પિતૃપક્ષ હવે પૂરો થવાનો છે. આવતી કાલે સર્વપિતૃ અમાસની સાથે જે પિતૃપક્ષની પૂર્ણાહુતી થશે. પિતૃપક્ષમાં 16 શ્રાદ્ધ નાંખવાની પરંપરા છે. એવી માન્યતા છે કે પિતૃપક્ષમાં પિતૃઓ પૃથ્વીપર વાસ કરે છે તેમની અધુરી રહેલી ઇચ્છાઓ તેમને એક વખત ફરીથી પૃથ્વીપર લાવશે. ઘરવાળા તેમના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ વિધિ કરે છે. શ્રાદ્ધ વિધિના ખાસ નિયમો છે. આ અવધીમાં પિતૃઓ પૃથ્વી પર આવે છે ઘરવાળા પિતૃઓની શાંતિ માટે પૂજા પાઠ કરે છે.


 પિતૃપક્ષ દરમિયાન જો કોઇનું મૃત્યુ થાય તો તેમના આત્માનું શું થાય છે?

જો કે સૌના મનમા એક જ સવાલ રહે છે કે પિતૃપક્ષ દરમિયાન જો કોઇનું મૃત્યુ થાય તો તેમના આત્માનું શું થાય છે? પિતૃપક્ષમાં નિધન થાય તો શું થાય. જો પિતૃપક્ષ દરમિયાન કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેને શુભ માનવામાં આવે છે. જો કે મૃત્યુ એક દુઃખદાયક ઘટના છે, પરંતુ હિંદુ શાસ્ત્રો અનુસાર પિતૃ પક્ષમાં મૃત્યુ એ આત્મા માટે શુભ સંકેત છે. આત્માને સ્વર્ગમાં સ્થાન મળે છે એવું કહેવાય છે. આ સમયગાળા દરમિયાન, અંતિમ સંસ્કાર એ જ રીતે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષમાં તેમનું મૃત્યુ તેમના સારા કાર્યોનું પરિણામ છે. જો તમારા ઘરની કોઈ વ્યક્તિ પિતૃપક્ષ દરમિયાન ગુજરી જાય છે તો તે ઘરમાં પિતૃઓની કૃપા રહે છે અને ઘરમાં કોઈપણ પ્રકારની બાધાઓ આવતી નથી. આ સમયગાળા દરમિયાન મૃત્યુ પામેલા લોકો મોક્ષને પામે છે.

સર્વ પિતૃ અમાસ શ્રાદ્ધનો સમય

સર્વ પિતૃ અમાસ પિતૃ પક્ષના અંતિમ દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે આ તારીખ 02 ઓક્ટોબરે આવી રહી છે. આ શ્રાદ્ધનો છેલ્લો દિવસ છે. આ દિવસ પિતૃ અમાસ તરીકે પણ ઓળખાય છે. વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ પણ આ દિવસે થઈ રહ્યું છે. દરેકના મનમાં એક જ પ્રશ્ન છે કે શું આ દિવસે શ્રાદ્ધ કરવું જોઈએ? અને જો તે કરવું જોઈએ તો તેના માટે યોગ્ય સમય કયો છે. પિતૃ અમાસ 1 ઓક્ટોબર 2024ના રોજ સવારે 9.34 કલાકે શરૂ થશે. જ્યારે તે 2 ઓક્ટોબર, 2024 ના રોજ બપોરે 12:18 વાગ્યે સમાપ્ત થશે.

પિતૃપક્ષ પછી આવશે નવરાત્રિ

હિંદુ કેલેન્ડર મુજબ પિતૃપક્ષની સમાપ્તિ પછી બીજા દિવસથી નવરાત્રિ શરૂ થાય છે. આ વખતે પિતૃ પક્ષ 2જી ઓક્ટોબરે સમાપ્ત થઈ રહ્યો છે અને તેના એક દિવસ પછી એટલે કે 3જી ઓક્ટોબર 2024થી શારદીય નવરાત્રિ શરૂ થઈ રહી છે. આ વખતે નવરાત્રિ 11મી ઓક્ટોબર સુધી ચાલશે અને 12મી ઓક્ટોબરે દશેરાનો તહેવાર ઉજવવામાં આવશે. પિતૃપક્ષના અંત પછી તહેવારોની પ્રક્રિયા શરૂ થાય છે. નવરાત્રિ અને વિજયાદશમી પછી ધનતેરસ, દિવાળી, ભાઈ બીજ અને છઠ પૂજા જેવા મોટા તહેવારો આવે છે.


  • Follow us on: