- વૃષભ રાશિના લોકોએ દૂધ, જળ અને સીઝનલ ફળ દાન કરવા
- સિંહ રાશિના જાતકો ઓમ સૂર્યપુત્રાય નમઃ મંત્રનો જાપ કરો
- ધન રાશિના લોકોએ ઓમ છાયાપુત્રાય નમઃનો જાપ કરવો
આજે એટલે કે 6 જૂને શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે શનિદેવની પૂજાનું વિશેષ ફળ મળે છે અને શનિદેવની ખાસ આરાધના પણ કરાય છે. આજના દિવસે તમે શનિદેવની પૂજા કરો છો અને મંત્રજાપ કરો છો તો તમને શુભફળની પ્રાપ્તિ થાય છે. તો જાણો શનિદેવની સાડા સાતી અને ઢૈય્યાથી બચવા માટે શું કરવું અથવા કયા મંત્રનો જાપ કરવો. તો જાણો રાશિ અનુસાર તમામ વિગતો.
મેષ રાશિ
આ રાશિના જાતકોએ આજે ઓમ શાંતાય નમઃ મંત્રની એક માળા કરવી અને કાળા રંગના વસ્ત્રોનું દાન કરવું.
વૃષભ રાશિ
આ રાશિના લોકોએ દૂધ, જળ અને સીઝનલ ફળ દાન કરવા. આ સાથે ઓમ વરુણાય નમઃ મંત્રનો જાપ કરો. તેનાથી શનિદોષ દૂર થાય છે.
મિથુન રાશિ
શનિ જયંતિએ ઓમ માંડ્યા નમઃ મંત્રનો જાપ કરવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે. આજે તમે કાળા તલ કે મીઠાનું દાન કરો.
કર્ક રાશિ
આ રાશિના જાતકોએ શનિદેવની સાથે ભગવાન શિવની પૂજા પણ કરવી અને ભૂરા રંગના વસ્ત્રોનું દાન કરવું. ભક્તો ભક્તો આજે ઓમ સુંદરાય નમઃ મંત્રનો જાપ કરે.
સિંહ રાશિ
શનિ મહારાજ ભગવાન સૂર્યના પુત્ર છે. તેઓ સૂર્ય સિંહ રાશિના સ્વામી પણ છે. આ કારણે આજે ભક્તો ઓમ સૂર્યપુત્રાય નમઃ મંત્રનો જાપ કરો અને લોખંડની વસ્તુનું દાન કરો.
કન્યા રાશિ
શનિના અશુભ પ્રભાવથી બચવા માટે કન્યા રાશિના લોકોએ આજે ઓમ મહાનિયાગુણત્મન્ને નમઃનો જાપ કરવો. આ સાથે સરસિયાના તેલનું દાન કરો.
તુલા રાશિ
સમસ્યાથી રાહત મેળવવા માટે તમે ઓમ છાયાપુત્રાય નમઃનો જાપ કરો અને ગૌશાળામાં જઈને ગાયની સેવા કરો કે જીવજંતુની સેવા કરો.
વૃશ્વિક રાશિ
રસ્તે જતાને જળ પીવડાવો અને મજૂરોની મદદ કરો. આ સાથે આજે નીલવર્ણાય નમઃ મંત્રનો જાપ કરો.
ધન રાશિ
આ રાશિના લોકોએ આજે ઓમ છાયાપુત્રાય નમઃનો જાપ કરવો અને ક્ષમતા અનુસાર કામળા દાન કરવા.
મકર રાશિ
શનિ જયંતિએ મકર રાશિના લોકોએ અડદની દાળ અને તલનું દાન કરવું. તે શુભ રહેશે. શનિ મહારાજને પ્રસન્ન કરવા માટે તમે ઓમ શરવાય નમઃનો જાપ કરવો.
કુંભ રાશિ
આ રાશિના લોકોએ ઓમ મહેશાય નમઃનો જાપ કરવો અને લોખંડથી બનેલી વસ્તુઓનું દાન કરવું.
મીન રાશિ
આ રાશિના લોકોએ ઓમ સુંદરાય નમઃનો જાપ કરો. આ મંત્રના જાપ કર્યા બાદ પીળા રંગના વસ્ત્રોનું દાન કરવું.