- 10 સપ્ટેમ્બરથી શરૂ થશે પિતૃપક્ષ
- 25 સપ્ટેમ્બર, રવિવારે સર્વપિતૃ અમાસ
- 17 સપ્ટેમ્બરના રોજ કોઈ શ્રાદ્ધ વિધિ કરવામાં આવશે નહીં
ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિથી શ્રાદ્ધ શરૂ થવા જઈ રહ્યા છે. સોળ શ્રાદ્ધ નાખવાની આપણે ત્યાં પરંપરા છે. આ વખતે શ્રાદ્ધ પક્ષ શનિવાર, 10 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 25 સપ્ટેમ્બર, રવિવારના રોજ સમાપ્ત થશે. જ્યોતિષીઓનું કહેવું છે કે આ વર્ષે શ્રાદ્ધ પક્ષ 15 દિવસને બદલે 16 દિવસ ચાલશે. પિતૃપક્ષમાં 16 વર્ષ પછી આવો સંયોગ આવ્યો છે. અગાઉ આવો સંયોગ વર્ષ 2011માં બન્યો હતો. દરમિયાન, 17 સપ્ટેમ્બરના રોજ કોઈ શ્રાદ્ધ વિધિ કરવામાં આવશે નહીં.
શ્રાદ્ધનું મહત્વ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પિતૃપક્ષમાં પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ કરવાથી તેમના આત્માને શાંતિ મળે છે. આ સમય દરમિયાન આપણા પૂર્વજો આપણને આશીર્વાદ આપવા આવે છે અને તેમની કૃપાથી જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓનો અંત આવે છે. પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવા ઉપરાંત ગરીબ અને જરૂરિયાતમંદોને દાન આપવું પણ ખૂબ ફળદાયક માનવામાં આવે છે.
કોનું શ્રાદ્ધ ક્યારે થશે
10 સપ્ટેમ્બર - પ્રતિપદાનું શ્રાદ્ધ- (પૂનમ, પડવાનું શ્રાદ્ધ) પ્રતિપદાના દિવસે વડીલોનું શ્રાદ્ધ કરવામાં આવે છે. 11 સપ્ટેમ્બર - બીજનું શ્રાદ્ધ કરાશે. 12 સપ્ટેમ્બર - સોમવારે ત્રીજનું શ્રાદ્ધ, 13 સપ્ટેમ્બર - ચોથનું શ્રાદ્ધ કરાશે. 14 સપ્ટેમ્બર -પાંચમનું શ્રાદ્ધ અવિવાહિત-કુંવારાનું શ્રાદ્ધ કરાશે, 15 સપ્ટેમ્બર -ગુરૂવાર છઠ્ઠનું શ્રાદ્ધ, 16 સપ્ટેમ્બર -શુક્રવાર સાતમનું શ્રાદ્ધ કરાશે.
17 સપ્ટેમ્બરે કોઇ શ્રાદ્ધ કરાશે નહી
18 સપ્ટેમ્બર -રવિવાર આઠમનું શ્રાદ્ધ કરાશે. 19 સપ્ટેમ્બર -સોમવાર નોમનું શ્રાદ્ધ આ દિવસે વિવાહિત મહિલાઓનું શ્રાદ્ધ કરાશે આ દિવસને માતૃશ્રાદ્ધ નવમી કહે છે. 20 સપ્ટેમ્બર -મંગળવાર દસમનું શ્રાદ્ધ. 21 સપ્ટેમ્બર -બુધવાર અગિયારસનું શ્રાદ્ધ આ દિવસ સંન્યાસીઓનું શ્રાદ્ધ કરાશે. 22 સપ્ટેમ્બર -ગુરૂવાર બારસનું શ્રાદ્ધ આ દિવસે આ દિવસે અકાળે અવસાન પામેલાનું શ્રાદ્ધ કરાશે. . 23 સપ્ટેમ્બર -શુક્રવાર તેરસનું શ્રાદ્ધ બાળા-ભોળા એટલેકે નાના બાળકોનું શ્રાદ્ધ કરાશે 24 સપ્ટેમ્બર -શનિવાર ચૌદશનું શ્રાદ્ધ કરાશે. જે લોકો કોઈ અકસ્માત, રોગ અથવા આત્મહત્યાના કારણે મૃત્યુ પામે છે, તેમનું શ્રાદ્ધ ચતુર્દશી તિથિએ એટલે કે ચૌદશે કરવામાં આવે છે. 25 સપ્ટેમ્બર -રવિવાર સર્વપિતૃ અમાસનું શ્રાદ્ધ