વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં રાખેલી નાનામાં નાની વસ્તુ પણ જીવનની પ્રગતિ અને સુખ-સમૃદ્ધિ પર ઊંડો પ્રભાવ પાડે છે.ઘણી વખત આપણે કરોડપતિના ઘરમાં કેટલીક અલગ અને સુંદર ફોટો કે મૂર્તિને જોઇ હશે.તે મૂર્તિ કે ફોટો રાખવા પાછળનું પણ કારણ હોય છે. તે તેનો પ્રભાવ પાડે છે. શાસ્ત્રમાં માન્યતા છે કે આ પ્રતિમાઓ સકારાત્મક ઊર્જા સાથે ધન, સૌભાગ્ય અને માનસિક શાંતિને આકર્ષિત કરે છે. આજે જાણીએ કે એવા કયા ત્રણ પ્રાણીઓની મૂર્તિઓ છે જે ઘર માં રાખવાથી ભાગ્ય ચમકવા લાગે છે અને જીવનમાં ધન તથા સફળતાનો વરસાદ થાય છે.

હાથીની મૂર્તિ

હાથીને શક્તિ, સમૃદ્ધિ અને બુદ્ધિમત્તાનું પ્રતિક માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર કહે છે કે ઘર માં હાથીની મૂર્તિ રાખવી અત્યંત શુભ ગણાય છે. ચાંદી અથવા પીતળના હાથીની મૂર્તિ સૌથી વધુ લાભદાયી માનવામાં આવે છે. તેને ડ્રોઈંગરૂમ, મુખ્ય પ્રવેશદ્વાર અથવા શયનખંડમાં રાખી શકાય છે. માન્યતા છે કે તે ઘર માં સ્થિરતા, સન્માન અને આર્થિક મજબૂતી લાવે છે. શયનખંડમાં ચાંદીનો હાથી રાખવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સંબંધોમાં સમરસતા વધે છે.

કાચબા (કચ્છપ) ની મૂર્તિ

કાચબાને ભગવાન વિષ્ણુનું પ્રતિક માનવામાં આવે છે. તે ધીમી પરંતુ સ્થિર પ્રગતિનું દ્યોતક છે. ઘર માં ધાતુના કાચબા રાખવાના અનેક લાભ જણાવવામાં આવ્યા છે. ડ્રોઈંગરૂમમાં ધાતુનો કાચબો રાખવાથી આવકના સ્ત્રોત મજબૂત થાય છે. તે આર્થિક બચત અને લાંબા ગાળાની પ્રગતિમાં મદદરૂપ માનવામાં આવે છે. કાચબો ઘર માં સૌભાગ્ય, શાંતિ અને સકારાત્મક ઊર્જાને સ્થિર રાખે છે.કહીં શકાય છે કે આ મૂર્તિ માનસિક શાંતિ, એકાગ્રતા અને આત્મવિશ્વાસ પણ વધારે છે. તેને હંમેશા સ્વચ્છ અને યોગ્ય દિશામાં રાખવી જોઈએ.

ગાયની મૂર્તિ

હિંદુ ધર્મ અને વાસ્તુ બંનેમાં ગાયને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. ઘર માં ગાયની મૂર્તિ રાખવાથી અનેક શુભ ફળ મળવાની માન્યતા છે. ગાયની પ્રતિમા ઘર માંથી નકારાત્મક ઊર્જાને દૂર કરે છે. તે અભ્યાસ, ધ્યાન અને એકાગ્રતા વધારવામાં મદદ કરે છે, ખાસ કરીને બાળકો માટે ખૂબ શુભ માનવામાં આવે છે. ગાયની મૂર્તિ ઘર માં શાંતિ, પ્રેમ અને સૌહાર્ વાતાવરણ સર્જે છે. તેને પૂજા સ્થળ, લિવિંગ રૂમ અથવા અભ્યાસખંડમાં રાખી શકાય છે.

Disclaimer- અહિંયા આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રના આધારે આપવામાં આવી છે.કોઇ પણ વસ્તુ કરતા પહેલા જ્યોતિષની મદદ અવશ્ય લો. સંદેશ ન્યુઝ આની પુષ્ટિ કરતુ નથી.

આ પણ વાંચોઃ 25 જાન્યુઆરીથી આ રાશિનો ભાગ્યોદય થશે, કેતુ કરશે નક્ષત્ર પરિવર્તન