પૂજાનું વધુ મહત્વ હોય છે.
નાગ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજાની સાથે સાથે વ્રત અને ઉપવાસ પણ લોકો રાખે છે. પરંતુ આ દિવસે કેટલીક વિશેષ પરંપરાઓ અને માન્યતાઓ પણ જોડાયેલી છે. જેનુ પાલન વર્ષોથી લોકો કરતા પણ આવ્યા છે. એવી માન્યતા છે કે નાગ પાંચમના દિવસે લોખંડની વસ્તુઓનો ઉપયોગ નથી કરાતો.
જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ છે અલગ મહત્વ
એવુ કહેવાય છે કે નાગ પંચમીના દિવસે લોખંડ અને લોખંડથી બનેલી વસ્તુઓ જેમ કે ચપ્પુ, કાતર, વાસણ તેનો ઉપયોગ કરવો અશુભ છે. પરંતુ માન્યતાની સાથે સાથે જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ તેનું અલગ મહત્વ રહેલુ છે. જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ લોખંડનો સંબંધ રાહુ ગ્રહ સાથે જોડાયેલો છે અને રાહુનો દુષ્પ્રભાવ વધવાથી જીવનમાં સમસ્યાઓ વધે છે. રાહુ એક એવો ગ્રહ થે જેને સાપનુ પ્રતીક માનવામાં આવે છે.એટલે આ દિવસે રાહુ ગ્રહ સાથે જોડાયેલી વસ્તુઓનો ઉપયોગ નથી કરવામાં આવતો. એટલે જ આ દિવસે કોઇ તવા પર રોટલી નથી બનાવતુ. કારણ કે જે તવો ઉપયોગમાં આવે છે તેનો સંબંધ સીધો રાહુ સાથેનો છે.
