વડા પ્રધાન મોદી સ્વતંત્ર ભારતના નાગરિકો માટે પ્રેરણાસ્ત્રોત છે. તેઓ સંઘ પ્રચારક, પછી ગુજરાતના મુખ્યમંત્રી અને હવે દેશના વડા પ્રધાન બન્યા. તેમણે મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવી યોજનાઓથી દેશને સશક્ત બનાવ્યો છે, જેનાથી કરોડો ભારતીયોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. ત્યારે પીએમ મોદી 17 સપ્ટેમ્બર 2025ના રોજ તેમનો 75મો જન્મદિવસ ઉજવશે.ત્યારે આવો જાણીએ પીએમ મોદીની રાશિ કઇ છે. તેમનો મૂળાંક કયો છે અને તેમના નામનો અર્થ શું છે.
'નરેન્દ્ર મોદી' નામનો અર્થ શું છે?
નરેન્દ્ર શબ્દ નર + ઇન્દ્રથી બનેલો છે, જેનો અર્થ લોકોના શાસક થાય છે.
'નરેન્દ્ર મોદી' નું રાશિ ચિહ્ન શું છે?
પીએમ મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950 ના રોજ ગુજરાતના વડનગરમાં થયો હતો. રાશિચક્રના નામ મુજબ નરેન્દ્ર મોદીની રાશિ વૃશ્ચિક છે. વૃશ્ચિક રાશિ આઠમી રાશિ છે, જેનું પ્રતિક વૃશ્ચિક છે. જે લોકોની રાશિ વૃશ્ચિક છે તે બુદ્ધિશાળી, જુસ્સાદાર, હઠીલા, હિંમતવાન અને વફાદાર હોય છે. આ લોકો જ્યાં સુધી તેઓ જે ઇચ્છે છે તે પ્રાપ્ત ન કરે ત્યાં સુધી આરામ કરતા નથી.
'નરેન્દ્ર મોદી' નું મૂળાંક શું છે ?
અંકશાસ્ત્ર અનુસાર નરેન્દ્ર મોદીનો મૂળ અંક 8 છે. શનિ દેવને મૂળ અંક 8 ના સ્વામી માનવામાં આવે છે, જે કર્મ, ન્યાય, દુ:ખ અને રોગના દાતા છે. મૂળ અંક 8 વાળા લોકો પર શનિદેવના ખાસ આશીર્વાદ હોય છે. ત્યારે આવો જાણીએ મૂળાંક 8 ધરાવતા વ્યક્તિ કેવા હોય છે.
કેવા હોય છે મૂળાંક 8 ધરાવતા વ્યક્તિ ?
શનિની વિશેષ કૃપા હોય
નંબર 8 એ શનિની સંખ્યા છે, જે કર્મ આપનાર છે. આ મૂળાંક 8 ના લોકો પર શનિદેવની વિશેષ કૃપા રહે છે. શનિની કૃપાથી આ મૂળાંકના લોકો ખૂબ જ મહેનતુ હોય છે. આ લોકો ક્યારેય મહેનતથી ડરતા નથી. આ જ કારણ છે કે આ લોકો પર શનિદેવ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે.
ભલે ગમે તેટલા પડકારો આવે, મૂળાંક નંબર 8 ધરાવતા લોકો તેમનાથી ડરતા નથી અને હિંમતભેર મુશ્કેલીનો સામનો કરે છે. આ લોકોને જીવનમાં ઘણો સંઘર્ષ કરવો પડે છે પરંતુ તેઓ ધીરે ધીરે સફળતાની સીડીઓ ચઢે છે.
મહત્વાકાંક્ષી અને દૃઢ નિશ્ચયી
8 નંબર વાળા લોકો અત્યંત મહત્વાકાંક્ષી અને દૃઢ નિશ્ચયી હોય છે. તેમની પાસે જન્મજાત નેતૃત્વ કૌશલ્ય છે અને તેઓ અન્ય લોકોને પ્રેરણા આપવા સક્ષમ છે. આ લોકો દબાણમાં પણ શાંતિથી કામ કરવામાં માહિર હોય છે.
અદ્ભુત ધીરજ અને સંયમ હોય
હાર ન માનવાની ભાવના તેમના લોહીમાં છે અને તેઓ તેમના અંતિમ શ્વાસ સુધી પ્રયાસ કરતા રહે છે. મૂળાંક નંબર 8 ના લોકોમાં લોખંડ ઓગળવાની અને તેનો આકાર બદલવાની શક્તિ હોય છે. આ લોકોમાં અદ્ભુત ધીરજ અને સંયમ હોય છે. આ લોકો તેમના ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેને પ્રાપ્ત કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરે છે. આ મૂળાંકના લોકો કોઈપણ પ્રકારની જવાબદારી લેવાથી ડરતા નથી. આ લોકો સંકલ્પબદ્ધ અને શિસ્તબદ્ધ હોય છે. તેઓ જે પણ કામ કરે છે, તે પૂરી લગન અને મહેનતથી કરે છે.