• 25 સપ્ટેમ્બરે ઉજવાશે સર્વ પિતૃ અમાસ
  • ગાયને લીલો ચારો ખવડાવવાથી થશે ફાયદો
  • ચાંદીનું દાન સૌથી ઉત્તમ માનવામાં આવે છે

પિતૃપક્ષમાં પિતૃઓનું પૂજન અને તર્પણ કરવામાં આવે છે. આ સમયે શ્રાધ્ધ કર્મથી પિતૃ પ્રસન્ન થઈને પરિવારને ઉંમર, સુખ અને સમૃદ્ધિના આર્શીવાદ આપે છે. શ્રાદ્ધ કર્મથી પૂર્વજોના આત્માને શાંતિ મળે છે. આ માટે કહેવાય છે કે તમામ વ્યક્તિએ પૂર્વજોનું શ્રાદ્ધ અવશ્ય કરવું. આ દિવસે શ્રાદ્ધની પૂર્ણાહૂતિ થાય છે. આ કારણે આ દિવસે તમામ પિતૃઓનું શ્રાદ્ધ કરી શકાય છે.

સર્વ પિતૃ અમાસના દિવસે કેટલાક ખાસ ઉપાયો કરી લેવામાં આવે તો પિતૃઓ પ્રસન્ન થાય છે. તેનાથી દરેક સમયે પરિવાર પર તેમના આર્શીવાદ અને ઘરમાં સુખ તથા સમૃદ્ધિ બની રહે છે. તો જાણો કયા વિશેષ ઉપાયોથી સફળતા મળશે.

પિતૃઓ થશે પ્રસન્ન

પિતૃપક્ષ અમાસ પર કેટલાક વિશેષ ઉપાયો અપનાવીને પિતૃઓને સંતુષ્ટ કરી શકાય છે. આ દિવસે જ્ઞાત અને અજ્ઞાત પિતૃઓનું શ્રાદ્ધ કરાય છે. પિતૃમોક્ષ અમાસને સર્વપિતૃ અમાસ પણ કહેવામાં આવે છે. આ ઉપાયોથી પ્રસન્ન થઈને પિતૃ પરિવારને આર્શીવાદ આપે છે.

જાણો કયા ઉપાયોથી મળશે વિશેષ પુણ્ય

ગાયને લીલો ચારો ખવડાવો

કહેવામાં આવે છે કે સર્વ પિતૃ અમાસના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ. પિતૃપક્ષમાં ગાયને ખાવાનું આપવાની અને તેમની સેવા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.

પીપળાના ઝાડની પૂજા

સર્વ પિતૃ અમાસે પીપળાના ઝાડની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. આ માટે આ દિવસે સવારે જલ્દી ઉઠીને પીપળાના ઝાડની નીચે દીવો કરવો. તેનાથી પિતૃ પ્રસન્ન થઈને આર્શીવાદ આપે છે.

તર્પણ કરવું

માન્યતા છે કે સર્વ પિતૃ અમાસના દિવસે પિતૃઓનું તર્પણ કરવું. આ દિવસે તેનું ખાસ મહત્ત્વ છે. તેનાથી પિતૃઓ પ્રસન્ન રહે છે અને સાથે સુખ તથા સમૃદ્ધિના આર્શીવાદ આપે છે.  

  • Follow us on: