- રાહુને ક્રૂર અને છાયા ગ્રહ માનવામાં આવે છે
- મેષ રાશિમાં શુક્ર અને છાયા ગ્રહ રાહુનો સંયોગ તમામ રાશિઓ પર અસર કરશે
- શુક્ર અને રાહુની યુતિ 3 રાશિવાળા લોકો માટે જોખમી
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સમયે રાહુ ગ્રહ મેષ રાશિમાં છે. બીજી તરફ, 12 માર્ચ, 2023 ના રોજ, શુક્ર સંક્રમણ પછી મેષ રાશિમાં પ્રવેશ કર્યો છે. આ કારણે રાહુ અને શુક્રનો સંયોગ મેષ રાશિમાં બન્યો છે. રાહુને ક્રૂર અને છાયા ગ્રહ માનવામાં આવે છે. તેથી જ મેષ રાશિમાં શુક્ર અને છાયા ગ્રહ રાહુનો સંયોગ તમામ રાશિઓ પર મોટી અસર કરશે. બીજી તરફ, શુક્ર અને રાહુની યુતિ 3 રાશિવાળા લોકો માટે જોખમી સાબિત થઈ શકે છે. આ લોકોએ 6 એપ્રિલ સુધી સાવધાન રહેવું. આ પછી શુક્ર મેષ રાશિમાંથી નીકળીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે.
રાહુ શુક્રની યુતિથી આ લોકોને નુકસાન
મેષ: શુક્ર અને રાહુનો સંયોગ મેષ રાશિમાં જ થઇ રહ્યો છે, તેથી આ લોકોએ ખૂબ કાળજી રાખવી પડશે. ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું પડશે. અન્યથા તમારે નુકસાન ભોગવવુ પડશે વિવાહિત જીવનમાં સમસ્યા આવી શકે છે. તમારા જીવનસાથીનું ધ્યાન રાખો અને તેની સાથે કાળજીપૂર્વક વ્યવહાર કરો.
કન્યા: શુક્ર અને રાહુનો સંયોગ પણ કન્યા રાશિના લોકો માટે સારો નથી. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે. પરિવારના વડીલોનું પણ ધ્યાન રાખવું. વાહન ચલાવતી વખતે કાળજી રાખો. ટ્રાફિકના નિયમોનું પાલન કરો. તમારા જીવનસાથીનું ધ્યાન રાખો. તેની સાથે દલીલ ન કરો.
કર્કઃ- શુક્ર અને રાહુનો સંયોગ કર્ક રાશિના જાતકો માટે મોટી પરેશાનીનું કારણ બની શકે છે. જેઓ પ્રમોશનની રાહ જોઈ રહ્યા છે, તેમણે રાહ જોવી પડી શકે છે. સુખમાં ઘટાડો થઈ શકે છે. આવકમાં ઘટાડો થઈ શકે છે. નુકશાન થઈ શકે છે. આ સમય ધીરજથી લો. તમારી વાણી પર નિયંત્રણ રાખો.