- મહાશિવરાત્રિ વ્રત મહા માસની વદ પક્ષની ચૌદશના દિવસે કરવામાં આવે
- આ દિવસે ભોલેનાથ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા
- મહાશિવરાત્રિ 18 ફેબ્રુઆરી 2023, શનિવારે
હિંદુ પંચાગ અનુસાર મહાશિવરાત્રિ વ્રત મહા માસની વદ પક્ષની ચૌદશના દિવસે કરવામાં આવે છે. આ વ્રતને અર્ધરાત્રિ વ્યાપિની ચૌદશની તિથિએ કરવું જોઈએ પછી ભલેને આ તિથિ પૂર્વા (તેરસયુક્ત) હોય કે પરા તિથિ હોય. નારદસંહિતા અનુસાર જે દિવસ મહા ચૌદશની તિથિ અડધી રાતના યોગવાળી હોય તે દિવસે જે શિવરાત્રિવ્રત કરે છે તે અનંત ફળને પ્રાપ્ત કરે છે.
આ દિવસે ભોલેનાથ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. આ વર્ષે, મહાશિવરાત્રિનો તહેવાર 18 ફેબ્રુઆરી 2023, શનિવારના રોજ આવશે. ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ મેળવવા માટે મહાશિવરાત્રિનો દિવસ શ્રેષ્ઠ છે. આ વર્ષે મહાશિવરાત્રિના દિવસે શનિ ગ્રહ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં હશે. આવો દુર્લભ સંયોગ 30 વર્ષ પછી બની રહ્યો છે.










