- આ દિવસોએ બની રહ્યો છે ખાસ યોગ
- 11, 13, 17, 24, 25એ સર્વાર્થ સિદ્ધિ યોગમાં કરો ખરીદી
- 13 અને 17 સપ્ટેમ્બરે બની રહ્યો છે અમૃત યોગ પણ
હાલમાં શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ છે જે આવનારા 15 દિવસ સુધી ચાલુ રહેશે. પિતૃગણ પોતાના વંશજોને ત્યાં ધરતી પર વિવિધ રૂપમાં અવતરિત થાય છે. આ સમયે સમસ્ત પિતૃગણની વાપસી તેમના ગંતવ્યની તરફ થવા લાગે છે. આ સમયને પિતૃપક્ષ કહેવામાં આવે છે. આ સમયે પિતૃઓની ઈચ્છાપૂર્તિ અને તેમનું શ્રાદ્ધ કરીને પિતૃદોષને દૂર કરી શકાય છે. માન્યતા છે કે આ સમયે કોઈ પણ ખરીદી કરવી યોગ્ય હોતી નથી. પરંતુ જાણો શું કહે છે શાસ્ત્રો.
પિતૃઓ થાય છે નારાજ
કહેવાય છે કે પિતૃપક્ષમાં કેટલાક કાર્યો કરવાની મનાઈ છે. માન્યતા છે કે આ સમયે ભૌતિક ચીજોની ખરીદી કરવી નહીં. આમ કરવાથી પિતૃઓ નારાજ થાય છે. શાસ્ત્રોમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે આ સમયે ખરીદી કરવી જોઈએ નહીં.

પરિવારમાં ન કરો લડાઈ ઝઘડા
પિતૃપક્ષમાં તમે ખરીદી કરી શકો છો પણ એવું કોઈ કામ ન કરો કે જેનાથી પિતૃઓ નારાજ થાય. તમે આ સમયે પોતાને ખુશ રાખો અને કોઈ પ્રકારનું ટેન્શન ન લો. પરિવારની સાથે સારો વ્યવહાર કરો. ઘરમાં લડાઈ ઝઘડો ટાળો. પરિવારમાં કોઈ ક્લેશ ન થાય તેનું ધ્યાન રાખો. તેનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.
કંપનીઓ આપે છે ઓફર
પિતૃપક્ષમાં બિઝનેસ વધારવા માટે અનેક કંપનીઓ અનેક ઓફર્સ લાવે છે. એવામાં આ ઓફર્સનો લાભ લેવાનું તમને મન થાય એ સ્વાભાવિક છે. પરંતુ તમે આ સમયે આરામથી ખરીદી કરી શકો છો. આ માટે કેટલીક શુભ તારીખ છે જેને તમે ફોલો કરી શકશો.
આ દિવસોએ કરો ખરીદી
11, 13, 17, 24, 25 સપ્ટેમ્બરે બની રહ્યો છે સર્વાર્થ સિદ્ધિ યોગ. આ દિવસોને શુભ માનવામાં આવે છે. તમે આ સમયે ટેન્શન ફ્રી થઈને ખરીદી કરી શકો છો. આ સાથે 13 તારીખે વૃદ્ધિયોગ અને અમૃત યોગ પણ છે. 17 સપ્ટેમ્બરે અમૃત સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. 16 સપ્ટેમ્બરે રવિયોગ છે. એવામાં તમે શોપિંગ કરવાનું મન બનાવી લો છો તો તમે ખરીદી કરી શકો છો.