• શનિ અને બુધનું સામસામે આવવું મિથુન રાશિના લોકો માટે ફાયદાકારક 
  • મેષ રાશિના જાતકો માટે શનિ અને બુધનું સામસામે થવુ પ્રગતિ સમાન
  • શનિ અને બુધની ચાલ વૃષભ રાશિના લોકો માટે સાનુકૂળ સાબિત થશે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ સમય સમય પર પોતાની રાશિ બદલતા રહે છે. આ રીતે રાશિચક્રના ગ્રહોના ગોચરને કારણે વિવિધ ગ્રહોની સ્થિતિઓનું નિર્માણ થાય છે. 18 સપ્ટેમ્બર 2023થી શનિ અને બુધ એકસાથે એક ખાસ સ્થિતિનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. હકીકતમાં 18 સપ્ટેમ્બરથી બુધ અને શનિ બંને એક બીજાની સામે ગોચર કરશે. એટલે કે આ બંને ગ્રહો એકબીજાથી સાતમા પાસામાં ભ્રમણ કરશે. તેની અસર તમામ રાશિના લોકો પર પડશે. તે જ સમયે, શનિ અને બુધની આ સ્થિતિ 4 રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેવાની છે. આ લોકોને અચાનક પૈસા મળશે. આ લોકોના જીવનમાં અદ્ભુત દિવસો શરૂ થાય. 

શનિ અને બુધ આ રાશિના લોકોનું ભાગ્ય ચમકાવશે

મેષ

મેષ રાશિના જાતકો માટે શનિ અને બુધનું સામસામે થવુ ખૂબ જ ફાયદાકારક રહેશે. આ લોકોની પ્રગતિ થશે. આર્થિક લાભ થશે. તમારી કોઈપણ યોજના સફળ થઈ શકે છે. તમને થોડી પીડામાંથી રાહત મળી શકે છે.

વૃષભ

સાતમા ભાવમાં શનિ અને બુધની ચાલ વૃષભ રાશિના લોકો માટે સાનુકૂળ સાબિત થઈ શકે છે. આ લોકોને નવી નોકરી મળી શકે છે. તમને તમારા કરિયરમાં કોઈ મોટી પ્રગતિ મળી શકે છે. નોકરીમાં તમને કોઈ નવી જવાબદારી મળી શકે છે. તમારું કામ પૂર્ણ થશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. અટકેલા કામ પૂરા થઈ શકે છે.

મિથુન

શનિ અને બુધનું સામસામે આવવું મિથુન રાશિના લોકો માટે ફાયદાકારક રહેશે. ભાગ્ય તમારા પક્ષે રહેશે. લેખન અને સાહિત્ય સાથે જોડાયેલા લોકો માટે આ સમય શાનદાર સાબિત થઈ શકે છે. વિદેશથી ધનલાભ થશે. નોકરીમાં તમને પ્રમોશન અથવા વધારો મળી શકે છે.

તુલા

સાતમા ભાવેથી શનિ અને બુધનું ભ્રમણ તુલા રાશિના જાતકોને ઘણો લાભ આપશે. ભાગ્યના આધારે બધું જ મળશે. કાર્ય સિદ્ધ થશે. એકાઉન્ટ્સ, ટેક્નિકલ, CA, ગ્લેમર, મીડિયા અને મોટા બિઝનેસમેન માટે આ સારો સમય રહેશે. આ સમય તમારી બધી ઈચ્છાઓ પૂરી કરી શકે છે.

  • Follow us on: