• 25 સપ્ટેમ્બરે સર્વપિતૃ અમાસની ઉજવણી
  • રવિવાર સવાર 3 .11 મિનિટથી શરૂ થશે અમાસ
  • સોમવારે સવારે 3.22 મિનિટ સુધી મૂહૂર્ત રહેશે

પિતૃપક્ષની શરૂઆત 10 સપ્ટેમ્બરથી થઈ છે. 16 દિવસ સુધી ચાલનારા પિતૃપક્ષનું સમાપન 25 સપ્ટેમ્બરે સર્વપિતૃ અમાસનો દિવસ રહેશે. અશ્વિન મહિનામાં આવતી અમાસને સર્વપિતૃ અમાસ અને મહાલય અમાસના નામે ઓળખવામાં આવે છે. આ દિવસે પિતૃઓના પિંડદાન, તર્પણ અને દાનનો છેલ્લો દિવસ છે. સર્વપિતૃ અમાસના દિવસે પિતૃઓની વિદાય કરવામાં આવે છે. આ પછી પિતૃપક્ષનું સમાપન થાય છે.

ધાર્મિક મહત્ત્વ

આ દિવસે પિતૃઓને વિદાય આપવા, વિશેષ પૂજા પાઠ અને નિયમોનું પાલન કરવાથી પિતૃઓ પ્રસન્ન થઈને પોતાના લોકમાં જાય છે અને વંશજોને સારા આર્શીવાદ આપે છે. તો જાણો શુભ મૂહૂર્ત, મહત્ત્વ અને આ દિવસે શું કરવું અને શું નહીં.

સર્વપિતૃ અમાસ મૂહૂર્ત

હિંદુ પંચાંગના અનુસાર આ વર્ષે સર્વપિતૃ અમાસ 25 સપ્ટેમ્બર 2022 રવિવારે આવશે. તેની શરૂઆત સવારે 3 .11 મિનિટથી લઈને 26 સપ્ટેમ્બર સોમવારે સવારે 3.22 મિનિટ સુધી રહેશે. આ સમયે તમે પૂજા પાઠ કરી શકશો.


આ દિવસે શું કરવું અને શું નહીં

અશ્વિન અમાસ પિતૃપક્ષનો આખરી દિવસ હોય છે. માન્યતા છે કે આ દિવસે પિતૃઓની વિદાય કરાય છે. તેને સર્વપિતૃ અમાસના નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે તર્પણ કરવું જરૂરી છે. માનવામાં આવે છે કે આ દિવસે ઘરે આવેલા ગરીબ કે જરૂરિયાતમંદ લોકોને ખાલી હાથે પરત મોકલવા નહીં. કેટલાક રૂપિયા, અન્ન, વસ્ત્રનું દાન અવશ્ય કરવું.

આ દિવસે માંસ મદિરાનું સેવન ન કરવું. તેનાથી પિતૃદોષનો સામનો કરવો પડશે. સર્વપિતૃ અમાસના દિવસે અજાણતા થયેલી ભૂલ માટે શ્રમા માંગો અને સાથે એવું કોઈ કામ ન કરો જેનાથી પિતૃઓ નારાજ થઈ જાય. માન્યતા છે કે પિતૃઓને પ્રસન્ન કરવા માટે વિદાય કરવી. જેથી તે જતા સમયે સારા આર્શીવાદ વંશજોને આપી જાય છે.

શું છે સર્વપિતૃ અમાસનું મહત્ત્વ

હિંદુ ધર્મમાં દર મહિને આવનારી અમાસનું પોતાનું મહત્ત્વ છે. અશ્વિન અમાસ, સર્વપિતૃ અમાસ કે મહાલય અમાસનું ખાસ મહત્ત્વ છે. આ દિવસે પિતૃઓનું તર્પણ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે. આ દિવસે પિતૃઓના માટે ખાસ વ્યંજન અને પકવાન બનાવવામાં આવે છે. ભોજનને શ્વાન, ગાય, કાગડાને આપવામાં આવે છે. સાથે આ દિવસે બ્રાહ્મણ ભોજ પણ કરાવાય છે. પિતૃદોષથી પીડિત લોકોને માટે આ દિવસ મહત્ત્વનો હોય છે.  

  • Follow us on: