- ભગવાન શ્રીરામનો જન્મ પણ આ નક્ષત્રમાં થયો હતો
- પુષ્ય નક્ષત્ર સાથે જે વાર હોય તેનાથી પુષ્ય નક્ષત્રની ઓળખ થાય છે
- પુષ્ય નક્ષત્રના શુભ સંયોગમાં શુભ કાર્ય અને ખરીદી કરવી ખૂબ જ શુભ
હિન્દુ ધર્મમાં કુલ 27 નક્ષત્રોમાં પુષ્ય નક્ષત્ર યોગને શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. કહેવાય છે કે ભગવાન શ્રીરામનો જન્મ પણ આ નક્ષત્રમાં થયો હતો. પુષ્ય નક્ષત્ર સાથે જે વાર હોય તેનાથી પુષ્ય નક્ષત્રની ઓળખ થાય છે જેમકે રવિ પુષ્ય, શનિ પુષ્ય અને ગુરુ પુષ્ય નક્ષત્ર સૌથી વધુ શુભ માનવામાં આવે છે.
ડિસેમ્બર અને માગશર મહિનામાં પુષ્ય નક્ષત્ર 11 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. પુષ્ય નક્ષત્રના શુભ સંયોગમાં શુભ કાર્ય અને ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ કેટલાક એવા કામ છે જે પુષ્ય નક્ષત્ર દરમિયાન ન કરવા જોઈએ. જાણો પુષ્ય નક્ષત્રનો યોગ અને શુભ સમય અને આ દરમિયાન કયા કાર્યો શુભ અને અશુભ છે.
ડિસેમ્બર 2022 પુષ્ય નક્ષત્ર યોગ
પુષ્ય નક્ષત્રની શરૂઆત - રવિવાર 11 ડિસેમ્બર 2022, રાત્રે 08:36 થી
પુષ્ય નક્ષત્રનો અંત - સોમવાર 12 ડિસેમ્બર 2022 રાત્રે 11:36 વાગ્યા સુધી
પુષ્ય નક્ષત્ર યોગમાં શું કરવું
પુષ્પ નક્ષત્રમાં સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. જો તમે સોનું ખરીદી શકતા નથી તો પિત્તળ કે ચાંદી પણ ખરીદી શકો છો. કારણ કે હિન્દુ ધર્મમાં આ ધાતુઓને શુદ્ધ, પવિત્ર અને પુનઃપ્રાપ્ય ધાતુ માનવામાં આવી છે.
પુષ્ય નક્ષત્રમાં વાહન, મકાન, જમીન વગેરે ખરીદવું પણ શુભ છે.
જો તમે કોઈ કામ શરૂ કરવા ઈચ્છો છો અથવા કોઈ ઈમારતનું નિર્માણ કરાવવા ઈચ્છો છો તો પુષ્ય નક્ષત્રનો દિવસ ખૂબ જ શુભ છે.પુષ્ય નક્ષત્રના દિવસે તમારે તમારી ક્ષમતા અનુસાર દાન અને દક્ષિણા અવશ્ય કરવી. તેમજ આ દિવસે ખીચડી, ચોખા, ચણાનો લોટ, કઢી, લાડુ વગેરે ખાઓ.
પુષ્ય નક્ષત્ર કોઈપણ નવા કાર્યની શરૂઆત કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસથી તમે જ્ઞાન, શિક્ષણ, દુકાન ખોલી શકો છો, લખવાનું શરૂ કરી શકો છો અથવા કોઈ નવું કાર્ય શરૂ કરી શકો છો.
પુષ્ય નક્ષત્રમાં ભૂલથી પણ આ કામ ન કરવું
પુષ્ય નક્ષત્રમાં સોનું ખરીદવું શુભ છે. પરંતુ આ દિવસે સ્ત્રીએ નવા વસ્ત્રો કે નવા સોનાના ઘરેણા ન પહેરવા જોઈએ. આ વાતનું વર્ણન મુહૂર્ત ચિંતામણિ નક્ષત્ર પર્વના શ્લોક 10માં કરવામાં આવ્યું છે.
જો પુષ્ય નક્ષત્ર બુધવાર કે શુક્રવારે આવે તો તે અશુભ માનવામાં આવે છે. આમાં શુભ કાર્ય કરવાનું ટાળો.
શનિ પુષ્ય નક્ષત્રનો સ્વામી છે. એટલા માટે આમાં એવા કામ ન કરો જેનાથી શનિદેવ નારાજ થાય. પુષ્ય નક્ષત્રમાં દારૂ પીવો, ઉછીના પૈસા આપવા, જૂઠું બોલવું, સ્ત્રીઓનું અપમાન કરવું અને પ્રાણીઓ પર ત્રાસ કરવો જેવા કામો ન કરવા.
હિંદુ ધર્મમાં પુષ્ય નક્ષત્ર ખૂબ જ શુભ અને પવિત્ર છે. એટલા માટે તેમાં તામસિક ભોજન ન લેવું.
એવું માનવામાં આવે છે કે પુષ્ય નક્ષત્રને ભગવાન બ્રહ્માએ શ્રાપ આપ્યો હતો. એટલા માટે અત્યંત શુભ હોવા છતાં પણ આ નક્ષત્રમાં લગ્ન વર્જિત માનવામાં આવે છે.