સોનાને ટકાઉ સંપત્તિ માનવામાં આવે છે. તેથી, દરેક વ્યક્તિ પૈસા બચાવે છે અને સોનું ઘરે રાખે છે. કેટલાક લોકો દિવસ-રાત મહેનત કરીને પૈસા કમાય છે. આ કમાણીમાંથી તેઓ સોનાની ખરીદી કરે છે. પરંતુ મહેનત કર્યા બાદ પણ ઘરમાં રાખેલું સોનું ટકતું નથી. તે ખોવાઈ જાય છે અથવા તો ચોરી થઈ જાય છે. ઘરમાં કિમંતી સોનું કેમ નથી રહેતું તેને લઈને તેમના મનમાં અનેક સવાલ થાય છે. ઘરમાં સોનું ના રહેવા પાછળ જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્રનો નિયમ.

સોનું-ચાંદી ઘરેણાં નહીં માતા લક્ષ્મીનું સ્વરૂપ

હિન્દુ ધર્મમાં, સોના અને ચાંદીને ફક્ત ઘરેણાં જ નહીં દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ જ કારણ છે કે જે ઘરો સોનાના દાગીના અને સંપત્તિથી ભરપૂર હોય છે, ત્યાં દેવી લક્ષ્મીનો આશીર્વાદ હોય છે. જોકે, ઘણા ઘરોમાં, શ્રેષ્ઠ પ્રયાસો છતાં, સોનું અને ચાંદી ટકી શકતું નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં પૈસા કે સોનું ન રહેવાનું કારણ વાસ્તુ દોષ હોઈ શકે છે. આપણે ઘર બનાવવાથી લઈને વસ્તુઓનો સંગ્રહ કરવામાં એવી સામાન્ય ભૂલો કરીએ છીએ, જેના કારણે વાસ્તુ દોષ થાય છે. આનાથી ઘરમાં સમૃદ્ધિનો અભાવ થાય છે. તમારી કમાણી પાણીની જેમ વહી જાય છે.

ઘરમાં સોનું નથી રહેતું, જાણો વાસ્તુનો નિયમ

વાસ્તુશાસ્ત્ર અનુસાર, જે ઘરોમાં સતત ગંદકી, તૂટેલા વાસણો, કચરો અથવા ગંદકી રહે છે તેમાં નકારાત્મક ઉર્જા રહે છે. ખાસ કરીને જયાં રસોડું અને બાથરૂમ સાફ નથી હોતા તે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ નથી હોતો. આ જ કારણ છે કે ત્યાં સોનું, ચાંદી અને પૈસા ટકતા નથી. ત્યાં સતત અછત રહે છે. ખોટી દિશામાં સોનું કે ચાંદી રાખવાથી પણ વાસ્તુ દોષ થાય છે. સોનું અને ચાંદી ક્યારેય દક્ષિણ કે દક્ષિણપૂર્વ દિશામાં ન રાખવું જોઈએ. આ દિશામાં ધન અને સંપત્તિ ક્યારેય સ્થિર રહેતી નથી. સ્વચ્છતા ના હોય ત્યાં એવા ઘરોમાં અને ખોટી દિશામાં ધન કે સોનું વાસ કરતું નથી. 

આ પ્રકારનું સોનું અશુભ મનાય છે

શાસ્ત્રો અનુસાર, ઉધાર લીધેલા પૈસા, દેવા અથવા વ્યાજથી ખરીદેલું સોનું વાપરવું પણ અશુભ માનવામાં આવે છે. આવું સોનું ક્યારેય ઘરમાં ટકતું નથી અને તેના બદલે પ્રતિકૂળ પરિણામો આપે છે. જો તમારી કુંડળીમાં શુક્ર અને ગુરુ નબળા હોય તો સોનું પણ ટકતું નથી. આવી સ્થિતિમાં, તમે સોનું ખરીદી શકો છો, પરંતુ તે ટકશે નહીં. સોના અને ચાંદી જેવા ઘરેણાંને માતા લક્ષ્મીનું સ્વરૂપ માની પૂજન કરાય છે. તેથી જ કયારે પણ ઘરેણાને ખોટી દિશા અથવા અપમાન થાય તેવું કામ ના કરો. ઘરમાં સોનું ટકી રહે માટે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા પ્રયાસ કરો.


આ પણ વાંચો :