• 20 જૂન સુધી શનિ રહેશે માર્ગી
  • કુંભ રાશિમાં શનિનું માર્ગી થવું રહેશે શુભ
  • કન્યા, તુલા, વૃશ્વિક, ધન, કુંભ રાશિને થશે લાભ

ન્યાયના દેવતા ભગવાન શનિ 4 નવેમ્બરની બપોરે 12.35 મિનિટે માર્ગી થયા. હવે તે 29 જૂન 2023 સુધી સીધી ચાલ ચાવલશે. સ્વરાશિ કુંભમાં શનિની માર્ગી ચાલ મહત્ત્વની રહેશે. માર્ગી શનિ તમામ 12 રાશિના લોકોને આર્થિક, કરિયર, સેહત, પારિવારિક સ્થિતિ, સામાજિક સ્થિતિ પર શુભ અને અશુભ અસર કરશે. તો જાણો માર્ગી શનિ કઈ રાશિના લોકોને લાભ આપશે.

આ 5 રાશિઓના લોકોને મળશે અપાર ધનલાભ

કન્યા રાશિ

આ રાશિના લોકોને માટે માર્ગી શનિનો પ્રભાવ કોઈ વરદાનથી ઓછો નથી. અટકેલા કામ પણ આ સમયે પૂરા થશે અને શત્રુ હારશે. કોર્ટ કચેરીના કામમાં આ રાશિના લોકોને જીત મળશે. તમે લાંબી યાત્રાએ જઈ શકો છો પરંતુ આ સમયે તમે સામાનની સ્થિતિ તપાસતા રહો તે જરૂરી છે.

તુલા રાશિ

આ રાશિના લોકોને માટે શનિની સીધી ચાલ મનોવાંછિત ફળ આપનારી છે. પરીક્ષા અને પ્રતિયોગિતામાં સફળતા મળશે. કરિયરમાં તરક્કી થશે અને ધનલાભના યોગ છે. પ્રેમ વિવાહ કરનારા માટે સારો સમય છે.

વૃશ્વિક રાશિ

લાંબા સમયથી અટકેલા કામ જમીન અને કોર્ટ સાથે જોડાયેલા કેસનો ઉકેલ આવશે. પૈતૃક સંપત્તિથી પણ લાભ થશે. નોકરી-વેપારની સાથે જોડાયેલા મહત્ત્વના કોન્ટ્રાક્ટ સાઈન થઈ શકે છે. ઘર, ગાડી ખરીદી શકાય છે. યાત્રા સમયે સાવધાની રાખવી અને વાહન દુર્ઘટના ટાળવી.

ધન રાશિ

માર્ગી શનિ તમને સફળતા અપાવશે. કાર્ય-વ્યાપારની રીતે સારો સમય રહેશે. વિરોધી પણ મદદ માટે આગળ આવશે. ધર્મ અને અધ્યાત્મમાં રસ વધશે. તીર્થયાત્રા પર પણ જઈ શકાય છે. વિદ્યાર્થી વર્ગ વિદેશ જઈને અભ્યાસ માટે પ્રયાસ કરશે, સમય સફળતા અપાવનારો રહેશે.

કુંભ રાશિ

આ રાશિમાં શનિ માર્ગી થયો હોવાથી આ રાશિના લોકોને શુભ ફળ મળશે. જૂની સમસ્યાઓ દૂર થશે અને સાથે બેઈમાનીથી રૂપિયા કમાવવાની ભૂલ ન કરો. તમને સફળતા મળશે. જ્યારે તમે કામમાં ઈમાનદારી રાખશો. સ્વાસ્થ્યને માટે સાવધાન રહો. સામાજિક પદ પ્રતિષ્ઠા વધશે.  

  • Follow us on: