• ગ્રહણ બાદ શુદ્ધિકરણ કર્યા પછી જ આજે ફરીથી મંદિરોમાં રાબેતા મુજબ પૂજા અર્ચના
  • ચંદ્રગ્રહણ પછી શ્રી મહાકાલેશ્વર મંદિરમાં પૂજારીઓએ 'ભસ્મ આરતી' કરી હતી
  • મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં 'જલાભિષેક' કરવામાં આવ્યો

નવરાત્રિમાં માતાજીની આરાધના કર્યા બાદ શરદપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે જો કે આ વખતે શરદપૂર્ણિમાએ વર્ષનું છેલ્લુ ચંદ્રગ્રહણ હોવાથી મંદિરોના કપાટ બપોર બાદ બંધ કરી દેવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય છે અને શરદપુર્ણિમાએ વિશેષ પૂજા અર્ચના કરતા હોય છે જો કે આ વખતે શરદપૂર્ણિમાએ ગ્રહણ હોવાથી મંદિરોના દ્વાર ભક્તો માટે બંધ થયા હતા.

સુતક કાળ પાળવામાં આવ્યો હતો

[[$googlead]]

[[$alsoread]]

આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાતુ હોવાથી સુતક કાળ પાળવામાં આવ્યો હતો અને તમામ મંદિરોનું ગ્રહણ બાદ શુદ્ધિકરણ કર્યા પછી જ આજે ફરીથી મંદિરોમાં રાબેતા મુજબ પૂજા અર્ચના કરવામાં આવશે. ગ્રહણ બાદ મંદિરમાં કરાયું શુદ્ધિકરણ અને હવે શરદપૂર્ણિમા તરીકે નગરદેવી મંદિરમાં આજે ઉજવણી કરવામાં આવશે કેમકે કાલે બપોર બાદ મંદિરના દ્વાર બંધ હતા. શરદપૂર્ણિમા નિમિતે માઈ ભક્તો પહોંચ્યા દર્શન કરવા મંદિર મંદિરોમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.

શ્રી વેંકટેશ્વર મંદિરના દરવાજા ફરીથી ખોલ્યા

તિરુપતિ, આંધ્રપ્રદેશ: ચંદ્રગ્રહણ પછી, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના અધિકારીઓએ રવિવારે સવારે શ્રી વેંકટેશ્વર મંદિરના દરવાજા ફરીથી ખોલ્યા, 'શાસ્ત્રો' અનુસાર મંદિરની સફાઈ કરી અને સુપ્રભાત સેવા શરૂ કરી. ઉજ્જૈન, મધ્ય પ્રદેશ: ચંદ્રગ્રહણ પછી શ્રી મહાકાલેશ્વર મંદિરમાં પૂજારીઓએ 'ભસ્મ આરતી' કરી હતી. મહારાષ્ટ્રઃ ચંદ્રગ્રહણ બાદ મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં 'જલાભિષેક' કરવામાં આવ્યો.

મધ્યપ્રદેશ: ઉજ્જૈનમાં આવેલ મહાકાલેશ્વર મંદિરને ચંદ્રગ્રહણ બાદ પવિત્ર નદીઓના પાણીથી ધોવામાં આવ્યું અને 'ભસ્મ આરતી' કરવામાં આવી.

ઉત્તરાખંડ: ચંદ્રગ્રહણ દરમિયાન હરિદ્વારમાં હરી કી પૌડી ખાતે ભક્તો જપ, ધ્યાન અને હવન કરે છે.


  • Follow us on: