- આ દિવસે પૂજા, જપ, તપ અને દાન કરવાની પરંપરા છે
- આ સાથે પિતૃઓના તર્પણ અને પિંડ દાન પણ કરવામાં આવે છે
- ધાર્મિક માન્યતા છે કે મકરસંક્રાંતિ પર પિતૃઓની પૂજા કરવાથી મુક્તિ મળે
મકર સંક્રાતિએ દાનનો અનોખો મહિમા રહેલો છે. આપણા શાસ્ત્રોમાં અલગ અલગ રાશિ પ્રમાણે દાન કરવાનો મહિમા છે. તો જાણીલો તમારી રાશિ અનુસાર તમારે શાનુ દાન કરવુ જેનાથી તમને મળશે બમણુ પુણ્યફળ. આ વર્ષે મકરસંક્રાંતિ 15 જાન્યુઆરીએ છે. આ દિવસે પૂજા, જપ, તપ અને દાન કરવાની પરંપરા છે. આ સાથે પિતૃઓના તર્પણ અને પિંડ દાન પણ કરવામાં આવે છે. તેથી, મકરસંક્રાંતિના દિવસે, મોટી સંખ્યામાં ભક્તો પવિત્ર ગંગા નદીમાં શ્રદ્ધાથી ડૂબકી મારીને તેમના ઇષ્ટદેવની પૂજા કરે છે. ધાર્મિક માન્યતા છે કે મકરસંક્રાંતિ પર પિતૃઓની પૂજા કરવાથી સાધકના સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે.
રાશિ પ્રમાણે કરો ઉપાય
મેષ રાશિ :પીળા ફૂલ, હળદર, તલ નાખીને સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો, તલ અને ગોળનું દાન કરો
વૃષભ રાશિ :પાણીમાં સફેદ ચંદન, દૂધ, સફેદ ફૂલ, તલ નાખીને સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો, ખીચડીનું દાન કરો
મિથુન રાશિ : સૂર્યને અર્ઘ્ય અર્પિત કરો, મગની દાળ ખીચડીનું દાન કરો
કર્ક રાશિ:પાણીમાં દૂધ, ચોખા અને તલ નાખેલ સૂર્યને અર્ઘ્ય અર્પિત કરો, ગોળ અને તલનું દાન કરો
સિંહ રાશિ- પાણીમાં કુમકુમ, તલ નાખીને સૂર્યને અર્ઘ્ય અર્પિત કરો, ગોળ અને તલનું દાન કરો, ગાયને નીણ નાંખો
કન્યા રાશિ:જળમાં તલ, દૂર્વા અને ફૂલ નાખીને સૂર્યને અર્પણ કરો, મગની દાળની ખીચડી બનાવો અને તેનું દાન કરો
તુલા રાશિ:સફેદ ચંદન, દૂધ, ચોખાનું દાન કરો. સફેદ ચંદન નાખીને સૂર્યને જળ અર્પિત કરો, સાકર-ગોળનું દાન કરો
વૃશ્ચિક રાશિ: કુમકુમ, જાસૂદનું ફૂલ અને તલને પાણીમાં ભેળવીને સૂર્યને અર્પણ કરો, ગરમ કપડા કે ગોળનું દાન કરો
ધન રાશિ:પાણીમાં હળદર, કેસર અને પીળા ફૂલ ભેળવીને સૂર્યને જળ અર્પિત કરો, કેળા, ચણાનો લોટનું દાન કરો
મકર રાશિ:પાણીમાં ગલગોટા ફૂલ અને તલ મિક્સ કરીને સૂર્યને જળ અર્પિત કરો, અડદની દાળનું દાન કરો
કુંભ રાશિ:પાણીમાં તલ મિક્સ કરીને સૂર્યને જળ અર્પિત કરો. સરસોનું તેલ અને ચામડાના જૂતા દાન કરો
મીન રાશિ- હળદર, કેસર, પીળા ફૂલ, તલ મિક્સ કરીને સૂર્યને જળ અર્પિત કરો. ચણાની દાળનું દાન કરો