કાનપુરમાં ભોલેનાથ બાબાનુ ભૂતેશ્વર મંદિર છે. આ મંદિરમાં બાબાના દર્શન કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. અને આજ કારણે શ્રાવણ મહિનામાં દૂર દૂરથી ભક્તો બાબાના દર્શન કરવા માટે આવે છે. એટલું જ નહીં આ મંદિરનો સંબંધ રામ ભગવાનના સમય સાથેનો છે. એક ચોંકાવનારી બાબત એ પણ છે કે આ મંદિરનુ નિર્માણ કોઇ માણસ કે કોઇએ નહીં ભૂતોએ કર્યુ હતુ.
હજારો વર્ષ જૂનુ મંદિર
હસનપુર વિસ્તારમાં ભગવાન શંકરનુ હજારો વર્ષ જૂનું મંદિર આવેલુ છે. આ મંદિર વિશે એવી દંતકથા છે કે ભગવાન શંકરના પ્રિય ભૂતોએ આ મંદિરનુ રાતોરાત બનાવ્યુ હતુ. જેના કારણે આ મંદિરનુ નામ ભૂતેશ્વર મહાદેવ પડ્યુ. મંદિરના મહંત પ્રમાણે આ મંદિર હજારો વર્ષ જુનું છે. ભગવાન રામે જ્યારે સીતા માતાનો પરિત્યાગ કર્યો હતો ત્યારે સીતા માતા લવ અને કુશની સાથે બિઠૂરમાં રહેતા હતા. ત્યારે દરરોજ જલ ચઢાવવા તે આ મંદિરમાં આવતા હતા. મળતી માહિતી પ્રમાણે મુગલ શાસક ઔરંગઝેબે આ મંદિરમાં તોડફોડ કરી હતી. જોકે કોઇ સ્પષ્ટતા નથી પરંતુ પૂર્વજોએ જે પ્રમાણે લોકોને જણાવ્યુ તે પ્રમાણે ભૂતેશ્વર મહાદેવ મંદિરમાં તૂટેલી મૂર્તિઓના અવશેષ આજે પણ છે. જેને જોઇને સ્પષ્ટ થાય છે કે મુગલ શાસક ઔરંગઝેબે આ મંદિર પર હુમલો કર્યો હતો.
મંદિરમાં છે બે સુરંગ
ભૂતેશ્વર મહાદેવ મંદિરમાં બે સુરંગ પણ હતી. જેમાંથી એક રાવતપુર ક્ષેત્રમાં અને બીજી બિઠૂર ક્ષેત્રમાં ખુલતી હતી. રાવતપુરના રાજાની રાણી રૌતેલા આ જ સુરંગમાંથી ભૂતેશ્વર મહાદેવની પૂજા કરવા આવતી હતી.રાણી રૌતેલા એટલી સુંદર હતી કે કોઇ તેને જોઇ ન લે તેના માટે રાજાએ બે સુરંગોનુ નિર્માણ કરાવ્યુ હતુ. જેના અવશેષો આજે પણ છે.
લોકોને છે ખૂબ જ આસ્થા
આ ક્ષેત્રના લોકોને ભૂતેશ્વર મહાદેવમાં અતૂટ વિશ્વાસ અને આસ્થા છે. લોકોનુ માનવુ છે કે ભૂતેશ્વર મહાદેવ કોઇની પણ મનોકામના બાકી નથી રાખતા.જે પણ ભક્ત બાબાના દરબારમાં આવે છે તે અવશ્ય પ્રસન્ન થઇને જાય છે. આ મંદિરમાં લોકો માન્યતા પૂર્ણ થવા પર ઘંટ ચઢાવે છે. દરરોજ સવારે 5 વાગ્યે આરતી થાય છે. મહાદેવનો મહિનો એવા શ્રાવણમાં લોકોની ભારે ભીડ અહિંયા જોવા મળે છે.