આપણી સવાર કેવી રીતે શરૂ થાય છે, તેની સીધી અસર આપણા આખા દિવસની કાર્યક્ષમતા અને માનસિક શાંતિ પર પડે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, બ્રહ્મ મુહૂર્તમાં જાગીને દિવસની શરૂઆત સકારાત્મક રીતે કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. પરંતુ, અજાણતા કરવામાં આવતી કેટલીક સામાન્ય ભૂલો નકારાત્મકતા નોતરે છે.

1. અરીસામાં જોવાની ભૂલ

વાસ્તુ નિષ્ણાતોના મતે, સવારે પથારીમાંથી ઉઠતાની સાથે જ અરીસામાં પોતાનું મોઢું જોવું એ નકારાત્મક ઉર્જાનો જાળ છે. રાતની ઊંઘ દરમિયાન શરીરમાં જે ઉર્જા એકઠી થાય છે, તે અરીસામાં પ્રતિબિંબિત થઈને માનસિક અશાંતિ પેદા કરી શકે છે.

ઉપાય: જાગતાની સાથે જ પલંગ પર બેસીને પોતાની હથેળીઓના દર્શન કરો અથવા ઇષ્ટદેવનું સ્મરણ કરો. સૂર્યના કિરણોને પ્રણામ કરવાથી શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

2. અવ્યવસ્થિત વાતાવરણમાં દિવસની શરૂઆત

ઘણા લોકો સવારે ઉઠીને તરત જ રસોડામાં ગંદા વાસણો, કચરો અથવા વેરવિખેર વસ્તુઓ જુએ છે. વાસ્તુ મુજબ, આ આદત આર્થિક નુકસાન અને તણાવ લાવે છે. ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ગંદકી હોવી એ પ્રગતિને અટકાવે છે.

ઉપાય: ઉઠ્યા પછી સૌથી પહેલા બારીઓ ખોલીને તાજી હવા આવવા દો. સવારનું પહેલું ભોજન ગોળ જેવું મીઠું લેવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. ઘરના મુખ્ય દ્વારને સાફ કરી ત્યાં ગંગાજળ છાંટવાથી પવિત્રતા જળવાય છે.

3. ખરાબ દિનચર્યા અને અશુભ વસ્તુઓ જોવી

શૌચ કે દાંત સાફ કર્યા વિના ખોરાક લેવો, ઉઠતાની સાથે જ મોબાઈલ ફોન ચેક કરવો અથવા ગુસ્સામાં દિવસની શરૂઆત કરવી વાસ્તુ દોષ પેદા કરે છે. આ ઉપરાંત, બંધ ઘડિયાળ કે હિંસક પ્રાણીઓના ચિત્રો જોવાથી દિવસભર માનસિક નકારાત્મકતા રહે છે.

ઉપાય: બ્રહ્મ મુહૂર્ત (સવારે ૪ થી ૬) માં જાગવાનો પ્રયાસ કરો. ધરતી માતાને સ્પર્શ કરી વંદન કરો અને પૃથ્વી પર જમણો પગ મૂકીને દિવસ શરૂ કરો. સૂર્યનારાયણને જળ અર્પણ કરવું એ સફળતા માટેનો અચૂક ઉપાય છે.

આ પણ વાંચોઃ Adhik Maas : 2026માં હશે 13 મહિના, જાણીલો અધિક માસની તારીખ અને મહત્ત્વ