વાસ્તુશાસ્ત્રની જેમ અંકશાસ્ત્ર પણ જ્યોતિષની દ્રષ્ટિએ તમારાં જીવનમાં ઘણું અસર કરે છે. વાસ્તુશાસ્ત્ર જે સારાં અને ખરાબ પરિણામો આપે છે તેવી રીતે અંકોનો પ્રભાવ પણ સારાં અને ખરાબ બંને પ્રકારના પરિણામો આપે છે. અંક શાસ્ત્ર અનુસાર ઘરનો નંબર તમારાં નસીબ સાથે અલગ કનેક્શન બતાવે છે. તમારાં ઘરનો નંબર તમારાં જીવનમાં ઘણી અસર કરે છે. આવો જાણીએ નંબર પ્રમાણે શું અસર કરે છે ?
નંબર 1
જેના ઘરનો નંબર 1 હોય છે તે ઘરમાં રહેનારાં લોકો સ્વતંત્રતા પસંદ કરવા વાળા હોય છે. આ ઘરમાં રહેનારા લોકો પરિવાર કરતા વધારે પોતાના કરિયારને વધારે મહત્વ આપે છે. બેચલર્સ માટે આ ઘર એકદમ પરફેક્ટ છે.
નંબર 2
2 નંબરનું ઘર જેનું પણ હોય છે તે ક્યારેય સુખી નથી થતા. એટલે કે તેને અશુભ માનવામાં આવે છે. ઘરમાં રહેનારા લોકો તણાવ અનુભવે છે, સ્વભાવે ચિડિયા બની જાય છે. કુંડળી બતાવીને 2 નંબરનું ઘર લેવું યોગ્ય.
નંબર 3
3 નંબરનું ઘર જેમાં તમારી કલાની કદર થશે. એટલે કે જે પણ અલગ અલગ સારી ફિલ્ડ જેમ કે મીડિયા, ફોટોગ્રાફી, પેઇન્ટિંગ જેવાં અનેક ક્ષેત્રો સાથે જોડાયેલાં લોકો છે તેમને આ ઘરમાં રહેવાથી ઉન્નતિ મળશે અને વધું સુખી બનશે.
નંબર 4
વાસ્તુ શાસ્ત્રની દ્રષ્ટિએ નંબર 4નું મકાન શુભ નથી. મકાનમાં રહેવાથી તમને કોઇ પણ સુખ મળશે તે ઓછું મળશે એટલે કે ભાગ્ય જોઇએ તેટલો સાથ નહીં આપે. તમે તેના કારણે ઉદાસ અને ચિંતિત રહી શકો છો. એટલેકે આ નંબરનું મકાન યોગ્ય નથી.
નંબર 5
આ નંબર ઘર માટે લકી સાબિત થશે. કારણ કે આ ઘરમાં રહેનારાં લોકો ક્યારેય નેગેટિવ નથી વિચારતા. આગળ વધવામાં તેઓ વધારે માને છે. આ સિવાય આ ઘરમાં રહેનારા લોકો દરેક સાથે હળીમળીને રહે છે. એટલે કે આ નંબરનું ઘર લેશો તો તમારૂં ઘર હર્યુભર્યુ રહેશે.
નંબર 6
6 નંબરનું ઘર એટલે કે પ્રેમનો ભંડાર. આ ઘરમાં રહેનારાં લોકો વચ્ચે ક્યારેય અણબનાવ નહી બને. હંમેશા પ્રેમ બનેલો રહેશે અને મહિલાઓ માટે આ નંબરનું ઘર છે બેસ્ટ કારણ કે મહિલાઓ અહિંયા રાજ કરે છે.
નંબર 7
સાત નંબરના ઘરમાં રહેનાર લોકો આધ્યાત્મિક ક્ષેત્રે ખૂબ જ અવ્વલ હોય છે અને ઘરમાં રહેનારાં લોકો વધારે ભક્તિભાવ વાળા અને પોઝિટીવ એનર્જી ધરાવતા હોય છે.
નંબર 8
8 નંબરનું ઘર લકી નથી . આ ઘરમાં રહેનારા લોકોને ભલે સંઘર્ષ કરવો પડે છે. સંબંધોમાં તેમની મધુરતા નથી હોતી પણ તેમની મહત્વકાંક્ષાઓ ઉંચી એટલે ઉંચા સપનાઓ જોવે છે. પૈસા માટે પણ વધુ વિચારે છે.
નંબર 9
9 નંબરનું ઘર વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે વધુ લકી છે. આ ઘરમાં રહેવાથી તમારો આત્મવિશ્વાસ વધશે, નેગેટિવિટી નહીં રહે. સફળતા ડગલે ને પગલે મળશે.
Disclaimer: આ લેખમાં આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને અંકશાસ્ત્રાના નિયમો પર આધારિત છે. સંદેશ આની પુષ્ટિ નથી કરતું.