• આ વખતે આ પિતૃ પક્ષ 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે
  • 25 સપ્ટેમ્બર સુધી પિતૃ પક્ષ ચાલશે
  • ભોજન અને અન્ય શ્રાદ્ધ વિધિથી પ્રસન્ન થાય પિતૃઓ

પિતૃ પક્ષ (Pitru Paksha) અથવા શ્રાદ્ધ પક્ષનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. આ તે પ્રસંગ છે જ્યારે આપણે આપણા પૂર્વજોની પૂજા કરીએ છીએ અને તેમના આશીર્વાદ મેળવીએ છીએ. સૌથી મહત્વની વાત એ છે કે પિતૃ ઋણ ચૂકવવાની સાથે તે પિતૃ દોષને દૂર કરે છે. હિંદુ કેલેન્ડર મુજબ, પિતૃપક્ષ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાથી શરૂ થાય છે, જે અમાસ સુધી 16 દિવસ ચાલે છે. જેમાં પિતૃ દેવો પિંડ દાન, બ્રાહ્મણ ભોજન અને અન્ય શ્રાદ્ધ વિધિથી પ્રસન્ન થાય છે.

આ વખતે આ પિતૃ પક્ષ 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે, જે 25 સપ્ટેમ્બર સુધી ચાલશે. કારણ કે પિતૃઓનું શ્રાદ્ધ તેમની મૃત્યુ તિથિ અનુસાર કરવામાં આવે છે. શ્રાદ્ધની તમામ તિથિ પ્રમાણે અલગ અલગ શ્રાદ્ધ નાખવાની પરંપરા છે.

કુંડળીમાં પિતૃદોષ છે તો તેના નિવારણ માટે કરવામાં આવતા આ મહાઉપાય પિતૃ પક્ષમાં ખૂબ અસરકારક હોય છે. પિતૃ પક્ષ 10 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહ્યો છે. એવામાં એવા લોકો માટે આ સારી તક છે, જે પિતૃદોષથી પીડિત છે. તેમને આ ઉપાય કરવાથી પિતૃદોષનુ નિવારણ થઇ શકે.

સર્વ પિતૃ અમાસના દિવસે પાણીમાં કાળા તલ, સફેદ ચંદન, સફેદ ફૂલ નાખીને પીપડાના ઝાડમાં ચઢાવો. ત્યારબાદ વૃક્ષની પાસે શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવી ‘ઓમ સર્વ પિતૃ દેવાય નમ:’ મંત્રનો જાપ કરો. જેનાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે.

તર્પણ કેમ કરવામાં આવે છે?

એવું કહેવાય છે કે આ 15 દિવસ દરમિયાન પિતૃલોકમાં પાણીની અછત છે. આ સ્થિતિમાં આપણા પૂર્વજો પૃથ્વી પર તેમના પ્રિયજનો વચ્ચે આવે છે. જ્યારે તેમના વંશજો તર્પણ કરે છે, પૂર્વજો સંતુષ્ટ થાય છે અને તેમને શાંતિ મળે છે. આવી સ્થિતિમાં પરિવારમાં સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે.

શ્રાદ્ધ દરમિયાન રાખો આ વાતનું ધ્યાન

શ્રાદ્ધ દરમિયાન પંડિત અથવા કોઈપણ માન્ય વ્યક્તિને ભોજન કરાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ખોરાક સીધા પૂર્વજો સુધી પહોંચે છે. તેથી આદરણીય લોકોને સંપૂર્ણ આદર અને સમ્માન સાથે ભોજન કરાવવું જોઈએ.

  • Follow us on: