2025ના વર્ષમાં એક સાથે 6 ગ્રહો એક જ લાઇનમાં આવશે. નરી આંખે જોઇ શકાશે. આ તમામની અસર માનવજીવન પર પડશે. આ તમામની અસર અણધારી સમસ્યાઓ, મુશ્કેલીઓથી ભરેલુ રહેશે. મંગળનું વર્ષ હોવાથી ભારે ઉથલ પાથલ રહેશે દેશ અને દુનિયા પર અસર કરશે. શેરબજારમાં મોટી ઉથલપાથલ થશે. દુનિયા પર યુદ્ધો થશે. સોના ચાંદીમાં તેજી આવશે. જ્યારે જ્યારે 6 ગ્રહ એક સાથે આવશે માનવ જીવન પર અસર કરશે.
6 ગ્રહો મંગળ, શુક્ર, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન એક સીધી રેખામાં આવશે
રાત્રે અવકાશની દુનિયામાં એક અકલ્પનીય ખગોળીય ઘટના બનશે અને પછી આકાશમાં એક દુર્લભ નજારો જોવા મળશે. આજે પૃથ્વીવાસીઓએ ગ્રહોની પરેડ (પ્લેનેટરી અલાઈનમેન્ટ) જોવા માટે તૈયાર થઈ જવું જોઈએ. આજે 6 ગ્રહો મંગળ, શુક્ર, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન એક સીધી રેખામાં આવશે. આ સુંદર નજારો 8 માર્ચ સુધી દરરોજ રાત્રે આકાશમાં જોવા મળશે. 6 ગ્રહો મંગળ, શુક્ર, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન એક સીધી રેખામાં આવશે 2025નું વર્ષ ભારે ઉથલ પાથલવાળુ અને મુશ્કેલ રહેશે. કુદરતી આફત, અમાસ કે પૂનમે તેની વધારે અસર થશે. તીવ્ર અસર જોવા મળશે.
બજારોમાં તેજી જોવા મળશે. નજીકના સમયમાં મોટી રાજકીય ઉથલ પાથલ રહેશે. જાન્યુઆરીમાં 6 ગ્રહોની પરેડ સંકેત કરાવી રહ્યા છે કે બજાર સાથે જોડાયેલા લોકોએ સમજી વિચોરીને રોકાણ કરવુ કેમકે એક સાથે 6 ગ્રહો એક જ લાઇનમા આવી જતા ભારે ઉથલ પાથલ ભરેલુ રહેશે.
સમગ્ર વિશ્વમાં આ નજારો જોવા મળશે
આ પરેડ સૂર્યાસ્ત પછી 8:30 વાગ્યાથી જોઈ શકાશે. 11:30 પછી ગ્રહો અદૃશ્ય થઈ જશે. મંગળ, ગુરુ, યુરેનસ આખી રાત આકાશમાં દેખાશે. સૂર્ય ઉગતા પહેલા મંગળ અસ્ત થશે. જ્યારે શનિ, બુધ અને નેપ્ચ્યુન અસ્ત થશે, ત્યારે તેઓ સૂર્યની સૌથી નજીક હશે. શુક્ર-શનિ પશ્ચિમ દિશામાં દેખાશે અને ગુરુ-મંગળ પૂર્વ દિશામાં દેખાશે. સૂર્યાસ્ત પછી લગભગ 45 મિનિટ પછી ગ્રહો સ્પષ્ટપણે લાઇનમાં દેખાશે. 8મી માર્ચ સુધીમાં આ પરેડ સંપૂર્ણપણે દેખાશે. ભારત અને અમેરિકા, કેનેડા સહિત સમગ્ર વિશ્વમાં લોકો ગ્રહોની પરેડ જોઈ શકશે અને તેને જોવાનો શ્રેષ્ઠ સમય 21 જાન્યુઆરી, 2025 અને 21 ફેબ્રુઆરી, 2025 વચ્ચેનો રહેશે. આ પરેડ જોવાનો શ્રેષ્ઠ સમય પૂનમ છે.
ગ્રહોની પરેડ અને તેનું વૈજ્ઞાનિક મહત્વ
ગ્રહોની પરેડ ત્યારે યોજાતી હોય છે, જ્યારે અનેકવિધ ગ્રહો આકાશના એક જ ક્ષેત્રમાં સંરેખિત થાય છે, જે પૃથ્વી પરથી દ્રશ્યમાન હોય છે. આગામી 24-25 જાન્યુઆરીના રોજ સર્જાનારી ગ્રહોની પરેડમાં બુધ, શુક્ર, મંગળ, ગુરૂ અને શનિ, આ પાંચ ગ્રહો એક સુંદર અવકાશીય ચાપમાં સંરેખિત થશે, જેનાથી આકાશમાં એક મનોહર દ્રશ્ય સર્જાશે. આ સંરેખણ સૂર્યની આસપાસ ગ્રહોની તેમની ભ્રમણકક્ષામાં સંબંધિત સ્થિતિઓ દ્વારા સર્જાતી એક દ્રશ્ય ઘટના છે.
અવકાશમાં યોજાતા ગ્રહોના આવા સંરેખણો શૈક્ષણિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઘટનાઓ ગ્રહોની ગતિ, ગ્રહણ સમતલ અને આપણા સૌરમંડળની વિશાળતાનું અવલોકન કરવાની અને તેના વિશે શીખવાની એક અનોખી તક પૂરી પાડે છે. આવી ઘટનાઓ ખગોળશાસ્ત્રમાં રસ લેવા માટે જાહેર જનતાને પ્રોત્સાહિત કરે છે તેમજ વિદ્યાર્થીઓ અને અવકાશી ઘટનાઓના ઉત્સાહીઓમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસાને પ્રોત્સાહન આપે છે.
ગ્રહો ક્યારે એક લાઇનમાં થાય છે?
આ ઘટનાનો ઉલ્લેખ કરતા, અમેરિકાના ફ્લોરિડામાં બિશપ મ્યુઝિયમ ઓફ સાયન્સ એન્ડ નેચરના પ્લેનેટોરિયમ સુપરવાઈઝર હેન્ના સ્પાર્ક્સ કહે છે કે અવકાશના 7 ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે, જેમાં પૃથ્વીનો પણ સમાવેશ થાય છે. બધા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે, એકબીજાથી દૂર છે, પરંતુ વર્તુળ આકારમાં છે. તેમની ક્રાંતિનો સમય અને ઝડપ પણ બદલાય છે. એક સમય એવો આવે છે જ્યારે, સૂર્યની આસપાસ ફરતા હોવા છતાં, તમામ 8 ગ્રહો સૂર્યની એક બાજુએ એક સીધી રેખામાં આવે છે.









