• નવદુર્ગાનાં બીજા સ્વરૂપ એવા બ્રહ્મચારિણી માતાની પૂજા-અર્ચના
  • બ્રહ્મનો અર્થ છે તપસ્યા અને ચારિણીનો અર્થ છે આચરણ કરનારી
  • મા દુર્ગાએ પર્વતરાજને પુત્રી તરીકે પાર્વતીના રૂપમાં જન્મ લીધો હતો

નવરાત્રિના પર્વના બીજા દિવસે નવદુર્ગાનાં બીજા સ્વરૂપ એવા બ્રહ્મચારિણી માતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. સાધકો આ દિવસે પોતાના મનને માતાજીના ચરણોમાં સમર્પિત કરે છે. બ્રહ્મનો અર્થ છે તપસ્યા અને ચારિણીનો અર્થ છે આચરણ કરનારી. આમ બ્રહ્મચારિણી અર્થાત તપનું આચરણ કરનારી માતા. એમના જમણા હાથમાં જપ કરવાની માળા તેમ જ ડાબા હાથમાં કમંડળ રહેલું હોય છે.

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મા દુર્ગાએ પર્વતરાજને પુત્રી તરીકે પાર્વતીના રૂપમાં જન્મ લીધો હતો અને મહર્ષિ નારદના કહેવાથી ભગવાન મહાદેવને પતિ તરીકે મેળવવા માટે તેમણે કઠોર તપસ્યા કરી હતી.

[[$googlead]]

અનેકસિદ્ધિઓ પ્રાપ્ત થાય

[[$alsoread]]

બ્રહ્મચારિણી માની પૂજા-અર્ચના કરવાથી ભક્તોને અનેક પ્રકારની સિદ્ધિઓ મળે છે, જેમ કે તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર વગેરે. તેમની કૃપાથી ભક્તોને સર્વત્ર વિજય મળે છે અને જીવનની અનેક પ્રકારની સમસ્યાઓનો પણ અંત આવે છે. માતા બ્રહ્મચારિણીના જમણા હાથમાં માળા, ડાબા હાથમાં કમંડલ છે.

દુર્ગા પૂજાનાં દ્વિતિય દિવસે તેમની જ પૂજા કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન 'સ્વાધિષ્ઠાન' ચક્રમાં સ્થિત હોય છે. આ ચક્રમાં રહેલા મનવાળો યોગી, મા બ્રહ્મચારિણીની કૃપા અને ભક્તિ પ્રાપ્ત કરે છે.

નવરાત્રિના બીજા દિવસે એવી કન્યાઓનું પૂજન કરવામાં આવે છે કે જેમના વિવાહ નક્કી થઇ ગયા હોય પરંતુ લગ્ન થયાં ના હોય. તેમને પોતાના ઘરે આમંત્રિ કરી પૂજન કરી જમાડવામાં આવે છે અને ભોજનને અંતે વસ્ત્ર, વાસણ વિગેરેનું દાન અને દક્ષિણા આપી તેમને વિદાય કરવામાં આવે છે.


  • Follow us on: