• શ્રાદ્ધ પક્ષ 25 સપ્ટેમ્બરે ખતમ થશે
  • પિતૃપક્ષમાં પિંડદાન, શ્રાદ્ધ અને તર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે
  • પિતૃપક્ષમાં શુભ અને માગલિક કાર્યોની મનાઈ છે

હિંદુ ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્ત્વ રહે છે. તેના 16 દિવસ હોય છે. હિંદું પંચાંગના અનુસાર પિતૃપક્ષ ભાદરવા માસની પૂર્ણિમા તિથિથી પ્રારંભ થાય છે અને અશ્વિન માસની અમાસ સુધી રહે છે. આ વર્ષે 10 સપ્ટેમ્બરથી શરૂ થયેલા શ્રાદ્ધ પક્ષ 25 સપ્ટેમ્બરે ખતમ થશે. પિતૃઓને હિંદુ ધર્મમાં દેવતુલ્ય માનવામાં આવે છે. આ સમયે તર્પણ અને શ્રાદ્ધનું વિશેષ મહત્ત્વ પણ છે. માન્યતા છે કે પિતૃપક્ષમાં પિંડદાન, શ્રાદ્ધ, તર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને સુખ અને સમૃદ્ધિના આર્શીવાદ આપે છે. અનેકવાર લોકો અજાણતા પણ પિતૃપક્ષમાં પિંડદાન, શ્રાદ્ધ અને તર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને સુખ અને સમૃદ્ધિ પ્રદાન થાય તેવી કામના કરે છે. તો જાણો પિતૃદોષમાં કઈ વાતનું રાખવું જોઈએ ધ્યાન.

  • પુરાણોમાં જણાવ્યા અનુસાર પિતૃપક્ષમાં શુભ અને માગલિક કાર્યોની મનાઈ છે. આ સમયે કોઈ નવું કામ શરૂ કરવું નહીં કે નવા કપડાંની ખરીદી કરવી નહીં.
  • હિંદુ ધર્મમાં પિતૃપક્ષને પિતૃઓનો સમય માનવામાં આવે છે. આ કારણે આ સમયે પુરુષોએ વાળ ન કપાવવા અને દાઢી પણ ન કરાવવી.
  • માન્યતા છે કે પિતૃપક્ષના સમયે અત્તર કે પરફ્યૂમનો ઉપયોગ કરવો નહીં.
  • હિંદું ધર્મના અનુસાર પિતૃપક્ષના સમયે સાત્વિક ભોજન ન કરવું. આ સમયે ઘરનું ભોજન કરવું.
  • માનવામાં આવે છે કે શ્રાદ્ધ કરતી સમયે લોખંડના વાસણનો ઉપયોગ કરવો નહીં. આ સમયે અન્ય ધાતુથી બનેલા વાસણનો ઉપયોગ કરી શકાય છે.
  • કહેવાય છે કે પિંડદાનના સમયે બ્રાહ્મણને ચટાઈ કે લાકડાના સામાનમાં બેસાડવા. લોખંડના આસનનો પ્રયોગ કરવો નહીં.
  • પિતૃપક્ષના છેલ્લા દિવસે એટલે કે અમાસના દિવસે શ્રાદ્ધ કરવું જેથી કોઈ પણ પિતૃઓ ભૂલાઈ ગયા હોય તો પિતૃદોષ સમાપ્ત થશે. જીવનમાં ખુશીઓ આવશે.  

  • Follow us on: