ઉત્તર ભારતમાં હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે નાગ પંચમી આ વર્ષે 29 જુલાઇએ 2025 ઉજવાશે. આ દિવસે સાપની પૂજા કરવામાં આવે છે અને સાપની પૂજા કરવા માટે આ દિવસને ખૂબ શુભ માનવામાં આવશે.

સાપ દેખાવુ મનાય છે શુભ 

નાગ પંચમી પર સાપ દેખાવું આમ તો શુભ માનવામાં આવે છે.પરંતુ દરેકને એ દિવસે દર્શન નથી થતા. પરંતુ જો કોઇ ભક્તને આ દિવસે સાપ દેખાય છે તો એનો અર્થ એ છે કે તમને ભોલેનાથ સ્વયં દર્શન આપી રહ્યા છે. સાથે એવું માનવામાં આવે છે કે ભગવાન શિવજીની કૃપા તમારી પર પણ બનેલી રહેશે.

આ દિવસે સાપ દેખાય તો ધન લાભના સંકેત

ઉત્તર ભારતમાં હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને ગુજરાતમાં શ્રાવણ મહિનાની શરૂઆત 25મી જુલાઇથી થશે. ત્યારે ઉત્તર ભારતના શ્રાવણ મહિનાની નાગ પંચમી 29 જુલાઇએ ઉજવાશે. મહત્વનું છે કે આ દિવસે લોકો સાપની પૂજા કરે છે. એવું કહેવાય છે કે આ દિવસે સાપનુ દેખાવુ ધન લાભનો સંકેત છે. નાગ પંચમીના દિવસે સાપ દેખાય છે તો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવાના સંકેત છે.