આજથી નવરાત્રિ શરૂ થઇ ગઇ છે. 9 દિવસ નવદુર્ગાના નવ રૂપોની આરાધન કરવામાં આવશે. માતાજીની આરાધન અને ઉપાસના કરવાથી શાંતિ મળશે. નવરાત્રિના નવ દિવસોમાં કરવામાં આવેલુ તપ અને સાધના વ્યક્તિને નકારાત્મક શક્તિઓથી મુક્ત કરે છે. એવી માન્યતા છે કે મા દુર્ગાની પૂજા આરાધના કરવાથી મનોકામના પુરી થાય છે. નવરાત્રિમાં કેટલાક ચમત્કારિક ઉપાય કરવાથી શુભફળ પ્રાપ્ત થાય છે. 


ઘીનો દીવો કરવો 

નવરાત્રિના પાવન અવસર પર મા દુર્ગાની સામે શુદ્ધ ઘીનો દિપક પ્રગટાવવો અત્યંત શુભ અને લાભદાયી માનવામાં આવે છે. એવી માન્યતા છે કે શુદ્ધ ઘીનો દિપક કરવાથી માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. કોઇ પણ સમયે તમે દિવો કરી શકો છો. પરંતુ સવારે અને સાંજે દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. દિપક પ્રગટાવતી વખતે સ્વચ્છતા જાળવવી જોઇએ.

લાલ કપડામાં પાન અને સિક્કા લપેટવા

પવિત્ર નવરાત્રિ ઉત્સવ દરમિયાન આ વિધિ ખૂબ જ શુભ માનવામાં આવે છે. નવરાત્રિની રાત્રે, તાજા પાન અને કેટલાક સિક્કા લાલ કપડામાં બાંધીને દેવી દુર્ગાની સામે મૂકો. પછી આ પોટલી તમારા તિજોરીમાં મૂકો. આનાથી ઘરમાં ધન, સૌભાગ્ય અને સમૃદ્ધિ વધે છે. લાલ રંગને શક્તિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે, જ્યારે પાન શુદ્ધતા અને તાજગીનું પ્રતીક છે.

કેસર, ઘી અને ખાંડની મીઠાઈ અર્પણ કરો

પવિત્ર નવરાત્રિ ઉત્સવ પર દેવી દુર્ગાને કેસર, ઘી અને ખાંડની મીઠાઈ અર્પણ કરવી ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. કેસરને શક્તિ અને શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે. આ પ્રસાદ ઘરમાં શાંતિ લાવે છે.

મુખ્ય પ્રવેશદ્વાર પર શુભ પ્રતીકો અને ચાર મુખવાળો દીવો 

નવરાત્રિની રાત્રે, મુખ્ય પ્રવેશદ્વાર પર લાલ કુમકુમ સાથે સ્વસ્તિક, શ્રી અથવા ઓમ પ્રતીક બનાવો અને ચાર મુખવાળો દીવો પ્રગટાવો. આ ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને નકારાત્મક શક્તિઓને દૂર કરે છે.

પીળા કપડામાં લપેટીને સિંદૂર અને સોપારી 

આ વિધિ નવરાત્રિના શુભ પ્રસંગે કરી શકાય છે, ખાસ કરીને વહેલા લગ્નની ઇચ્છા રાખનારાઓ દ્વારા. નવરાત્રિની રાત્રે, પીળા કપડામાં લપેટીને થોડું સિંદૂર અને થોડી સોપારી દેવી દુર્ગાને અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી લગ્નમાં આવતા અવરોધોને દૂર થાય છે.. પીળો રંગ સારા નસીબ અને સમૃદ્ધિનું પ્રતીક છે. જ્યારે સિંદૂર તમારા જીવનસાથી માટે શક્તિ અને સુખાકારીનું પ્રતિક છે. સોપારી ચઢાવવાથી સંબંધોમાં મીઠાશ અને સ્થિરતા આવે છે.



(Disclaimer- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. અમે એટલે કે સંદેશ ન્યૂઝ ડિઝિટીલ ખાતરી આપી શકતા નથી કે તે સાચું અને સાબિત થયું છે. )


  • Follow us on: