10 ઓગસ્ટ 2025 એટલે કે આજથી ભાદ્રપદ મહિનાની શરૂઆત થઇ ચૂકી છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ અત્યંત મહત્વનો છે. સવારે 2 વાગ્યેને 10 મિનિટે ચંદ્ર મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ્યા છે. જેને ચંદ્રનું રાશિ પરિવર્તન અથવા ગોચર કહેવામાં આવે છે. આ ગોચર ખાસ એ માટે મહત્વનું છે કારણ કે ચંદ્ર શનિની રાશિમાં પ્રવેશ્યો છે અને શનિદેવને કર્મના દાતા કહેવામાં આવે છે.

મિથુન રાશિ
ચંદ્રના ગોચરના કારણે મિથુન રાશિના જાતકોને તેમનાં જીવનમાં સકારાત્મક પરિણામો મળશે. ઘરના વણસેલા પ્રશ્નો હવે સમાપ્ત થવાથી માનસિક શાંતિ મળશે. પરિવારજનો સાથે શાંતિભર્યો સમય વિતાવશો. નોકરી કરતા લોકો પોતાનાં કામથી સંતોષ અનુભવશે. જેની સારી અસર તેમના આરોગ્ય પર પડશે. યુવાનોએ માતા સાથે સમય વિતાવવાથી આનંદ મળશે.વ્યવસાયિકો માટે વ્યવસાય સંબંધિત કોઈ મોટી સમસ્યા સામે નહીં આવે.

કન્યા રાશિ
રવિવારના દિવસે ચંદ્રના ગોચરથી કન્યા રાશિના જાતકોને નુકશાનની જગ્યાએ લાભ થવાની શકયતાઓ વધારે છે. જે લોકો લાંબા સમયથી પૈસા કમાવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. તેમને હવે જઈને પરિશ્રમનું ફળ મળશે. વિદેશી કંપનીમાં કામ કરતા અથવા વિદેશમાં રહેલા લોકોને અલગ-અલગ સ્ત્રોતોમાંથી આવક થશે. સાથે સાથે ઘર ખરીદવાની યોજના પણ બની શકે છે. ઘરમાં જે તણાવ ચાલતો હતો, તે કોઈ તૃતીય વ્યક્તિના દાખલથી હવે સમાપ્ત થઇ જશે.

કુંભ રાશિ
આવનાર થોડા દિવસો નવા કામ શરૂ કરવા માટે અનુકૂળ છે.ખાસ કરીને નોકરી બદલવી હોય તો નવી કંપનીમાં જોડાઈ શકો છો. વિવાહિત જાતકોને ભાઈ-બહેનો સાથે વાતચીત કરવાની તકો મળશે. જેના કારણે સંબંધો મજબૂત બનશે. આર્થિક રીતે સંતોષ હોવાને કારણે વ્યવસાયિકોને મનની શાંતિ મળશે. સિંગલ જાતકોની કોઈ જૂના મિત્ર સાથે વાતચીત થશે. જેના કારણે જૂની યાદો તાજી થશે.

Disclaimer- આ લેખ માત્ર તમારી જાણ માટે છે. સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ નથી કરતુ.