અંકશાસ્ત્ર અનુસાર તમે વ્યક્તિના વ્યક્તિત્વ, ગુણો, નબળાઈઓ અને ભવિષ્ય વિશે માહિતી પ્રદાન કરે છે. આ 4 તારીખે જન્મેલા લોકો, ખુબ જ ભાગ્યશાળી હોય છે અને વૈભવી જીવન જીવે છે,અંકશાસ્ત્રમાં તેમની મૂળ સંખ્યા 6 માનવામાં આવે છે. ચાલો જાણીએ, કઈ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક નંબર 6 છે, આ મૂળાંકનો ગ્રહ કોણ છે અને આ મૂળાંકના લોકોના વિશેષ ગુણો અને વિશેષતાઓ શું છે?
મૂળાંક 6
અંકશાસ્ત્ર અનુસાર જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 6, 15 કે 24 તારીખે થયો હોય તેમની મૂળ સંખ્યા 6 હોય છે. આ મૂળાંક ધરાવતા લોકો ખૂબ જ લાગણીશીલ, સહાનુભૂતિશીલ અને જવાબદાર હોય છે. તેઓ પરિવાર અને મિત્રો માટે ઊંડો પ્રેમ ધરાવે છે અને તેમના માટે કંઈક કરવા માટે હંમેશા તૈયાર રહે છે. આ મૂળાંકના લોકોમાં આ બધા ગુણો તેમના શાસક ગ્રહના કારણે હોય છે.
નંબર 6ના શાસક ગ્રહો
અંકશાસ્ત્ર અનુસાર 6 નંબરનો સ્વામી શુક્ર છે, જે પ્રેમ, સંપત્તિ અને સુખ-સમૃદ્ધિનો સ્વામી છે. અંકશાસ્ત્ર અનુસાર, નંબર 6 વાળા લોકો માત્ર ખૂબ જ ભાગ્યશાળી નથી હોતા, પરંતુ તેઓ સ્વભાવે ખુશખુશાલ અને મિલનસાર પણ હોય છે. વાસ્તવમાં આ લોકો પ્રેમ અને લાગણીના પ્રતિક છે. તેઓ તેમના પરિવાર અને મિત્રોને ખૂબ પ્રેમ કરે છે.
શુક્ર સુંદરતાનો શાસક
શુક્ર સુંદરતાનો શાસક ગ્રહ છે. જે લોકોનો મૂળાંક 6 એટલે કે 6, 15 કે 24 તારીખે થયો હોય તેઓ ખૂબ જ સુંદર અને આકર્ષક હોય છે. ઘણીવાર આ મૂલાંકના લોકો ખૂબ જ મજબૂત અને સ્વસ્થ હોય છે.
વૈભવી જીવન જીવે
શુક્રને આનંદ, વૈભવ આપનાર ગ્રહ કહેવાય છે. આ જ કારણ છે કે 6 મૂળાંકના લોકોને તેમના જીવનમાં દરેક પ્રકારની લક્ઝરી અને આનંદ મળે છે. પરંતુ બીજી તરફ આ લોકો ખૂબ શોખીન હોય છે.મોંઘા શોખ કરવામાં પાવરધા હોય છે.