- હિંદુ ધર્મમાં પૂર્વજોની તૃપ્તિ માટે તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ કર્મ કરવાનો નિયમ
- સર્વપિતૃ અમાસ પર પૂર્વજોને ભાવપૂર્વક વિદાય આપવી
- ગરીબોને દાન અને ભોજન આપવાથી પિતૃઓના આત્માને શાંતિ મળે
હિંદુ ધર્મમાં પૂર્વજોની તૃપ્તિ માટે તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ કર્મ કરવાનો નિયમ છે. તેનાથી પૂર્વજોના આત્માને સંતોષ મળે છે અને તેમને મોક્ષ મળે છે. આ કાર્ય માટે પિતૃપક્ષને હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં શ્રેષ્ઠ દિવસ તરીકે વર્ણવવામાં આવ્યો છે.
સર્વપિતૃ અમાસ પર તેમનું સ્મરણ કરવાથી, ગરીબોને દાન અને ભોજન આપવાથી પિતૃઓના આત્માને શાંતિ મળે છે. આ દિવસે દાન કરવાથી અચૂક ફળ મળે છે. તેનાથી તમારા જીવનની તમામ મોટી સમસ્યાઓનો અંત આવી શકે છે. સર્વપિતૃ અમાસ 25 સપ્ટેમ્બર એટલે કે આજે છે.
સર્વપિતૃ અમાસ પર પૂર્વજોને કેવી રીતે વિદાય આપવી?
જે લોકો તેમના પૂર્વજોની મૃત્યુ તિથિ યાદ રાખી શક્યા નથી, તેઓ પિતૃ વિસર્જન અમાસ પર તેમનું શ્રાદ્ધ કરી શકે છે. આ દિવસે સાત્વિક અને વિદ્વાન બ્રાહ્મણને ઘરે બોલાવો. તેમને ભોજન કરાવો અને આશીર્વાદ માટે પ્રાર્થના કરો. સ્નાન કરો અને શુદ્ધ હૃદયથી ભોજન તૈયાર કરો. ભોજન સાત્વિક હોવું જોઈએ અને તેમાં ખીર પુરી હોવી જોઈએ. આ કામ તમે બપોરે કરો તો સારું રહેશે. બ્રાહ્મણને ભોજન કરાવતા પહેલા પંચબલી અર્પણ કરો. ત્યારબાદ પૂર્વજોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો.
તર્પણ કરવુ
કોઈ કારણોસર તમે આખા પિતૃ પક્ષ દરમ્યાન તર્પણ કરી શકતા નથી તો સર્વપિતૃ અમાસ આખા 15 દિવસનુ ફળ આપવાનો દિવસ છે. આ દિવસે જો તમે તર્પણ કરી શકો છો. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને જીવનમાં કોઈ પણ વસ્તુની કમી રહેતી નથી.









