- આ વ્રત કરનારે પાણી, ફળફળાદિ કશું જ લેવું નહીં
- મહર્ષિ વ્યાસે ભીમને નિર્જળા એકાદશીનું વ્રત કરવા અનુરોધ કર્યો
- નિર્જળા એકાદશી જળના એક-એક ટીપાનું મૂલ્ય સમજાવે
`નિર્જલા' એટલે પાણી પણ ન પીવું અને નકોરડો ઉપવાસ કરવો. આવો ઉપવાસ ભીમસેને કર્યો હતો અને તેના પુણ્યબળે મહાભારતના યુદ્ધમાં પાંડવોનો વિજય થયો હતો. આ એકાદશી ભીમે કરેલી એટલે એનું બીજું નામ `ભીમ અગિયારસ' છે. યુધિષ્ઠિર, અર્જુન, નકુલ, સહદેવ, દ્રૌપદી વગેરે એકાદશીનો ઉપવાસ નિયમિત રીતે કરતાં, પરંતુ ભીમસેનથી વારેવારે ઉપવાસ થતા નહીં, આથી મહર્ષિ વ્યાસે ભીમને નિર્જળા એકાદશીનું વ્રત કરવા અનુરોધ કર્યો હતો. આ વ્રત કરનારે પાણી, ફળફળાદિ કશું જ લેવું નહીં.
નિર્જળા એકાદશી શુકલપક્ષમાં આવે છે. વ્રજયાત્રા ગ્રંથમાં તેની માહીતી છે. આ કથા ભીમસેનના જીવન સાથે જોડાયેલી છે. વ્યાસે યુધિષ્ઠરને એકાદશીનો મહિમા સમજાવ્યો હતો. ભીમે કહ્યું પ્રભુ મારાથી ભુખે નથી રહેવાતું, અગિયારસ ન કરૂ તો મારૂ કલ્યાણ નહીં થાય ? મહર્ષિએ કહ્યું કે બધી અગીયારસો ન થાય તો તું અન્ન અને જળનો ત્યાગ કરી નિર્જળા એકાદશી કર તો બધી એકાદશીનું ફળ મળશે. આખરે ભીમસેને આ વ્રત કર્યું. આ અગીયારસને ઘણા ભીમ અગિયારસ પણ કહે છે. સૂર્યોદયથી દ્વાદસીના સૂર્ય ઉદય સુધી પાણી ન લેવું. અન્ન ફરાળ ખાવી નહિ. પાંડવોએ પણ આ એકાદશીનું વ્રત કર્યું. આથી આ પાંડવ નિર્જળા એકાદશી કહેવાય છે.










