ભારતમાં આજે પણ લોકો સારા કાર્ય કરવા માટે શુભ દિવસ જોતા હોય છે. ખાસ કરીને વિવાહ, નવા ઘરમાં પ્રવેશ માટે વાસ્તુપૂજા કરવા શુભ તિથિ જુએ છે. હિંદુ પરંપરામાં આ તિથિ અને શુભ સમય જ્યોતિષ ગણનાના આધારે નક્કી કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં વૈદિક જ્યોતિષનું ખાસ મહત્વ છે. આ ઉપરાંત સામુદ્રિક શાસ્ત્ર, અંક શાસ્ત્ર અને હસ્તરેખા શાસ્ત્રને પણ લોકો માને છે. આ તમામ શાસ્ત્ર એક વિજ્ઞાન છે. અને તેમાં હસ્તરેખા શાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે જેમાં ફક્ત હાથની રેખાઓ જોઈ વ્યક્તિના જીવનના ખાસ પ્રસંગો વિષે કથન કરવામાં આવે છે.


મનુષ્ય જીવનમાં ઘણું મહત્વ

હસ્તરેખા શાસ્ત્ર મનુષ્ય જીવનમાં ઘણું મહત્વ ધરાવે છે. જો કે અભ્યાસ બાદ વ્યક્તિ હસ્તરેખા શાસ્ત્રી બને છે. હસ્તરેખા શાસ્ત્રી લાંબા સમયના અભ્યાસ બાદ આ વિદ્યામાં પારંગત બને છે. લોકો પોતાના જીવનના પ્રશ્નો દૂર કરવા અનેક મથામણ કરે છે. હાથની રેખાઓ તમારા જીવનના રહસ્ય બતાવશે અને તમે કઈ સમસ્યાથી ઘેરાયેલા છે તે બતાવશે.

લગ્ન રેખા: હસ્તરેખા શાસ્ત્ર અનુસાર હાથમાં સૌથી નાની આંગળીમાં નીચેના ભાગમાં આવતી રેખા લગ્ન રેખા હોય છે. આ રેખા હથેળીની બહારથી અંદર તરફ આવે છે. તે ખૂબ લાંબી નથી હોતી. કેટલાક લોકોના હાથમાં આવી ત્રણ કે ચાર રેખાઓ હોઈ શકે છે. એવી એક સામાન્ય માન્યતા છે કે સામાન્ય રીતે એકથી વધુ રેખા હોય તેમના વૈવાહિક જીવનમાં વધુ સમસ્યા જોવા મળે છે.

પ્રેમ રેખા: પ્રેમમાં સફળતા મળશે કે કેમ તે તમે હાથની રેખા પરથી જાણી શકો છો. ખાસ કરીને જે લોકો પ્રેમમાં હોય તેઓ અવશ્ય જાણે. જે વ્યક્તિની હથેળીમાં અનામિકા આંગળીની નીચે રેખા નીચે સૂર્ય રેખા સ્પર્શતી હોય, તો આવા લોકોને પ્રેમમાં સફળતા મળે છે. તેમનું લગ્નજીવનપણ આનંદમય પસાર થાય છે.

કપાયેલી લગ્ન રેખા: જો લગ્ન રેખા એટલે કે નાની આંગળી નીચે બહારથી અંદર આવતી રેખાઓ કપાઈ જાય, તો તે શુભ માનવામાં આવતું નથી. એવું કહેવાય છે કે આવા લોકોને પ્રેમમાં છેતરપિંડી થવાની શક્યતા હોય છે. આવા લોકોને પ્રેમ સંબંધોમાં ઉતાર-ચઢાવનો સામનો કરવો પડે છે. અને આ વ્યક્તિ જો લગ્ન કરે તો તેના વિવાહ તૂટવાની સંભાવના વધુ રહે છે.

  • Follow us on: